26th January selfie contest

સ્વરાએ બોયફ્રેન્ડ ફહાદ સાથે કર્યા કોર્ટ મેરેજ, પ્રોટેસ્ટથી શરૂ થઈ હતી લવસ્ટોરી

PC: indianexpress.com

એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે લગ્ન કરી લીધા છે. એક્ટ્રેસે સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમા તેના હાથમાં મહેંદી દેખાઈ રહી છે. સાથે જ સ્વરાએ એક વીડિયો પણ ટ્વીટર પર શેર કર્યો છે, જેમા તેની લવ સ્ટોરીની શરૂઆત કઈ રીતે થઈ તે જણાવવામાં આવ્યું છે. વીડિયોમાં દર્શાવ્યું છે તેમ સ્વરા અને ફહાદની લવ સ્ટોરીની શરૂઆત પ્રોટેસ્ટથી થઈ.

તેનો ઉલ્લેખ કરતા સ્વરાએ વીડિયોમાં એ પણ જણાવ્યું કે, બંનેની પહેલી સેલ્ફી પણ પ્રોટેસ્ટ દરમિયાન લેવામાં આવી હતી. ત્યારબાદ ફહાદે પોતાની બહેનના લગ્નમાં સ્વરાને આમંત્રિત કરી હતી. જેનો જવાબ આપતા સ્વરાએ ટ્વીટર પર લખ્યું હતું કે, હું મજબૂર છું. શૂટિંગમાંથી નીકળી નહીં શકીશ, આ વખતે માફ કરજે ફ્રેન્ડ. કસમ છે, તારા લગ્નમાં જરૂર આવીશ.

સ્વરા વીડિયોમાં બતાવી રહી છે કે, બંને વચ્ચે વર્ષ 2019 ડિસેમ્બરમાં પ્રોટેસ્ટ દરમિયાન પહેલા ઓળખાણ થઈ. પછી મિત્રતા અને બાદમાં આ જ ફ્રેન્ડશિપ રિલેશનશિપમાં બદલાઈ ગઈ. બંને વચ્ચે મુલાકાતો વધવા માંડી અને વાત લગ્ન સુધી આવી પહોંચી. વીડિયો કેપ્શનમાં સ્વરા ભાસ્કરે પોતાના દિલની વાત લખી છે.

સ્વરાએ લખ્યું, ઘણીવાર તમે દૂર દેખાતા હો અને મોટી બાબતો પર ફોકસ કરતા હો જે કદાચ તમારી એકદમ નજીક હોય છે અને તે તમારી પાસે છે, તેના વિશે તમને અંદાજો જ નથી હોતો. અમે પ્રેમ શોધી રહ્યા હતા પરંતુ, અમને પહેલા મિત્રતા મળી અને ત્યારબાદ અમે બંને એકબીજાને મળ્યા. ફહાદ જિરાર અહમદ, તું મારા દિલમાં છે. દિલમાં ઉથલ-પાથલ છે પરંતુ, તે માત્ર તારું છે.

ફહાદે સ્વરાના વીડિયોને ટ્વીટર પર રી-પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે- હું નહોતો જાણતો કે તારા દિલની ઉથલ-પાથલ આટલી સુંદર હોઈ શકે છે. મારો હાથ પકડવા બદલ આભાર લવ, સ્વરા ભાસ્કર.

સ્વરા અને ફહાદે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત 6 જાન્યુઆરી, 2023ના રોજ લગ્ન કર્યા. એક્ટ્રેસે 8 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમા તેનો ચેહરો એક મિસ્ટ્રી મેનના હાથમાં દેખાઈ રહ્યો હતો. બંને બેડ પર સૂતા હતા અને બંનેમાંથી કોઈનો પણ ચેહરો દેખાઈ રહ્યો નહોતો. ત્યારે પણ ફેન્સ અનુમાન લગાવી રહ્યા હતા કે સ્વરા રિલેશનશિપમાં છે. સ્વરાએ ફોટો કેપ્શનમાં હિંટ આપતા લખ્યું હતું કે, તે કદાચ પ્રેમ હોઈ શકે છે.

સ્વરા ભાસ્કરે ઘણા વર્ષો સુધી રાઇટર હિમાંશુ શર્માને ડેટ કર્યો હતો પરંતુ, વર્ષ 2019માં બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા હતા. હિમાંશુ પોતાના લગ્નજીવનમાં ખુશ છે અને સ્વરાએ ફહાદ સાથે લગ્ન કરી લીધા છે. 

 

View this post on Instagram

A post shared by Swara Bhasker (@reallyswara)

સ્વરા ભાસ્કરે જેની સાથે લગ્ન કર્યા છે, તે સમાજવાદી પાર્ટીના નેતા છે. મહારાષ્ટ્ર સપા યુવાજન કમિટીના પ્રદેશ અધ્યક્ષ છે. ફહાદ, યુપીના બરેલીના બહેદી ક્ષેત્રમાં રહે છે. ખૂબ જ સામાન્ય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. મુસ્લિમ બંજારા જાતિમાંથી આવે છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી તેમણે અભ્યાસ કર્યો છે. હાલ, ટાટા ઈન્સ્ટીટ્યૂટ મુંબઈમાં PhD કરી રહ્યા છે. CAA, NRC આંદોલન દરમિયાન તેમની મુલાકાત સ્વરા ભાસ્કર સાથે થઈ હતી. ફહાદના પિતા જર્રાર અહમદ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp