‘પઠાણ’ના ડિરેક્ટરે ખોલ્યું રહસ્ય, ફિલ્મના સારા સીન હજુ બતાવ્યા જ નથી

PC: twitter.com

‘પઠાણ’નું ટ્રેલર રીલિઝ થયા બાદ તે ચર્ચામાં બનેલું છે. યશ રાજ ફિલ્મ્સનો શાનદાર એક્શન શો ‘પઠાણ’ આદિત્ય ચોપડાના મહત્વાકાંક્ષી સ્પાઇ યૂનિવર્સનો હિસ્સો છે અને તેમાં શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ છે. ફિલ્મના સૌથી શાનદાર પળોને જાહેર ન કર્યા બાદ પણ ટ્રેલરને મળી રહેલી શાનદાર પ્રતિક્રિયાથી નિર્દેશક સિદ્ધાર્થ આનંદ રોમાંચિત છે. તેમણે કહ્યું કે, ફિલ્મના શાનદાર પળોને હજુ સુધી શેર નથી કરવામાં આવ્યા અને તે તમને ફિલ્મમાં જ જોવા મળશે.

‘પઠાણ’ના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ કહે છે કે, પઠાણનું ટ્રેલર બનાવવું એક સારો પડકાર હતો કારણ કે, તેના ટીઝર અને બે ગીતો ‘બેશર્મ રંગ’ અને ‘ઝૂમે જો પઠાણ’એ ફિલ્મ વિશેની આશાઓને સાતમા આસમાને પહોંચાડી હતી. આપણા મગજમાં એ વાત એકદમ સાફ હતી કે, અમે એક એવું ટ્રેલર બનાવીશું જે ફક્ત એ ચર્ચાઓ અને પ્રચારને પ્રોત્સાહન આપશે જે ફિલ્મને હાલ મળી રહ્યા છે.

અમે ઘણી સાવધાનીથી અને રણનૈતિક રૂપે એક ટ્રેલર બનાવ્યું છે, જે ‘પઠાણ’ના અમુક પળોની ઝલક દર્શકોને બતાવે છે જેથી તેનો આનંદ લો, પણ તેમ છતાં એ ખાસ દૃષ્યો વિશે જરા પણ અંદાજો નથી લાગવા દેતા કે જે ‘પઠાણ’ને એક્શન ફિલ્મ બનાવે છે. મને ખુશી છે કે, ફિલ્મ વિશે ઘણું બધું જાહેર કર્યા વિના, અમે એક એવું ટ્રેલર બનાવ્યું કે, જેનાથી દરેકના વખાણ થયા છે.

સિદ્ધાર્થ આનંદ કહે છે કે, આ તો ફક્ત ટ્રેલર છે, એ વાતનો અનુભવ કરવા માટે, પઠાણને કયા બેઝ પર બનાવવામાં આવી છે, તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે. અમને આશા છે કે, અમે દુનિયાભરના ભારતીયોનું મનોરંજન કરીશું અને એ વાત પર ગર્વનો અનુભવ થશે કે, અમે એક એવી ફિલ્મ બનાવી છે કે, જે કોઇપણ આંતરરાષ્ટ્રીય એક્શન એન્ટરટેનરથી વિઝ્યુઅલ સ્પેક્ટેકલના મુદ્દે મુકાબલો કરી શકે છે. યશરાજ ફિલ્મ્સની રોમાંચથી ભરૂપર ફિલ્મ ‘પઠાણ’, 25મી જાન્યુઆરીના રોજ, હિંદી, તામિલ અને તેલુગુમાં રીલિઝ થશે.

 
 
 
View this post on Instagram

A post shared by @varindertchawla

ટ્રેલરના રીલિઝ બાદ દીપિકા પદુકોણ મુંબઇ એરપોર્ટ પર નજરે પડી હતી. જ્યાં પાપારાઝીએ એક્ટ્રેસના ઘણા ફોટોઝ લીધા હતા તો દીપિકાએ પણ ફિલ્મ‘પઠાણ’ને લઇને પાપારાઝીને એક સવાલ કર્યો હતો. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp