સ્વરા ભાસ્કર તેના પિતાનું ઘર છોડીને પતિના ઘરે ગઈ, વિદાયમાં અભિનેત્રી ખૂબ રડી

PC: dnpindiahindi.in

બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે 13 માર્ચે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે તેના હોમ ટાઉન દિલ્હીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ એક પછી એક તેના લગ્નના દરેક ફંક્શનની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. જ્યારે, સ્વરાનો વિદાયનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

સ્વરાની વિદાયનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ ભાવુક જોવા મળી હતી. આ વીડિયોમાં સ્વરા પિંક કલરના હેવી લહેંગા બ્રાઈડલ અવતારમાં જોવા મળી રહી છે. અભિનેત્રીની સાથે તેનો પતિ ફહદ અને માતા ઇરા પણ જોવા મળે છે. વીડિયોમાં તે વ્યક્તિનો અવાજ સંભળાય છે જે કવિતા સંભળાવી રહ્યો છે.

અભિનેત્રીના પિતાએ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, @sinjini_m આ 'ક્ષણ' શેર કરવા બદલ આભાર કારણ કે #SwaraBhasker લગ્નનો પ્રસંગ પૂરો થવા આવી રહ્યો છે/હા... 'કઠોર' કમાન્ડરને ફ્રેમની બહાર રહેવાનું સારું કારણ હતું. આ હકીકતમાં એક 'ખડુસ પિતા'ના માટે પણ ભાવનાત્મક રીતે ખાસ ક્ષણ છે... 'વિદાઈ' અમારી વ્હાલીની.'

અહીં તમને જણાવી દઈએ કે, અભિનેત્રીને શનિવારે વિદાય આપી હતી. જ્યારે મોડી સાંજે અભિનેત્રી બરેલીમાં તેના સાસરિયાના ઘરે પહોંચી હતી. જ્યાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેવી અભિનેત્રીની કાર સાસરિયાના દરવાજે પહોંચી કે, તરત જ ફટાકડા અને ઢોલ વગાડી તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

અભિનેત્રીના લગ્નના પ્રસંગો દિલ્હીમાં હોળી પછી શરૂ થયા અને એક અઠવાડિયા સુધી ચાલ્યા. હલ્દી, સંગીત, મહેંદી, લગ્ન, કવ્વાલી નાઇટ અને રિસેપ્શન સુધી ચાલ્યા હતા. આ કપલે 6 જાન્યુઆરીએ કોર્ટ મેરેજ કરી લીધા હતા, લગભગ 40 દિવસ પછી આ લગ્નનો ખુલાસો કર્યો હતો. આ કપલની લવ-સ્ટોરીની વાત કરીએ તો તેની શરૂઆત વર્ષ 2019-2020ના આંદોલનથી થઈ હતી. સ્વરા વિદ્યાર્થીઓમાં જોર જોરથી નારા લગાવી રહી હતી. ત્યાંથી જ બંનેના વિચારો મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp