‘પઠાણ’ની કમાણી વિશ્વભરમાં 4 દિવસમાં 429 કરોડને પાર, શાહરૂખના જાદુની અસર

PC: timesnownews.com

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મની રીલિઝને 4 દિવસ થઇ ગયા છે, છતાં પણ ફિલ્મને લઇને લોકોમાં ક્રેઝ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યું, ચોથા દિવસે એટલે કે, શનિવારે પણ ફિલ્મે 55 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

‘પઠાણ’એ શનિવારે આશા કરતા વધારેની કમાણી કરી છે, જ્યાં ટ્રેડ એનાલિસ્ટો અનુમાન લગાવી રહ્યાં હતાં કે, શનિવારે ફિલ્મ 45 કરોડ રૂપિયા સુધીની કમાણી કરશે, પણ ફિલ્મે 55 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. લોકોની ઉપર એ રીતે દિવાનગી છે કે, કેટલાક લોકો તેને જોવા માટે એક નહીં, બે નહીં પણ ચાર શોનું બુકિંગ કરાવી રહ્યા છે.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કરીને ‘પઠાણ’નો આંકડો શેર કરતા કહ્યું છે કે, 4 દિવસમાં 275 કરોડ રૂપિયાની કમાણી કરીને ‘પઠાણ’ KGF 2 અને બાહુબલી 2નો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. જ્યારે ફિલ્મે આખા વિશ્વમાં 400 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી લીધી છે.

રીલિઝના પહેલા દિવસે ભારતમાં ‘પઠાણ’એ લગભગ 57 કરોડ રૂપિયાનું બંપર ઓપનિંગ કર્યું હતું અને 26મી જાન્યુઆરીના રોજ 73 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જ્યારે, ત્રીજા દિવસે ફિલ્મે 38 કરોડ રૂપિયાની કમાણી કરી છે. શુક્રવારના રોજ વર્કિંગ ડે હોવાના કારણે ફિલ્મની કમાણી પર થોડી અસર પડી, પણ પછી શનિવારે વીકેન્ડનો ફાયદો મળ્યો અને ‘પઠાણ’ની આંધી ચાલુ રહી અને ફિલ્મે 55 કરોડ રૂપિયાની કમાણી કરી.

‘પઠાણ’એ આખા વિશ્વમાં વીકેન્ડમાં 313 કરોડ રૂપિયાની કમાણી કરીને હિંદી સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટું ઓપનિંગ વિકેન્ડ નોંધાવ્યું છે. યશ રાજ ફિલ્મ્સના CEO અક્ષય વિધાણીએ કહ્યું કે, આ અવિશ્વસનીય છે કે, રીલિઝના પહેલા 3 દિવસોમાં ફિલ્મના કલેક્શનને જોતા ‘પઠાણ’એ ભારત અને વિદેશોમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપનિંગ નોંધાવ્યું છે, જેને કોઇપણ ફિલ્મ માટે ઓપનિંગ વિકેન્ડ કહેવાય છે. ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન જોતા લાગી રહ્યું છે કે, આ ફિલ્મને રવિવારના દિવસે પણ સારું કલેક્શન મળી શકે છે. રજાનો દિવસ હોવાથી ફિલ્મને વધારે ફાયદો મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp