‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયરને 42 માંવર્ષે મળી રૂપાળી દુલ્હન..બબીતાજી નથી

પોપ્યુલર સિટકોમ શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સને જલ્દીથી એક ખુશખબરી આપવા જઇ રહ્યો છે. સાંભળવા મળ્યું છે કે, શોનો મોસ્ટ એલિજિબલ બેચલર તનુજ મહાશબ્દે જલ્દી જ લગ્નગ્રંથીમાં જોડાવા જઇ રહ્યો છે. 42 વર્ષના તનુજ મહાશબ્દેએ લાઇફમાં સેટલ ડાઉન થવાનો નિર્ણય લીધો છે. એક્ટર કોની સાથે લગ્ન કરશે તે હાલ ખબર નથી. પણ એટલી જાણકારી જરૂર મળી છે કે, તનુજની રીયલ ફ્યુચર વાઇફ તેની રીલ વાઇફ મુનમુન દત્તાથી પણ સુંદર છે.

રિપોર્ટ્સ અનુસાર, તનુજ મહાશબ્દે આગામી વર્ષ એટલે કે, 2023માં લગ્ન કરશે. તેની ફિયોન્સેને લઇને કોઇ ડિટેલ સામે આવી નથી. ફોટો પણ રીલિઝ થયા નથી. તેમ છતાં સાંભળવા મળ્યું છે કે, એક્ટરની થનારી પત્ની સુંદર અને લુક્સમાં એક્ટ્રેસ મુનમુન દત્તાને કોમ્પિટિશન આપે છે. તનુજ મહાશબ્દેના લગ્નની ખબર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. પણ મીડિયા સાથેની વાતચીતમાં એક્ટરે લગ્નની ખબરોને ખોટી ગણાવી છે.

આમ તો તનુજ મહાશબ્દેની ફિયોન્સેની મુનમુન દત્તા સાથે સરખામણી થવાનું એક ખાસ કારણ છે. આવું એટલા માટે કારણ કે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં મુનમુન દત્તા અને તનુજ મહાશબ્દે પતિ પત્નીના પાત્રમાં રહ્યા છે. તનુજ મિસ્ટર કૃષ્ણન ઐયર અને મુનમુન દત્તા બબીતાનો રોલ પ્લે કરે છે. શોમાં સાઉથ ઇન્ડિયન સાયન્ટિસ્ટ બનેલા તનુજને ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે. દરેક જણ સવાલ કરે છે કે, તેને કઇ રીતે આટલી સુંદર પત્ની મળી ગઇ.

મીડિયામાં ખબરો હતી કે, તનુજ અને મુનમુન દત્તાનું રિલેશનશિપ હતું. બન્ને ડેટ કરી રહ્યા છે તેવી ચર્ચા હતી. પણ બન્ને જ એક્ટર્સે આ પ્રકારની ખબરોથી ઇનકાર કરી દીધો હતો. તેમણે એમ જરૂર કહ્યું હતું કે, તેઓ સાથે સેટ પર ટાઇમ સ્પેન્ટ કરે છે, પણ ડેટિંગ નથી કરતા.

તનુજ મહાશબ્દેને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શોથી પોપ્યુલારિટી મળી છે. તેણે દર્શકોને આટલા વર્ષોથી એન્ટરટેન કર્યા છે. તનુજે 2000માં ટીવી શો ‘યે દુનિયા હે રંગીન’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. તેની પહેલી ફિલ્મ ‘ફરારી કી સવારી’ 2012માં આવી હતી. તનુજને કેટલાક લોકો સાઉથ ઇન્ડિયન સમજે છે પણ તે મહારાષ્ટ્ર સાથે સંબંધ ધરાવે છે. તેણે 15 વર્ષો સુધી થિયેટર કર્યું હતું. તે CID, આહટ જેવા શોમાં પણ જોવા મળ્યો હતો.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.