સુષ્મિતા સેનની દીકરીઓને નથી જોઇતા પિતા, એક્ટ્રેસને પૂછે- શા માટે મેરેજ કરવા છે?

PC: indiatimes.com

સુષ્મિતા સેન હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એ અદાકારાઓમાંથી છે જેણે હજુ સુધી શાદી કા લડ્ડૂ ચાખ્યો નથી. પણ માતા જરૂર બની છે. એક્ટ્રેસે ભલે લગ્ન ન કર્યા પણ તે બે દીકરીઓની માતા છે. બોલિવુડની અદાકારા સુષ્મિતા સેને ભલે મેરેજ નથી કર્યા, પણ તે એક સિંગલ પેરેન્ટ છે. જેણે તેની બે દીકરીઓ રેને અને અલીશાને મોટી કરી છે. આ બંનેને સુષ્મિતા સેને દત્તક લીધી હતી. તેણે ઘણી વાર બંને દીકરીઓને દત્તક લેવાના પોતાના અનુભવને શેર કર્યો છે. પણ આ વખતે તેણે જણાવ્યું કે, તેની દીકરીઓ નથી ઈચ્છતી કે તેમના જીવનમાં કોઈ ફાધર ફીગર આવે. સુષ્મિતા સેને પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.

સુષ્મિતાની દીકરીઓને નથી પિતાની જરૂરત

તેની બંને દીકરીઓને પિતાની જરૂર નથી. જ્યારે અભિનેત્રી તેમને કહે છે કે મારે લગ્ન કરી લેવા જોઇએ તો દીકરીઓ વિરોધ કરે છે. સાથે જ કહે છે કે, શું? શા માટે? મને પિતા નથી જોઇતા. હાલમાં જ અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે બ્રેકઅપ કર્યું. ત્યાર પછી તે લલિત મોદીને ડેટ કરી રહી છે તેવી અફવા પણ ફેલાઇ હતી.

સુષ્મિતાએ તેની દીકરીઓને કહ્યું કે, કદાચ તેને એક પતિની ઈચ્છા છે અને આનાથી તેમનું કાંઇ લેવાદેવા નથી. પણ તેમને પિતાની ગેરહાજરી સાલતી નથી. તેણે કહ્યું કે, તેની દીકરીઓની પાસે ટાટા, તેના પિતા અને દાદા છે. જે તેમના માટે સર્વસ્વ છે. જ્યારે પણ તેમને એક પિતા તુલ્ય અને મહાન ઉદાહરણની જરૂર હોય છે તો તેમના માટે તેઓ આ વ્યક્તિ હોય છે.

 
 
 
View this post on Instagram

A post shared by Sushmita Sen (@sushmitasen47)

15 ઓગસ્ટના રોજ સુષ્મિતા સેનની વેબ સીરિઝ ‘તાલી’ જિઓ સિનેમા પર રીલિઝ થઇ છે. જેને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. આ ઉપરાંત સુષ્મિતા સેન આર્યા 3માં જોવા મળશે. આ વેબ શોની બંને સીઝન દર્શકોને ખૂબ પસંદ આવી હતી. અભિનેત્રીએ આર્યા 3 ની શૂટિંગ પણ કરી લીધી છે. આ શોના શૂટિંગ દરમિયાન સુષ્મિકાને હાર્ટ એટેક આવ્યો હતો. જેના વિશેની જાણકારી અભિનેત્રીએ તેના ફેન્સને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp