શૈલેષ લોઢાને મળ્યો ન્યાય, શૉના મેકર્સ કરશે એક કરોડથી વધુની ચૂકવણી, જાણો કેમ

ટી.વી.ની પ્રસિદ્ધ સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ 14 વર્ષોથી દર્શકો પર રાજ કરી રહી છે. આ શૉમાં ઘણા બધા સ્ટાર જોડાયા અને વર્ષો સુધી દર્શકો પર રાજ કર્યું. જો કે, છેલ્લા કેટલાક સમયથી આ શૉ પોતાના વિવાદોના કારણે છવાયો છે. શૉને ઘણા સ્ટાર્સે અચાનક છોડીને તેનાથી દૂરી બનાવી લીધી હતી. આ સ્ટાર્સમાં શૈલેષ લોઢાનું નામ પણ સામેલ છે. આ શૉમાં શૌલેષ લોઢાએ ‘તારક મેહતા’નો રોલ પ્લે કર્યો હતો.
લોકોને તેમની ભૂમિકા ખૂબ પસંદ હતી, પરંતુ પ્રોડ્યુસર આસિત કુમાર મોદી સાથે એક વિવાદ હોવાના કારણે શૈલેષ લોઢાએ આ શૉને છોડી દીધો હતો. વર્ષ 2022માં શૈલેષ લોઢાએ શૉ છોડવાની જાહેરાત કરી હતી. તો વર્ષ 2023ની શરૂઆતમાં જ તેને શૉના પ્રોડ્યુસર આસિત મોદી વિરુદ્ધ પોતાની બાકી સેલેરી ન ચૂકવવા પર કેસ નોંધાવ્યો હતો. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આ કેસ શૈલેષ લોઢાની જીત થઈ છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ, શૈલેષ લોઢાં અને મેકર્સ વચ્ચે ચાલી રહેલા કોર્ટ કેસનો નિર્ણય આવી ચૂક્યો છે. કોર્ટના નિર્ણય મુજબ, ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર આસિત મોદીએ શૈલેષ લોઢાને સેટલમેન્ટ અમાઉન્ટ તરીકે 1,05,84,000 રૂપિયાની ચૂકવણી કરવી પડશે એટલે કે હવે મેકર્સ શૈલેષ લોઢાને એક કરોડ કરતા વધુ બાકી પૈસા આપશે. રિપોર્ટ્સ મુજબ, કોર્ટ કેસનો નિર્ણય આવ્યા બાદ શૈલેષ લોઢાએ પોતાનું રીએક્શન આપ્યું છે. તેણે આ કેસના નિર્ણયને સત્યની જીત કહી છે. તેમણે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે, તેની આ લડાઈ ક્યારેય પૈસાની નહોતી. આ ન્યાય અને આત્મસન્માન સાથે જોડાયેલી વાત હતી.
તેમનું માનવું છે કે, આ નિર્ણય આવ્યા બાદ તેણે મોટી જંગ જીતી લીધી છે. તેણે કહ્યું કે, તેઓ ઇચ્છતા હતા કે હું પોતાની બાકી ચૂકવણી માટે કેટલાક કાગળો સાઇન કરું. તેમની કેટલીક શરતો હતી કે તમે મીડિયા સાથે વાત નહીં કરી શકો અને અન્ય વસ્તુ. હું હાથ ફેરવવા પર ન ઝૂક્યો. હું પોતાના પૈસા મેળવવા માટે કોઈ કાગળો પર સાઇન શા માટે કરું? શૈલેષ લોઢાએ એવો પણ ખુલાસો કર્યો કે, મેકર્સે વધુ એક એક્ટરની 3 વર્ષની પેમેન્ટ આપી નથી. જો કે, તેણે એક્ટરનું નામ બતાવવાની ના પાડી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp