ડ્રગ્સ કેસમાં પકડાયેલો એઝાઝ ખાન 2 વર્ષે જેલમાંથી બહાર આવ્યો

PC: etvbharat.com

બિગ બોસ 7નો પૂર્વ સ્પર્ધક અને અભિનેતા એજાઝ ખાન આખરે જેલમાંથી મુક્ત થયો છે. શુક્રવારે એજાઝ મુંબઈની આર્થર રોડ જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો. તેના પરિવારના સભ્યો જેલ પરિસરની બહાર તેની રાહ જોતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેલમાંથી બહાર આવતાની સાથે જ એજાઝે પરિવારના સભ્યોને મોટી સ્માઈલ આપી અને ત્યાં હાજર મીડિયાને પોઝ પણ આપ્યા.

વીડિયોની શરૂઆત એજાઝના પરિવારના સભ્યો તેની રાહ જોઈ રહેલા એક ઝલકથી થાય છે. એજાઝ બહાર આવતાની સાથે જ જોર જોરથી તેનું સ્વાગત કરવામાં આવે છે. તે તેના મિત્રો અને પરિવારના સભ્યોને ગળે લગાવે છે. તેને જોઈને તેની પત્ની આયેશા ખાન પણ ભાવુક જોવા મળી હતી. એજાઝે તેના પુત્રને પણ ગળે લગાવ્યો, જે તેની રાહ જોઈ રહેલા લોકોની વચ્ચે હતો.

વર્ષ 2021માં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એજાઝ ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. કથિત ડ્રગ સપ્લાયર ફારૂક શેખ ઉર્ફે બટાટાના પુત્ર શાદાબ શેખ ઉર્ફે શાદાબ બટાટાની પૂછપરછ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું. શાદાબ પણ ડ્રગ્સ પેડલર છે. ભૂતપૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ તે સમયે મીડિયાને કહ્યું હતું કે, 'પૂછપરછ દરમિયાન એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું અને અમને તેની સામે કેટલાક ગુનાહિત પુરાવા મળ્યા છે.'

એજાઝની ધરપકડ બાદ અભિનેતાએ દાવો કર્યો હતો કે, તેની પાસે ઊંઘની કેટલીક ગોળીઓ છે. સુનાવણી બાદ કોર્ટમાંથી બહાર નીકળતી વખતે પણ તેણે મીડિયા સામે પોતાનો પક્ષ મુક્યો હતો. એજાઝની અલ્પ્રાઝોલમની 31 ગોળીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી, NCBના જણાવ્યા અનુસાર તેનું કુલ વજન 4.5 ગ્રામ જેટલું હતું.

બે વર્ષ જેલમાં વિતાવ્યા બાદ એજાઝને આ કેસમાં જામીન મળી ગયા હતા. એજાઝના જામીન પર પ્રતિક્રિયા આપતા, તેની પત્નીએ મીડિયાના સૂત્રોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આ અમારા માટે ખુશીની ક્ષણ છે અને અમે તેને અમારી સાથે ઘરે આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. અમે તેને વર્ષોથી ખૂબ જ યાદ કર્યા છે.'

 
 
 
View this post on Instagram

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

એજાઝ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે એજાઝ જેલમાંથી બહાર આવતો દેખાય છે, ત્યારે તેનો આખો પરિવાર તેને ખુશી અને ભીની આંખોથી આવકારે છે. જોકે આ દરમિયાન એજાઝના ચહેરા પર સ્મિત હતું. જેલમાં રહીને એજાઝનો લુક ઘણો બદલાઈ ગયો છે. તેના વાળ હવે ઘણા લાંબા થઈ ગયા છે અને તેણે દાઢી પણ મોટી રાખી છે. એજાઝ જેલમાંથી બહાર આવ્યો અને એક પછી એક તેના પરિવારને ગળે લગાવ્યો. જેલની બહાર એજાઝનું સ્વાગત કરવા માટે તેની પત્ની, માતા-પિતા સહિત સમગ્ર પરિવાર હાજર હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp