નીતા અંબાણીની 50મા બર્થ ડેનો ખર્ચ જાણીને હોંશ ઉડી જશે, 32 ચાર્ટડ ફલાઇટ્સ...
એશિયાના સૌથી ધનિક અને દુનિયાના ધનપતિઓની યાદીમાં ટોપ-10માં સ્થાન ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબણાની પત્ની નીતા અંબાણીની 50મી વર્ષગાંઠની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ જન્મ દિવસની ઉજવણી પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો હતો તે જાણીને તમારા હોંશ ઉડી જશે. નીતા અંબાણીની ગરીમા જેટલી જ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તેની પાછળ 220 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નીતા અંબાણીની જન્મ તારીખ 1 નવેમ્બર છે.
લગ્નો અને ભવ્ય પાર્ટીઓ માટે રાજસ્થાનના શહેરો આગામી ટ્રેન્ડી ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યા છે. તમામ મોટી હસ્તીઓએ અહીં ડેસ્ટિનેશન વેડિંગ કરીને ચર્ચામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ વર્ષ 2013માં પોતાનો 50મો જન્મદિવસ અહીં ઉજવ્યો હતો. આ શાનદાર પાર્ટીમાં અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ફીલિયોનથેરાપીસ્ટ, એજ્યૂકેશનિસ્ટ અને બિઝનેશ વુમન તરીકે જાણીતા નીતા અંબાણીનો 50મો જન્મ દિવસ રોયલ રીતે ઉજવવામાં આવ્યોછે. જોધપુરના સૌથી મોંઘા ઉમેદ ભવન પેલેસમાં બે દિવસ સુધી નીતા અંબાણીની બર્થડેનું સેલિબ્રેશન થયું હતું.
નીતા અંબાણીનો 50મો જન્મ દિવસ 1 નવેમ્બર 2013ના દિવસે જોધપુરમાં મનાવવામાં આવ્યો હતો. જેમાં લગભગ 250થી વધારે દેશ-દુનિયાની નામાંકિત વ્યકિતઓ હાજર રહી હતી. આ બધા મહેમાનોને રિલાયન્સ ગ્રુપના 32 ચાર્ટડ પ્લેનમાં જોધપુરના રિસોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જેનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જ કરોડો રૂપિયામાં થયો હતો.
નીતા અંબાણીના જન્મ દિવસની ઉજવણી પાછળ 30 મિલિયન ડોલર એટલે કે લગભગ 220 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નીતા અંબાણીની બર્થડેની ઉજવણી 1 નવેમ્બરે ધનતેરસની પુજા સાથે થઇ હતી. જેમાં ભવ્ય રોશની કરવામાં આવી હતી. તેની સાથે આકાશમાં ધીરુભાઇ અંબાણીનો ચહેરો બનાવવા માટે લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીતા અંબાણીની પાર્ટીમાં પરિવારના બધા સભ્યો તો હાજર હતા, પરંતુ મોંઘેરા મહેમાનોની વાત કરીએ તો સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ, આનંદ મહિન્દ્રા, બિરલા, ગોદરેજ જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ ઉપરાંત બોલિવુડ સિતારાઓમાં શાહરૂખ ખાન, આમીર ખાન, રાની મુકરજી, કરિશ્મા કપુર હાજર રહ્યા હતો. તો સચીન તેંડુલકર અને મુંબઇ ઇન્ડિયન્સની આખી ટીમ આ બર્થડે માટે આમંત્રિત હતી.
બે દિવસ ચાલેલી પાર્ટીમાં પ્રિયંકા ચોપરા અને એઆર રહેમાનના પરફોર્મન્સ અને ઇશા અને નીતા અંબાણીએ પણ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. ધીરુભાઇ અંબાણી લાઇટ ઇફેક્ટસ માટે સિંગાપુરથી એક ખાસ ટીમને બોલાવવામાં આવી હતી. ઉપરાંત થાઇલેન્ડથી ફુલ મંગાવવામાં આવ્યા હતા. બધી ઉંમરના લોકો માટે મનોરંજન રાખવામાં આવ્યું હતું. બાળકો માટે ખાસ લંડનથી ફ્રેન્ડલી રાઇડ્સ મંગાવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp