- Entertainment
- ચૈત્રી નવરાત્રિ ટાણે તાપસીને ડીપનેક ડ્રેસમાં મા લક્ષ્મીનો હાર પહેરવો ભારે પડ્યો
ચૈત્રી નવરાત્રિ ટાણે તાપસીને ડીપનેક ડ્રેસમાં મા લક્ષ્મીનો હાર પહેરવો ભારે પડ્યો
પોતાના નિવેદનોને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહેતી તાપસી પન્નુ ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે તે પોતાના ડ્રેસને કારણે લોકોના નિશાના પર છે. હકીકતમાં, અભિનેત્રીએ તાજેતરમાં જ લેક્મે ફેશન વીક દરમિયાન તાપસી રેડ કલરનો રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો. જેનું ગળું ખૂબ જ ઊંડું છે. આ સાથે પન્નુએ પોતાના ગળામાં સોનાનો હાર પહેર્યો છે, જેમાં માતા લક્ષ્મી બનેલી છે. જેને લઈને વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ અભિનેત્રી પર હિન્દુ દેવીનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. પાછું આ માતાજીના પર્વ ચૈત્રી નવરાત્રી પહેલા જ બહાર આવ્યું છે.
અભિનેત્રીએ જે નેકલેસ પહેર્યો હતો તે રિલાયન્સ જ્વેલ્સ દ્વારા બનાવવામાં આવેલ ખાસ અક્ષય તૃતીયા કલેક્શન હતો. આ જાણકારી પન્નુએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આપી હતી. પરંતુ યુઝર્સને તેનો ઊંડા ગળાનો ડ્રેસ પસંદ ન આવ્યો, જેની સાથે અભિનેત્રીએ આ હાર પહેર્યો. અભિનેત્રીને આ લુકમાં જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ભડકી ગયા અને તેની તસવીર અને વીડિયો પર નફરતભરી કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું.

પોતાની તસવીર શેર કરતી વખતે તાપસીએ કેપ્શનમાં લખ્યું કે, 'આ લાલ રંગ મને ક્યારે મને છોડશે...' આ તસવીર પર કેરી મિનાટી નામના ફેક એકાઉન્ટ પરથી કોમેન્ટ આવી, 'અભદ્ર કપડાંમાં મા લક્ષ્મીની તસવીર તેનું અપમાન છે.'
બીજાએ લખ્યું, 'આવા કપડાંમાં મા લક્ષ્મીની તસવીર આપણી સંસ્કૃતિનું અપમાન છે.' કપિલ નાવરિયા નામના યુઝરે લખ્યું, 'તને શરમ આવવી જોઈએ તાપસી, ખુબ જ ખરાબ વાત છે. એક કલાકાર તરીકે, તમારે જાણવું જોઈએ કે, તમે કોઈપણ ધર્મના પ્રતીકને કેવી રીતે રજૂ કરો છો.' કૃણાલ નામના યુઝરે લખ્યું કે, 'આવા કપડામાં, સાથે માં લક્ષ્મીનો હાર, તાપસી તમને શરમ આવવી જોઈએ.'

તાપસી મીડિયા સાથેના તેના વર્તનને કારણે લાઈમલાઈટમાં છે, પરંતુ આ વખતે તે તેના કપડાના કારણે લોકોના નિશાન પર આવી ગઈ છે. જો કે, આનાથી અભિનેત્રીને બહુ ફરક નથી પડતો અને તે આના પર કોઈ પ્રતિક્રિયા આપી રહી નથી, અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી, આ પહેલા પણ ઘણા સ્ટાર્સ તેમના કપડાં પર હિંદુ દેવી-દેવતાઓની તસવીરો કે ધ્વજને લઈને વિવાદમાં આવી ચૂક્યા છે.
તાપસીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં જ ફિલ્મ 'બ્લર'માં જોવા મળી હતી, ત્યારબાદ તે હવે શાહરૂખ ખાન સાથે ફિલ્મ Dunkiમાં જોવા મળશે અને તે અનુભવ સિંહાની 'આફવાહ'માં પણ જોવા મળશે. અભિનેત્રીએ થોડા દિવસો પહેલા 'ફિર આઈ હસીન દિલરૂબા'ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 'હસીન દિલરૂબા'નો બીજો ભાગ છે.

