‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની TRP ઘટી, જૂના કલાકારોને ફરી કાસ્ટ કરવા માગ

પોપ્યુલર શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સ્ટાર્સ જે રીતે શો છોડીના જઇ રહ્યા છે, તેનાથી શો મુશ્કેલીમાં ફસાતો દેખાઇ રહ્યો છે. હાલમાં જ શોના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ ક્વિટ કર્યું છે. 14 વર્ષોથી તે આ શો સાથે જોડાયેલા હતા. શો સાથે જોડાયેલા જૂના ચહેરાએ અલવિદા કહેવાથી TRP ન પડવા દેવાનું મોટું ચેલેન્જ મેકર્સ સામે આવ્યું છે.

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’એ બાર્ક રેટિંગમાં ટોપ 10 શોઝમાં પોતાની જગ્યા પાછી મેળવી છે. શો પાછલા 14 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં શો સાથે જોડાયેલા સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે, પ્રોડ્યુસર અને ક્રિએટર શોના મિસિંગ કેરેક્ટરને પાછા લાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમની કોશિશ છે કે, જલ્દીથી જલ્દી ગોકુલધામ સોસાયટી કંપ્લીટ થઇ જશે. દરેક મેમ્બર્સ મળીને ઓડિયન્સને એન્ટરટેન કરશે. નીલા ટેલીફિલ્મ્સ અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ શો સાથે દરેક એક્ટર્સ અને ટેક્નીશિયન્સના સપોર્ટને લઇને આભાર વ્યક્ત કરે છે.

મેકર્સની એ પણ કોશિશ છે કે, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટોપ 10 શોઝની TRP લિસ્ટમાં બનેલી રહેશે. હવે શોથી મિસિંગ કેરેક્ટર્સ ક્યારે પાછા ફરશે તેની હજુ કોઇ જાણકારી નથી મળી. પણ આશા છે કે, નવા કલાકારોની જલ્દીથી જ કાસ્ટિંગ કરવામાં આવશે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને થોડા સમય પહેલા જ ઘણા બધા એક્ટર્સ છોડીને ચાલ્યા ગયા છે. તેમાં દિશા વાકાણી, માલવ રાજદા, શૈલેશ લોઢા, રાજ અનડકટ, નેહા મેહતા, ગુરુચરણ સિંહ, મોનિકા ભદોરિયા, નિધિ ભાનુશાલી, ઝીલ મેહતા જેવા કલાકારોના નામ શામેલ છે.

સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ફેન્સને સૌથી મોટો ઝાટકો ત્યારે લાગ્યો હતો કે જ્યારે, સૌથી લોકપ્રિય અને તેમના સૌથી પ્રિય દિશા વાકાણી શો છોડીને ચાલી ગઇ. પહેલા બાળક વખતે દિશા વાકાણી મેટરનિટી લિવ પર ગઇ હતી. ત્યારથી લઇને આજ સુધી તે શોમાં પાછી ફરી નથી. દિશાનું હવે બીજુ બાળક પણ થઇ ગયું છે. વર્ષોથી ગોકુલધામ સોસાયટીમાં દયાબેનની કોમેડી મિસિંગ છે. દિશા વાકાણીના શોમાં પાછા ફરવા પર આજે પણ સસ્પેન્સ બનેલો છે, મેકર્સ દિશા વાકાણીને રિપ્લેસ કરવાની વાત કરી રહ્યા છે. પણ હજુ સુધી દિશા વાકાણીની જગ્યા કોઇ બીજી એક્ટ્રેસ નથી લઇ શકી. સરપ્રાઇઝિંગ તો એ છે કે, આટલા બધા કલાકારોના મિસિંગ હોવા છતાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો ફ્લોપ નથી થઇ રહ્યો. શો વધારે સમય ટોપ 10 TRP લિસ્ટમાં જ હોય છે.

About The Author

Related Posts

Top News

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક ...
Gujarat 
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    
Copyright (c) Khabarchhe All Rights Reserved.