26th January selfie contest

સૂજી ગયેલી આંખો, શરીરે ઉઝરડા, Ex બોયફ્રેન્ડે અભિનેત્રીને મારી,ચહેરો ઓળખી ન શકાયો

PC: latestly.com

તમિલ અભિનેત્રી અનિકા વિજયી વિક્રમમે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની હાલત ચોંકાવનારી છે. અનિકાના ચહેરા પર સોજો અને ઉઝરડાના નિશાન છે. ફોટોગ્રાફ્સમાં તેને ઓળખવું પણ મુશ્કેલ છે. તેણીનું કહેવું છે કે, તેના પૂર્વ બોયફ્રેન્ડે તેની આ હાલત કરી છે. તેણે તેને એટલો જોરથી માર માર્યો છે કે આંખો અને હોઠ સૂજી ગયા. તેના શરીર પર પણ ઈજાના નિશાન છે. અનિકાએ જણાવ્યું કે તેનો પૂર્વ બોયફ્રેન્ડ તેને માર મારીને ફરાર થઈ ગયો છે અને તે તેને અને તેના પરિવારને સતત ધમકી આપી રહ્યો છે.

અનિકાએ ઘણી તસવીરો શેર કરી છે. તેણે લડાઈ પહેલા એક તસવીર પણ શેર કરી હતી. તેણીએ કહ્યું કે, તે તેના કાપેલા નવા વાળને લઈને ખૂબ જ ઉત્સાહિત હતી અને તેને બતાવવા માંગતી હતી, પરંતુ હવે તે ભૂતકાળની વાત છે. અનિતાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તે લખે છે, 'દુર્ભાગ્યે, શ્રી. હું છેલ્લા કેટલાક સમયથી અનૂપ પિલ્લઈ નામના વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હતી, જે મને માનસિક અને શારીરિક રીતે ટોર્ચર કરતો હતો. મેં આટલો અસુરક્ષિત અને ચાલાક માણસ ક્યારેય જોયો નથી, જે આ બધું કર્યા પછી પણ મને ધમકી આપી રહ્યો છે. મેં મારા ક્યારેય સપનામાં પણ વિચાર્યું ન હતું કે તે મારી સાથે આવું કરશે.'

'જ્યારે તેણે મને બીજી વખત માર માર્યો, ત્યારે મેં બેંગ્લોર પોલીસમાં ફરિયાદ નોંધાવી. ચેન્નાઈમાં મને પહેલી વાર માર મારવામાં આવ્યો હતો. આ પછી તે મારા પગે પડ્યો અને જોર જોરથી રડવા લાગ્યો. હું મૂર્ખ હતી કે મેં તેના પર વિશ્વાસ કર્યો હતો. બીજી વાર તેણે મને નિર્દયતાથી માર્યો. તેણે મારા પર એટલા આત્મવિશ્વાસથી હુમલો કર્યો. તેને લાગતું હતું કે, જો તે જો પોલીસ પાસે જશે તો પોલીસ તેને મામલો થાળે પાડવા કહેશે. તેનું કારણ એ હતું કે, તેણે પોલીસને પૈસા આપ્યા હતા. આટલા વર્ષોથી હું તેની જાળમાં ફસાતી જઈ રહી હતી અને તેણે મને ઘણી વખત છેતરી હતી. આ એક એવો વ્યક્તિ હતો કે જો મેં તેને મને છોડી દેવા માટે કહ્યું તો પણ તે મને છોડવા તૈયાર ન હતો. તેણે મારો ફોન તોડી નાખ્યો જેથી હું શૂટિંગમાં ન જઈ શકું. ત્યાં સુધી કે જ્યારે અમે રિલેશનશિપમાં ન હતા ત્યારે પણ તે સતત મારા મેસેજ ચેક કરતો રહેતો હતો.'

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'હૈદરાબાદ શિફ્ટ થવાના બે દિવસ પહેલા તેણે બીજો હુમલો કર્યો હતો. તેણે મારો ફોન લોક કરી દીધો અને મારા ચહેરા પર માર્યો. હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મેં તેને મારો ફોન પાછો આપવા કહ્યું પણ જે માણસ મારા કદ કરતા ચાર ગણો હતો, તે મારી ઉપર બેસી ગયો અને મને દબાવી રહ્યો હતો. અવાજ બહાર ન જાય તે માટે તેણે મારું મોઢું બંધ રાખ્યું હતું. હું બેહોશ થઈ ગઈ પછી તેણે મને છોડી દીધી. મને લાગ્યું કે આ મારા જીવનની છેલ્લી રાત છે.' અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, તે સવાર સુધી વોશરૂમમાં બેસી રહી હતી. તેણે કહ્યું કે, તે વ્યક્તિએ તેને કહ્યું કે, હવે આવા ચહેરા સાથે કામ કરીને બતાવો. તેણી કહે છે, 'જ્યારે મેં અરીસામાં મારો ચહેરો જોયો, ત્યારે હું જોર જોરથી રડવા લાગી અને તે હસી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે, તારું નાટક સારું છે. મારા પર હુલમો કર્યા પછી તે તેના મિત્રો સાથે પાર્ટી કરવા નીકળી ગયો હતો. તે મારા માટે આઘાતજનક હતું.'

તેણે કહ્યું કે, જે કઈ પણ તેની સાથે થયું તે પરિવાર અને પોલીસને સમજાવવામાં તેને સમય લાગ્યો. તે આ શારીરિક અને માનસિક હુમલામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. અનિકાએ જણાવ્યું કે, 'તેણે પોલીસને ફરિયાદ કરી છે પરંતુ તે ફરાર છે. તેણે કહ્યું કે, તેનો એક્સ બોયફ્રેન્ડ અમેરિકાના ન્યૂયોર્કમાં છે. આ દરમિયાન તેને અમેરિકાથી સતત ધમકીઓ મળી રહી છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp