એક્ટર પવનનું કાર્ડિયક અરેસ્ટથી 25 વર્ષની ઉંમરે નિધન

PC: freepressjournal.in

હાલના દિવસોમાં મનોરંજનની ઈન્ડસ્ટ્રીમાં કાર્ડિયક અરેસ્ટના કારણે ઘણા મોત થયા છે. હાર્ટ એટેક આવવથી જીવ ગુમાવનારાઓમાં પોપ્યુલર કન્નડ સ્ટાર પુનિથ રાજકુમાર પણ સામેલ હતા. તેમના નિધનના સમાચારે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હલાવીને રાખી દીધી હતી. તો હવે વધુ એક યંગ એક્ટરનું કાર્ડિયક અરેસ્ટના કારણે મોત થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ મુજબ હિન્દી અને તામિલ ટી.વી. એક્ટર પવન સિંહનું માત્ર 25 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના કારણે શુક્રવારે 18 ઑગસ્ટના રોજ નિધન થઈ ગયું.

પવનનું મોત તેના મુંબઈ સ્થિત ઘરમાં થયું છે. પવન કર્ણાટકના માંડ્યા જિલ્લાનો રહેવાસી હતો. કથિત રીતે પવનનું શબ મુંબઈથી તેના પૈતૃક સ્થાન માંડ્યા લઈ જવામાં આવશે, જ્યાં તેના અંતિમ સંસ્કાર તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવશે. કર્ણાટકથી હોવા છતા તે કામના સિલસિલામાં પોતાના પરિવાર સાથે મુંબઇમાં રહેતો હતો. તે હિન્દી અને તામિલની ઘણી સીરિયલોમાં કામ કરી ચૂક્યો હતો. તો પવનના અચાનક મોતથી આખો પરિવાર આઘાતમાં છે.

જો કે, અત્યાર સુધી એક્ટરના મોતની ડિટેલ્સને લઈને કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી, સિવાય આ ફેક્ટના કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. માંડ્યાના ધારાસભ્ય એચ.ટી. મંજુ, પૂર્વ ધારાસભ્ય કે.બી. ચંદ્રશેખર, પૂર્વ મંત્રી કે.સી. નારાયણ ગૌડા, પૂર્વ ધારાસભ્ય બી પ્રકાશ, TAPCMSના અધ્યક્ષ બી.એલ. દેવરાજ રાજૂ, કોંગ્રેસ નેતા બુકાનાકેરે વિજયા, રામેગૌડા, બ્લોક કોંગ્રેસ અધ્યક્ષ બી. નાગેંદ્ર કુમાર, JDS નેતા અક્કીહેબ્બલૂ રઘુ, યુવા જનતા દળના રાજ્ય મહાસચિવ કુરુબાહલ્લી નાગેશ અને ઘણા અન્ય લોકોએ પવનના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

તેમના અચાનક મોતથી પરિવાર સાથે સાથે ફેન્સ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. થોડા દિવસ અગાઉ જ, એક્ટર વિજય રાઘવેન્દ્રની પત્ની સ્પંદનાનું થાઈલેન્ડમાં રજાઓ દરમિયાન કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થઈ ગયું હતું. તેના અકાળે મોતથી આખા કન્નડ ઇન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp