T-સીરિઝની હનુમાન ચાલીસાએ યૂટ્યૂબ પર બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, 3 બિલિયન...

PC: twitter.com

'હનુમાન ચાલીસા'નો આ 9:41 મિનિટ લાંબો વિડિયો હિંદુ ભક્તિ સ્તોત્રના સૌથી લોકપ્રિય પઠન પૈકીનો એક છે. સમગ્ર વિશ્વમાં હનુમાનજીના ઉપાસકો તેનો પાઠ કરે છે અને પૂજા કરે છે. મહાન સંત તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની રચના કરી હતી.

જો કે વીડિયો શેરિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પર હનુમાન ચાલીસાના ઘણા વર્ઝન છે અને દરેકની પોતાની લોકપ્રિયતા છે. પરંતુ ગાયક હરિહરન દ્વારા ગાયેલા હનુમાન ચાલીસાનો રેકોર્ડ યુટ્યુબ પર બનાવ્યો છે, જે રેકોર્ડ આજ સુધી દેશમાં કોઈ વિડિયો બનાવી નથી શક્યું. હરિહરન દ્વારા ગવાયેલ T-સીરીઝનો હનુમાન ચાલીસાનો આ વિડિયો યુટ્યુબ પર સૌથી વધુ જોવાયેલ વિડિયો બની ગયો છે.

હનુમાન ચાલીસાનો આ વીડિયો 10 મે 2011ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને તેને અત્યાર સુધીમાં 3 બિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. એટલે કે અત્યાર સુધીમાં 300 કરોડ લોકો તેને જોઈ ચૂક્યા છે. આ પદ હાંસલ કરનાર દેશનો આ પહેલો વીડિયો છે. ભારતમાં અત્યાર સુધી કોઈ વીડિયોને આટલા વ્યૂઝ મળ્યા નથી. વર્ષ 2021માં હનુમાન ચાલીસાના આ વીડિયોને 100 કરોડ લોકોએ જોયો હતો, પરંતુ 2023માં તેને 300 કરોડ એટલે કે અત્યાર સુધીમાં 3 અબજથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

T-સિરીઝ તેની 29 ચેનલોમાં બોલીવુડ સંગીત, પોપ, ભક્તિ અને સંગીતને વિવિધ ભારતીય ભાષાઓ જેમ કે હિન્દી, પંજાબી, ભોજપુરી, તેલુગુ, તમિલ, હરિયાણવી, કન્નડ, મરાઠી અને ગુજરાતીમાં રિલીઝ કરે છે.

T-Seriesના હનુમાન ચાલીસાના વીડિયોમાં T-Seriesના ફાઉન્ડર ગુલશન કુમાર ગાતા જોવા મળે છે, પરંતુ અવાજ ગાયક હરિહરનનો છે. એક સમય હતો જ્યારે ગુલશન કુમાર ટી-સીરીઝના ભક્તિ ગીતોમાં જોવા મળતા હતા. તેઓ ભક્તિ ગીતો અને ભજનના રાજા તરીકે ઓળખાતા.

ગુલશન કુમારને 'કેસેટ કિંગ'ના નામથી પણ બોલાવવામાં આવતા હતા. ગુલશન કુમાર ભગવાન શિવ અને માતા વૈષ્ણો દેવીના પરમ ભક્ત હતા. તેઓ વૈષ્ણોદેવીની ભક્તિમાં એટલા સમર્પિત હતા કે, તેમણે વૈષ્ણોદેવી મંદિર પાસે બાણ ગંગામાં મફત ખાવા-પીવાની વ્યવસ્થા શરૂ કરાવી હતી. ગુલશન કુમારની 1997માં હત્યા કરવામાં આવી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by T-Series (@tseries.official)

અહીં તમને જણાવી દઈએ કે, T-Seriesની YouTube ચેનલ અગાઉ PewDiePie ને હરાવી વિશ્વની નંબર વન યુટ્યુબ ચેનલ બની હતી. હવે T-સીરીઝના હનુમાન ચાલીસાના વીડિયોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. માહિતી અનુસાર, આ વીડિયોને 2021માં 100 કરોડ વ્યૂઝ મળ્યા હતા અને 2023ની શરૂઆતમાં હવે આ વીડિયોને 3 બિલિયન વ્યૂઝ મળ્યા છે, જે એક રેકોર્ડ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp