ટેક્સ ઓફિસર રહેલી એક્ટ્રેસ EDના સકંજામાં, મની લોન્ડ્રિંગ કેસમાં આવ્યું નામ

PC: instagram.com/kritivermaofficial

એક્ટ્રેસ કૃતિ વર્મા એક સમયે ટેક્સ ઓફિસર હતી. હવે તેનું નામ 263 કરોડ રૂપિયા મની લોન્ડ્રિંગ કેસમાં સામે આવ્યું છે. કૃતિ માટે નવી મુસીબત ઊભી થઈ છે. તે રોડીઝ અને બિગ બોસ સિઝન 12માં દેખાઈ ચુકી છે. કૃતિ પર આરોપ છે કે, તેણે ગેરકાયદેસરરીતે ધન મેળવ્યું છે. તેના માટે એક્ટ્રેસને EDએ પૂછપરછ માટે બોલાવી છે. કૃતિને EDના અધિકારીઓએ મામલામાં ઘણીવાર પૂછપરછ માટે બોલાવી. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, ગત વર્ષે કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) એ આયકર વિભાગના એક વરિષ્ઠ અધિકારી તાનાજી મંડલ, પનવેલના વેપારી ભૂષણ અનંત પાટીલ અને અન્ય વિરુદ્ધ છેતરપિંડીથી ટેક્સ રિફંડ જાહેર કરવાનો મામલો દાખલ કરવામાં આવ્યો છે.

મામલો દાખલ થયા બાદ EDએ CBI દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધાર પર ધન શોધન નિવારણ અધિનિયમ (PMLA) અંતર્ગત તપાસ શરૂ કરી હતી. આ મામલામાં મુખ્ય અભિયુક્ત તાનાજી મંડલ ઈન્કમ ટેક્સમાં કામ કરી રહ્યો હતો. ત્યારે તેની RSA ટોકન સુધી પહોંચ હતી અને તેની પાસે અધિકારીઓના લોગિન ક્રેડેન્શિયલ હતા.

એવો આરોપ છે કે, તાનાજી મંડલે આ લોગિન ક્રેડેન્શિયલ દ્વારા પોતાના બીજા સાથીઓની સાથે મળીને આ છેતરપિંડીને અંજામ આપ્યો હતો. ત્યારબાદ પૈસાને ભૂષણ અનંત પાટીલના બેંક અકાઉન્ટ સહિત ઘણા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે તાનાજી મંડલે આ લોગિન ક્રેડેન્શિયલ કે જેના દ્વારા પોતાના બીજા સાથીઓ સાથે મળીને આ છેતરપિંડીને અંજામ આપ્યો હતો. ત્યારબાદ પૈસાને ભૂષણ અનંત પાટીલના બેંક અકાઉન્ટ સહિત ઘણા અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. CBIએ આઈટી અધિનિયમ, 2000 અંતર્ગત મંડલ, પાટીલ, રાજેશ શાંતારામ શેટ્ટી અને અન્ય વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી.

PMLA અંતર્ગત તપાસમાં જાણવા મળ્યું છે કે, 15 નવેમ્બર, 1019 અને 4 નવેમ્બર, 2020ની વચ્ચે મંડલ દ્વારા 263.95 કરોડ રૂપિયાના 12 ખોટાં TDC રિફંડ જનરેટ કરવામાં આવ્યા છે, ત્યારબાદ ગેરકાયદેસરરીતે કાઢવામાં આવેલા આ પૈસાને પાટીલ અને અન્ય સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓના બેંક અકાઉન્ટ અને શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા.

ED એ ગત મહિને PMLA એક્ટ અંતર્ગત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સ્થિત 69.65 કરોડ રૂપિયાની 32 અચલ અને ચલ સંપત્તિને જપ્ત કરી હતી. આ સંપત્તિઓમાં ફ્લેટ, લક્ઝરી કારો અને જમીન સામેલ છે જે રાજેશ શેટ્ટી, સારિકા શેટ્ટી, ભૂષણ અનંત પાટીલ, કૃતિ વર્મા અને અન્ય લોકોના નામ પર છે. પૂર્વ ટેક્સ ઓફિસર અને એક્ટ્રેસ કૃતિ વર્મા પર આરોપ છે કે તેણે ગુરુગ્રામમાં એક પ્રોપર્ટી વેચી હતી. જેને તેણે આ જ પૈસાથી ખરીદી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp