તમન્નાએ વિજય વર્મા સાથેના સંબંધોની કરી પુષ્ટિ, બોલી-તેની સાથે હું ખૂબ...

PC: filmfare.com

તમન્ના ભાટિયા અને વિજય વર્મા છેલ્લા ઘણા સમયથી પોતાના સંબંધોના સમાચારોને લઈને ચર્ચામાં બન્યા રહે છે. ઘણી વખત તેમને સ્પોટ કરવામાં આવી ચૂક્યા છે. સાથે જ રૂમર્ડ કપલની કોજી તસવીરો પણ ઈન્ટરનેટ જગતનું તાપમાન વધારતી નજરે પડી ચૂકી છે. તો હવે તમન્ના ભાટિયા પોતાના હાલના નિવેદનથી સોશિયલ મીડિયા પર હલચલ વધતી નજરે પડી છે. એક્ટ્રેસે વિજય વર્મા સાથે પોતાના સંબંધની પુષ્ટિ કરી દીધી છે.

તમન્ના ભાટિયાએ આખરે માની લીધું કે, તેનો અને વિજય વર્માનો પ્રેમ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના સેટ પર શરૂ થયો હતો. આ ફિલ્મમાં બંને પહેલી વખત સ્ક્રીન શેર કરતા નજરે પડવાના છે. ‘લસ્ટ સ્ટોરીઝ 2’નું ડિરેક્શન અમિત રવીન્દ્રનાથ શર્મા, કોંકણા સેન શર્મા, આર. બાલ્કી અને સુજોય ઘોષે મળીને કર્યું છે. તમન્ના ભાટિયાએ પોતાના હાલના ઇન્ટરવ્યૂમાં વિજય વર્માને લઈને કહ્યું હતું કે, ‘તે એક એવો વ્યક્તિ છે જેની સાથે હું ખૂબ વ્યવસ્થિત રૂપે બંધાયેલી છું.’

તમન્ના ભાટિયાએ પોતાની વાતમાં આગળ કહ્યું કે, ‘જી હાં, તે ખૂબ ખાસ છે. તેની સાથે મારો બોન્ડ ખૂબ જ ઓર્ગેનિક છે. તે એક એવો વ્યક્તિ છે જેની હું ચિંતા કરું છું અને હું તેની સાથે ખુશ રહું છું. તમન્ના ભાટિયા અને વિજય વર્માને વર્ષ 2023ની નવા વર્ષની પાર્ટી દરમિયાન ગોવામાં સ્પોટ કરવામાં આવ્યા હતા. કથિત રૂપે બંનેનો કિસિંગ વીડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ તેમના પ્રેમ સંબંધોના સમાચારોએ વેગ પકડ્યો હતો. તમન્ના ભાટિયા અને વિજય વર્માને ઘણી વખત સાથે સ્પોટ કરવામાં આવ્યા છે.

જો કે, બંનેએ પોતાના સંબંધ પર મૌન સાધી રાખ્યું હતું. તેને લઈને મીડિયાના સવાલ પર એક્ટ્રેસે કહ્યું કે, અમે ફિલ્મ સાથે કરી છે. એવી અફવા ઊડતી રહે છે. તેના પર કોઈ પ્રતિક્રિયાની જરૂરિયીત નથી. તેની આગળ હું કંઈ કહેવા માગતી નથી. તમન્ના ભાટીયાએ ડેટિંગના સમાચારો પર કહ્યું કે, તમે કોઈ પણ સહ-કલાકાર પ્રત્યે આકર્ષિત થતા નથી. મારા ઘણા સહ-કલાકાર રહ્યા છે. જો કોઈ કોઈને પસંદ કરે છે કે કંઈક ફિલ કરો છો તો એ કંઈક વધારે જ ખાસ હોય છે. બીજા વ્યક્તિનો વ્યવસાય શું છે, તેનું તેની સાથે કોઈ લેવું-દેવું હોતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp