
બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર હાલમાં જ થયેલા સપા નેતા ફહદ અહમદ સાથેના તેના લગ્નને લઈને ચર્ચામાં છે. તે પોતાની એક્ટિંગની સાથોસાથ જ અવાર નવાર પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તેમજ, હવે લગ્નના થોડાં દિવસ બાદ જ સ્વરાનું એક ટ્વીટ સામે આવ્યું છે. જેમા તેણે ફરી ભારત દેશને લઇને કંઇક એવુ લખી દીધુ છે, જેને વાંચીને લોકો ગુસ્સે થઈ રહ્યા છે. ટ્વીટને લઇને લોકો તેને ખરી ખોટી સંભળાવી રહ્યા છે.
થોડાં દિવસો પહેલા જ સ્વરા ભાસ્કરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેટલાક ફૂલોની તસવીરો શેર કરી હતી. આ તસવીરોની સાથે તેણે કેપ્શનમાં જે લખ્યું છે તે કોઇપણ ભારતીય માટે સહન કરી શકવુ અશક્ય છે. સ્વરાએ પોતાના કેપ્શનમાં કંઇક એવુ લખ્યું છે જેનો અર્થ એવો સમજાઇ રહ્યો છે કે, ભારતમાં રહેવુ નિરાશાભર્યું છે. આ પોસ્ટની સાથે જ સ્વરાએ તૂટેલા દિલનું ઇમોજી પણ લગાવ્યું છે.
હવે આ ટ્વીટના સામે આવ્યા બાદ ફરી એકવાર સ્વરા ભાસ્કર લોકોના નિશાના પર આવી ગઈ છે. યુઝર્સ આ પોસ્ટ પર કમેન્ટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે, તમે સીરિયા, ઈરાન, ઇરાક, યમન અથવા પાકિસ્તાનની ટિકિટ બુક કરાવી શકો છો. એક અન્ય યુઝરે તો સ્વરા ભાસ્કરને ડાયરેક્ટ પાકિસ્તાનની નાગરિકતા લેવાની સલાહ આપી દીધી છે. તેમજ એક યુઝરે લખ્યું છે કે, હું ભારતમાં PM મોદીના નેતૃત્વમાં ખુશ અને સુરક્ષિત છું. મને લાગે છે કે, તમારી માનસિકતાને બદલવાની જરૂર છે.
જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે સ્વરા ભાસ્કર આ પ્રકારને ટ્રોલ થઈ રહી છે. તેણે પહેલા પણ દેશ વિશે એવા નિવેદનો આપ્યા છે જેના કારણે તે લોકોના નિશાના પર આવી ચુકી છે.
થોડાં દિવસ પહેલા NCERTની બુક્સમાંથી મુગલ શાસકોનો પાઠ હટાવી દેવામાં આવ્યો છે. 11માં તેમજ 12માં ધોરણના વિદ્યાર્થીઓ હવે મુગલો વિશે નહીં ભણશે. આ વાત પર સ્વરા ભાસ્કરે નારાજગી વ્યક્ત કરી હતી. ટ્વિટર પર સ્વરા ભાસ્કરે સરકાર પર સવાલ ઊભા કરતા કહ્યું હતું કે, આ દેશમાં અંતહીન જહાલત છે. જાહિલોને વોટ આપો, દરેક સંસ્થાને જાહિલ બનાવો, જાહિલોને પેદા કરો... આ એક અંતહીન ચક્ર છે.
I’ve said this before.. to have a conscience and be living in #India today means to exist in a perennial state of despairing rage. 💔
— Swara Bhasker (@ReallySwara) April 3, 2023
Here look at some flowers.. pic.twitter.com/97BwdgWgJf
તેના પર નીરજ કુમાર દુબે નામના યુઝરે લખ્યું, મુગલોને આટલો સ્નેહ પહેલાથી હતો કે હમણા જ થયો છે તમને? આમ પણ તમારા લોકોનું ભયભીત અને ચિંતિત થવુ સ્વાભાવિક છે કારણ કે, જ્યારે અસલ રાષ્ટ્રનાયકો અને દેશના વાસ્તવિક તેમજ ગૌરવશાળી ઇતિહાસ વિશે નવી પેઢી જાણશે તો નિશ્ચિત જ તમારા લોકોની દુકાન બંધ થઈ જશે અને હાં જાહિલ નહીં જય હિંદ કહો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp