'કાશ્મીર ફાઇલ્સ'ને ન મળ્યો એવોર્ડ, અનુપમ કહે-સસ્તા લોકો પાસે સન્માનની આશા ન રાખો

68મો ફિલ્મફેર એવોર્ડ 27 એપ્રિલની સાંજે યોજાયો હતો. જેમાં આલિયા ભટ્ટ અને દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ' અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ 'બધાઈ દો'એ મોટી જીત મેળવી હતી. આ એવોર્ડ શોમાં અનુપમ ખેરની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' 7 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. તેના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીને બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. પરંતુ આ ફિલ્મ કોઈ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી. હવે અભિનેતા અનુપમ ખેરે એક વિચિત્ર પોસ્ટ શેર કરી છે.

ફિલ્મફેર નોમિનેશનની યાદી બહાર આવ્યા પછી, દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ એક પણ એવોર્ડ લેશે નહીં. તે આ અનૈતિક અને ભ્રષ્ટ પુરસ્કાર સાથે પોતાને જોડવા માંગતો નથી. હવે જ્યારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને એક પણ એવોર્ડ ન મળ્યો ત્યારે અનુપમ ખેરે એક મોટી વાત કહી છે. તેણે ટ્વિટર પર એક અજીબ પોસ્ટ શેર કરી છે. અનુપમે લખ્યું, 'સન્માન એક મોંઘી ભેટ છે. સસ્તા લોકો પાસેથી આની અપેક્ષા ન રાખો.'

એવું માનવામાં આવે છે કે, અનુપમ ખેરનો સંદર્ભ ફિલ્મફેર એવોર્ડ તરફ છે. તેના ટ્વીટ પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઘણા કહે છે કે, તેમની વાત એકદમ સાચી છે. તો ઘણા એવા છે જેઓ તેની ફિલ્મને ખરાબ કહી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'તમે એવોર્ડથી ઉપર છો. કાશ્મીર ફાઇલ્સમાં તમારી એક્ટિંગને ઓસ્કાર મળવો જોઈએ. ફિલ્મફેર 'ઝુબાન કેસરી' ધરાવતા લોકો માટે છે.' બીજાએ લખ્યું, 'ફિલ્મફેર એક મૂલ્યવાન પુરસ્કાર છે, કોઈ ખરાબ ફિલ્મથી તેને જીતવાની આશા ન રાખો.'

અનુપમ ખેર પહેલા વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મફેર વિશે વાત કરી હતી. તેની ફિલ્મને નોમિનેશન મળ્યા બાદ તેણે સીધો જ એવોર્ડ શો માટે ના કહી દીધી છે. તેણે પોતાના લાંબા નિવેદનમાં એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કરવાનું કારણ પણ આપ્યું છે. વિવેકે લખ્યું, 'મને મીડિયાથી ખબર પડી છે કે કાશ્મીર ફાઇલને 7 કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે. પરંતુ હું નમ્રતાપૂર્વક આ અનૈતિક અને સિનેમા વિરોધી પુરસ્કારોનો અસ્વીકાર કરું છું. આનું કારણ પણ કહું છું.'

તેણે આગળ લખ્યું, 'ફિલ્મફેર મુજબ, સ્ટાર્સ સિવાય, બીજા કોઈનો કોઈ ચહેરો નથી. ત્યાં કોઈ છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી. સંજય લીલા ભણસાલી અને સૂરજ બડજાત્યા જેવા મુખ્ય દિગ્દર્શકોનો ફિલ્મફેરની અનૈતિક દુનિયામાં કોઈ ચહેરો નથી. ભણસાલીની ઓળખ આલિયા ભટ્ટ સાથે થાય છે, સૂરજની શ્રી અમિતાભ સાથે અને અનીસ બઝમીની કાર્તિક આર્યન સાથે છે. એવું નથી કે ફિલ્મફેર પુરસ્કારથી ફિલ્મમેકરનું સન્માન વધે છે, પરંતુ આ શરમજનક સિસ્ટમનો અંત આવવો જોઈએ.'

'એટલે જ હું બોલિવૂડના આ ભ્રષ્ટ, અનૈતિક અને ચાપલુસી ભરેલા એવોર્ડને નકારી કાઢું છું. હું આવો કોઈ એવોર્ડ નહીં લઉં. હું એવા ભ્રષ્ટ અને જબરજસ્તીથી દબાણ બનાવવાવાળી આ સિસ્ટમનો એક ભાગ બનવાનો ઇન્કાર કરું છું, જે લેખકો, દિગ્દર્શકો, બીજા HOD અને ક્રૂ સભ્યોને સીતારાઓથી નાના અને તેમના ગુલામો ગણતા હોય છે. જેઓ જીતશે તેમને મારા તરફથી અભિનંદન. સારી વાત એ છે કે હું એકલો નથી. ધીમે ધીમે એક સમાંતર હિન્દી ફિલ્મ ઉદ્યોગ ઉભરી રહ્યો છે. ત્યાં સુધી... 'સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કી એ સૂરત બદલની ચાહીએ, મેરે સિને મેં નહીં તો તેરે સિને મેં સહી, હો કહી ભી આગ, લેકિન આગ જલની ચાહીએ- દુષ્યંત કુમાર.'

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વાત કરીએ તો, આ ફિલ્મ માર્ચ 2022માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે 250 કરોડનું બોક્સ ઓફિસ પર કલેક્શન કર્યું હતું. વિવેકે તેની ફિલ્મ ઓસ્કર 2023ની રેસમાં પણ મોકલી હતી. પરંતુ તે નોમિનેશન મેળવવામાં નિષ્ફળ રહી હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર સાથે મિથુન ચક્રવર્તી, મૃણાલ સેન, પલ્લવી જોશી અને દર્શન કુમારે કામ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.