નસીરુદ્દીનની વેબ સીરિઝ 'તાજ' જોતા પહેલા વાંચી લો આ રિવ્યૂ

PC: indiatoday.in

તાજ જોવાની શરૂઆત એ રીતે કરવાની છે- ઈગ્નોર કરવાનું છે કે ઈતિહાસકાર આજે પણ અકબર અને જોધાબાઈના લગ્ન પર ડિબેટ કરી રહ્યા છે. ઈગ્નોર કરવાનું છે કે, શોમાં અકબરના ત્રણ દીકરા, ત્રણેય અલગ-અલગ માતાની કુખેથી જન્મેલા બતાવવામાં આવ્યા છે. ઈગ્નોર કરવાનું છે કે, ઈતિહાસ અનુસાર અકબર આશરે 60-65 વર્ષ સુધી જીવ્યા હતા અને શોમાં તેમનું કેરેક્ટર 72 વર્ષના નસીરુદ્દીન શાહ નિભાવી રહ્યા છે. ઈગ્નોર કરી દેવાનું છે કે, આ શોમાં અકબરના નાના દીકરા દાનિયાલને તેના પોતાના ભાઈ અને સાથી દાનિયલ-દનિયાલ-દનિયલ કહીને બોલાવે છે.

સ્ક્રીન પર જે કંઈપણ તમને બતાવવામાં આવે તેને જોઈને તમને લાગે કે આવુ ક્યાં થાય છે. તો આ ફીલિંગને સાઈડ પર મુકી દેજો અને ડાયરેક્ટરના વિઝનમાં વિશ્વાસ કરવાનો શરૂ કરજો. Zee5 ના શો તાજને જોતા સૌથી મુશ્કેલ એ લાગે છે કે, ડાયરેક્ટરનું વિઝન જ સમજાતું નથી. દરેક ત્રીજા સીન સાથે ફીલિંગ આવે છે કે, આખરે કવિ કહેવા શું માંગે છે?

તાજમાં અકબરના ઢળતા દિવસોની સ્ટોરી બતાવવામાં આવી છે. તેમા અકબર એક વૃદ્ધ-બીમાર શહેનશાહ છે અને તેમની સામે પડકાર છે કે તેમના ઢળવાની સાથે જ ક્યાંક મુગલ સલ્તનતની છેલ્લી સાંજ ના થઈ જાય. તેમણે પોતાના ત્રણેય દીકરાઓમાંથી એ એકની પસંદગી કરવાની છે જે રાજપાટ સંભાળવા માટે પરફેક્ટ હોય. પરંતુ, સૌથી મોટો દીકરો સલીમ (આશિમ ગુલાટી) ઈશ્ક-દારૂ ના નશામાં તરી રહ્યો છે. ડૂબ્યો એટલા માટે નથી કારણ કે તે બહાદુર પણ છે અને યુદ્ધ કૌશલ, આદર અને બાદશાહ બનવાના બાકી હૂનર તેનામાં રહેલા છે. પરંતુ, તેને ગાદીનો કોઈ મોહ નથી.

આ ગાદીનો સૌથી વધુ મોહ જેને છે, તે અકબરનો વચલો દીકરા મુરાદ (તાહા શાહ) છે. ત્રણેય ભાઈઓમાં સૌથી ગુસ્સાવાળો, તાકાતવર અને હિંસક મુરાદ, એ લાઈનની બીજી તરફ છે જે બહાદુરી અને પાગલપનની વચ્ચે હોય છે. અકબરનો સૌથી નાનો દીકરો દાનિયાલ (શુભમ કુમાર મેહરા) પાંચ સમયનો નમાજી છે અને ધર્મમાં ડૂબેલો છે કારણ કે, શો પ્રમાણે તેમા કોઈ ટેલેન્ટ જ નથી અને આખા શોમાં તે ગભરાયેલો, ડરપોક છોકરો વધુ લાગે છે.

આ બધા વચ્ચે અકબરના શાહી હરમનું પોલિટિક્સ પણ છે, જ્યાં બાદશાહ પોતાની કનીઝો સાથે પ્રેમાલાપ કરતા દેખાય છે. આ હરમમાં બાદશાહની ત્રણેય પત્નીઓ છે, જેમાંથી બે- સલીમા (ઝરીના વહાબ) અને જોધાબાઈ (સંધ્યા મૃદુલ) પોતપોતાના દીકરાઓને બાદશાહની ગાદી પર જોવા માટે પેંતરા કરતી દેખાય છે. અકબરની ત્રીજી પત્ની રુકૈયા નિઃસંતાન છે. જ્યારે નાનો દીકરો દાનિયાલ એક કનીઝ દ્વારા જન્મેલો છે અને તેની મા તેને જન્મ આપતાની સાથે જ મૃત્યુ પામે છે.

આ શાહી હરમમાં ક્યાંક અંદર એક એવો હિસ્સો છે જ્યાં અકબરની ફેવરિટ કનીઝ અનારકલી (અદિતિ રાવ હૈદરી)ને સંતાડીને રાખવામાં આવી છે. અનારકલી દિવસોના દિવસો ક્યાંક સંતાયેલી રહે છે. જ્યારે પણ બાદશાહ આવે છે તો ક્યાંકથી બહાર નીકળીને આવે છે. તે નાચતી નથી રક્સ કરે છે, અને ગીત હંમેશાં બેકગ્રાઉન્ડમાં ચાલતું રહે છે.

શોમાં સીનિયર એક્ટર્સનું પરફોર્મન્સ જ તેને કોઈક રીતે બાંધીને રાખે છે. વૃદ્ધ અકબરના રોલમાં નસીરુદ્દીન શાહ, પોતાની મુગલિયા શાન સાથે એટલા જ વલ્નરેબલ પણ દેખાય છે. તેમની લઢણ, ભાષા પર પકડ અને અવાજ કેરેક્ટર માટે પરફેક્ટ છે. સંધ્યા મૃદુલને ભારે રોલમાં જોઈને તમને સારું લાગશે. ઝરીના વહાબ અને સુબોધ ભાવે તો કમાલ જ છે, મહારાણા પ્રતાપના રોલમાં દીપરાજ રાણા પણ દમદાર લાગે છે. યંગ કલાકારોનું કામ ઘણું ઢીલુ છે. અકબરના ત્રણેય દીકરાનો રોલ કરી રહેલા કલાકાર બોડી લેંગ્વેજ અને ભાષા પ્રમાણે જરા પણ સૂટ નથી કરતા.

ટેક્નિકલ પાસાંઓ પર પણ તાજમાં ઘણી ખામીઓ છે. યુદ્ધના સીન્સ અસરદાર નથી લાગતા. ઘણી જગ્યાએ ક્રિએટિવિટીની એટલી ખામી છે કે એપિસોડ્સમાં ઘણા બધા કેરેક્ટર ઘોડા પર બેઠા છે, ઘોડા અટકેલા છે અને વાતો કરી રહ્યા છે. જાણે એવુ દર્શાવવામાં આવી રહ્યું છે કે બજેટ ઘોડા પર પણ યુઝ કરવામાં આવ્યું છે. કુલ મળીને તાજ એક એવો શો છે જેને જો યોગ્યરીતે ડીલ કરવામાં આવ્યો હોત તો Zee5 ને એક સારો શો મળી શકતો હતો. પરંતુ, ખરાબ ટ્રીટમેન્ટ, ઈતિહાસની અલગ વાત અને કોસ્ટ્યૂમથી લઈને સાઉન્ડ સુધી બધામાં ખામી જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp