26th January selfie contest

સુષ્મિતાને આવ્યો હાર્ટ એટેક, સર્જરી બાદ ફેન્સ સાથે શેર કર્યા સમાચાર

PC: koimoi.com

બોલિવુડ એક્ટર સુષ્મિતા સેને તેના ફેન્સને શૉક આપ્યો છે. એક્ટ્રેસે હાલમાં જ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, તેને બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. જોકે, હવે તેની તબિયત સારી છે. એક્ટ્રેસે તેના પિતાની સાથે પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સુષ્મિતા સેને હાલમાં જ એક ફોટો પોતાના પિતા સુબીર સેન સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. ફોટો સાથે જ સુષ્મિતાએ જણાવ્યું કે, છેલ્લાં કેટલાક દિવસોથી તે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. તેની તબિયત કેટલી બગડી ગઈ. એક્ટ્રેસને હાર્ટ એટેક આવ્યો હતો, તેની એન્જિયોપ્લાસ્ટી થઈ. હાલ, સુષ્મિતાની તબિયત સુધારા પર છે.

સુષ્મિતાએ પિતાના શબ્દોની સાથે પોતાની પોસ્ટના કેપ્શનની શરૂઆત કરી. સુષ્મિતાએ લખ્યું- પોતાના દિલને મજબૂત અને ખુશનુમા બનાવીને રાખો અને તે તમારી સાથે હંમેશાં તમારા ખરાબ સમયમાં ઊભુ રહેશે. જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હશે. આ મહાન લાઈન મારા પપ્પાએ કહી હતી. મને બે દિવસ પહેલ હાર્ટ એટેક આવ્યો હતો. મારી એન્જિયોપ્લાસ્ટી થઈ. દિલ હવે સલામત છે અને સૌથી જરૂરી વાત, મારા કાર્ડિયોલોજિસ્ટે કન્ફર્મ કર્યું કે, મારું દિલ સાચા અર્થમાં ઘણુ મોટું છે.

એક્ટ્રેસે આગળ લખ્યું- ઘણા બધા લોકો છે, જેમનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું. જેમના કારણે મને સમયસર ટ્રીટમેન્ટ મળી શકી. તેમના દ્વારા તરત જ લેવામાં આવેલા એક્શનને કારણે જ હું સાજી થઈ શકી. બીજી પોસ્ટમાં હું એ પણ જણાવીશ. આ પોસ્ટ મેં માત્ર મારા ચાહનારાઓને અપડેટ આપવા માટે કરી છે અને એ ખુશખબરી શેર કરવા માટે કે હું સારી છું. હું મારું જીવન ખુલીને જીવવા માટે તૈયાર છું. તમને ખૂબ જ પ્રેમ કરું છું.

સુષ્મિતા 47 વર્ષની છે અને હંમેશાં ફિટ રહેવાનું પસંદ કરું છું. એક્ટ્રેસ અવારનવાર પોતાના ફિટનેસ વીડિયોઝને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેમ છતા તેની સાથે આ પ્રકારની બનેલી ઘટનાએ ફેન્સને ચોંકાવી દીધા છે. સુષ્મિતાના પોસ્ટ પર દરેક વ્યક્તિ કમેન્ટ કરીને તેના સાજા થવાન કામના કરી રહી છે. યુઝર્સે કમેન્ટ કરીને લખ્યું- તમને ભગવાન સલામત રાખે. જલ્દી સાજા થઈ જાઓ. પોતાનું ધ્યાન રાખો. 

View this post on Instagram

A post shared by Sushmita Sen (@sushmitasen47)

થોડાં દિવસ પહેલા જ સુષ્મિતાએ એક એવી પોસ્ટ કરી હતી, જેના દ્વારા તેણે પોતાના સ્વાસ્થ્યની સંભાવનાઓ વ્યક્ત કરી હતી. સુષ્મિતાએ આગળ જુઓ, આગળ વધો, હંમેશાં આગળ વધતા રહોના હેશટેગ સાથે કેપ્શનની શરૂઆત કરી હતી અને લખ્યું હતું- અને આ રીતે જ સૌ તમારી પાછળ રહી જશે. આ જ જીવનની સરળતા છે, સાદગી છે. હું તમને બધાને જ ખૂબ જ પ્રેમ કરું છું. થોડું હવામાન ખરાબ છે, મને સાજા થવા માટે તમારી પ્રાથર્નાઓની ખૂબ જ જરૂર છે. તમે મોકલો, હું રિસીવ કરી લઈશ. તમારો દિવસ શુભ રહે.

View this post on Instagram

A post shared by Sushmita Sen (@sushmitasen47)

સુષ્મિતાએ પોતાની આ પોસ્ટ સાથે ઈશારો કર્યો હતો કે તેની તબિયત ખરાબ છે. આજે સુષ્મિતાએ આ પોસ્ટના કમેન્ટ બોક્સમાં બધાનો આભાર વ્યક્ત કર્યો. એક્ટ્રેસે લખ્યું- ધન્યવાદ તમારા બધાનો, આટલા પ્રેમનો જે તમે મને આપ્યો. તમારી દુવાઓ એટલી પાવરફુલ છે, જીવન બચાવવા લાયક છે. સુષ્મિતા સેનના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો એક્ટ્રેસ આર્યા 2નું શૂટિંગ કરી રહી હતી. હાલમાં જ તેણે તેનો ફર્સ્ટ લુક પણ શેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp