- Entertainment
- ઇન્દિરા હી ઇન્ડિયા હૈ... કંગનાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ 'ઇમરજન્સી'નું ટીઝર રીલિઝ
ઇન્દિરા હી ઇન્ડિયા હૈ... કંગનાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ 'ઇમરજન્સી'નું ટીઝર રીલિઝ
કંગના રણૌતે ફિલ્મ ‘ઇમરજન્સી’માં ભારતની પહેલી મહિલા વડાપ્રધાન ઇંદિરા ગાંધીનો મહત્ત્વનો રોલ પ્લે કર્યો છે. તેણે આ ફિલ્મથી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું છે. ફિલ્મનું પહેલું ટીઝર જાહેર કરતા કંગનાએ તેની રીલિઝ અંગે પણ જણાવ્યું છે. ફિલ્મ આ વર્ષે 24 નવેમ્બરે રીલિઝ થશે. ‘ઇમરજન્સી’ના ટીઝરની શરૂઆતમાં દેશમાં આપાતકાલીનની નાટકીય ઝલક મળી રહી છે, જેમા જનતા અસ્થિર માહોલમાં ગલીઓ અને રસ્તાઓ પર સરકારના ઇમરજન્સીના નિર્ણયનો વિરોધ કરે છે. અખબારોની ખબરોની ઝલક દેખાય છે, જે દેશમાં ઇમરજન્સી લાગૂ થવાની સૂચના આપી રહ્યા છે. પછી, અનુપમ ખેર જેલના સળીયા પાછળ દેખાય છે જે વિપક્ષી પાર્ટીના લોકોની ધરપકડનું પ્રતીક છે.

અનુપમ ખેરે ફિલ્મમાં વિરોધી પક્ષના નેતા જયપ્રકાશ નારાયણનું કેરેક્ટર પ્લે કર્યું છે. તે ટીઝરમાં એવુ કહેતા સંભળાય છે કે, આ અમારું નહીં, આ દેશનું મોત છે. સરકાર વિરુદ્ધ આંદોલનકારીઓ પર સુરક્ષાદળ ગોળી ચલાવતું દેખાય છે. તેના પર અનુપમ ખેર કહે છે કે, આ તાનાશાહીને રોકવી પડશે. પછી ઇંદિરા ગાંધીના કેરેક્ટરમાં કંગના રણૌતનો અવાજ સંભળાય છે, મને આ દેશની રક્ષા કરવાથી કોઈ રોકી નહીં શકે કારણ કે, ઇંદિરા હી ઇન્ડિયા હૈ.
લોકો કંગના રણૌતના કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. નેટિજન્સ તેને ઇંદિરા ગાંધીના રોલમાં જોઇને ખૂબ જ રોમાંચિત થઈ રહ્યા છે, જેમાં માત્ર દેખાવમાં જ નહીં પરંતુ, તેનો અવાજ પણ પૂર્વ વડાપ્રધાનના અવાજને મેચ કરી રહ્યો છે. એક યુઝર કહે છે, રુંવાડા ઊભા થઈ ગયા. ફિલ્મ જોવા માટે રોમાંચિત છું.

36 વર્ષીય કંગના રણૌતે ટીઝરની સાથે કેપ્શનમાં લખ્યું છે, એક સંરક્ષક કે તાનાશાહ? આપણા ઇતિહાસના સૌથી કાળા સમયનો સાક્ષાત્કાર કરો, જ્યારે આપણા નેતાએ પોતાના લોકો વિરુદ્ધ જંગ છેડી દીધી હતી. જણાવી દઇએ કે, કંગના રણૌતે સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શેર કરીને જણાવ્યું હતું કે, તેણે ઇમરજન્સીને બનાવવા માટે પોતાની તમામ પ્રોપર્ટી ગિરવે મુકી દીધી હતી.
View this post on Instagram
આ ફિલ્મમાં કંગનાએ પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીનો રોલ પ્લે કર્યો છે. આ નવા ટીઝરમાં કંગનાનું કમાલનું ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. આ ફિલ્મમાં કંગના રણૌત ઉપરાંત શ્રેયસ તલપડે, અનુપમ ખેર, મહિમા ચૌધરી, મલિંદ સોમન, સતીશ કૌશિક જેવા મુખ્ય કલાકારો મહત્ત્વની ભૂમિકામાં દેખાશે.

