Video: 'રાંઝણા' બાદ ધનુષની નવી હિન્દી ફિલ્મ, બોલ્યો- કુંદન તો માની ગયો, શંકર..

સાઉથ સુપરસ્ટાર ધનુષ અને ડિરેક્ટર આનંદ એલ. રાય જ્યારે પણ સાથે આવે છે, હાહાકાર મચાવી દે છે. તો હવે તૈયાર થઈ જાઓ તેમના નવા પ્રોજેક્ટ માટે. સુપરહિટ ફિલ્મ ‘રાંઝણા’ના 10 વર્ષ થવા પર બંનેની સાથે ત્રીજી ફિલ્મ અનાઉન્સ થઈ છે. ફિલ્મનું નામ છે ‘તેરે ઈશ્ક મેં.’ જેના લીડ રોલમાં ધનુષ હશે. આનંદ એલ. રાય સાથે ફિલ્મ અનાઉન્સ કરતા ધનુષે લાંબી લચાક પોસ્ટ કરી છે. તેનું કહેવું છે કે, કેટલીક ફિલ્મો હંમેશાં માટે તમારી જિંદગી બદલી દે છે.

રાંઝણા એ ફિલ્મોમાંથી એક હતી. વાસ્તવમાં તેણે અમારી જિંદગી બદલી. રાંઝણાને ક્લાસિક હિટ બનાવવા માટે દરેકનો આભાર. હવે એક દશક બાદ રાંઝણાની દુનિયાથી અમે વધુ એક કહાની લઈને આવી રહ્યા છીએ, ‘તેરે ઈશ્ક મેં.’ મને ખબર નથી કે આ મારી જર્ની કેવી રહેશે, પરંતુ એટલી ખબર છે કે એડવેન્ચર્સ રહેશે. આપણાં બધા માટે. ફર્સ્ટ લુક ખૂબ ઇમ્પ્રેસિવ છે. તેમાં ધનુષનો ઇન્ટેલિજેન્સ લુક નજરે પડી રહ્યો છે. રફ એન્ડ ટફ લુકમાં ધનુષને જોઈને ફેન્સ પોતાનું દિલ હારી બેઠા છે.

‘રાંઝણાનો કુંદન હવે શંકર બની ચૂક્યો છે. રાત્રે અંધારી ગલીઓમાં ધનુષ ગુસ્સામાં ભાગી રહ્યો છે. તે કહે છે કે, તારા હાથની મહેંદી મારા પર જખમ બનીને ઊભરી રહી છે. તારા માથાની બિંદી મારા હાથોની લકિરો ખાઈ જાય છે. પોતાની માંગની સિંદુરથી શું દરેક વખત મારા શ્વાસ, મારા ધબકારાને ટોકશો. ગત વખત કુંદન હતો માની ગયો. તેના પર શંકરને કઈ રીતે રોકશો? વીડિયોના અંતમાં રાંઝણાનું ટાઇટલ ટ્રેક સંભળાય છે. જે વિચારવા મજબૂર કરી દેશે. આ વખત પ્રેમનો રંગ ઊંડો થવાનો છે અને હોબાળો પણ જોરદાર થશે. મૂવીમાં AR રહમાને મ્યૂઝિક આપ્યું છે.

ફેન્સ ફિલ્મનો ધમાકેદાર ફર્સ્ટ લુક જોયા બાદ તેની રીલિઝની રાહ જોઈ શકતા નથી. ફિલ્મ 2024માં રીલિઝ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્મમાં આઝાદીના સમયની કહાની દેખાડવામાં આવશે. ધનુષની આ ફિલ્મ પહેલી નજરમાં રિવેન્જ લવ ડ્રામા નજરે પડે છે. ધનુષ વર્કફ્રન્ટ પર ખૂબ બીઝી ચાલી રહ્યો છે. આજકાલ કેપ્ટન મિલરની શૂટિંગ કરી રહ્યો છે. તેની ગત હિન્દી ફિલ્મ રીલિઝ અતરંગી રે હતી. તેમાં તેના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp