'ધ કેરળ સ્ટોરી'ની અભિનેત્રી અદા ગર્ભવતી છે? VIDEOમાં બેબી બમ્પ જોઈને ફેન્સ...

આ દિવસોમાં ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' બોક્સ ઓફિસ પર દબદબો જમાવી રહી છે. આ ફિલ્મ 5મી મેના રોજ રિલીઝ થઈ હતી અને ત્યારથી તે સતત કમાણી કરી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં જ 300 કરોડનો આંકડો સ્પર્શે તેવી આશા છે. જ્યારે, ફિલ્મની અભિનેત્રી અદા શર્માએ એક ચોંકાવનારો વીડિયો શેર કરીને હંગામો મચાવ્યો છે. આ વીડિયોમાં અદા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
હકીકતમાં, અદા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે બ્લેક સલવાર સૂટ પહેર્યો છે, જેની ઉપર ગુલાબી કલરનું જેકેટ છે. તે જમીન પર બેઠી છે અને તેની સામે એક કૂતરો ઉભો છે. તે કૂતરાને પોતાનો બેબી બમ્પ બતાવી રહી છે. અદા નો આ વીડિયો જોઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
જો તમે પણ આ વીડિયો જોઈને વિચારી રહ્યા છો કે અદા પ્રેગ્નેન્ટ છે તો તમે પણ અદા ની શરારતનો શિકાર બની ગયા છો. કારણ કે સત્ય કંઈક અલગ જ છે. અદાએ વિડિયોને કેપ્શનમાં લખ્યું છે કે, "#TheKeralaStoryમાં તે દ્રશ્ય યાદ છે? જ્યારે ઈશાક મને મારવા માટે પથ્થર ઉપાડે છે? આ કૂતરો આખું દ્રશ્ય જોઈ રહ્યો હતો અને તે દ્રશ્ય પછી તેણે આવીને મને તપાસી. સ્ક્રીન પર ( ગર્ભવતી હોવાથી, ભયંકર જગ્યાએ અટવાઈ ગઈ હતી. મોબાઇલ ફોન વિના) અને સ્ક્રીનની બહાર (દુખાવો થઇ રહ્યો હતો, માથાનો દુખાવો હતો અને ગર્ભવતીવાળું પ્રોસ્થેટિક પેટ એટલું ભારે હતું કે, ચાલી ચાલીને પગ થાકી ગયા હતા) અને તે મારી પાસે આવ્યો અને મને સાંભળી અને હું તેણે ભેટી પડી. વિવિધ પ્રજાતિઓ પણ કેવી રીતે ઉમેરી શકે છે. જો તમે મારા ફીડ પર તમે સ્ક્રોલ કરો છો તો તમે મારા એ ફોટાઓ જોશો જે કે જેમાં એક કૂતરાને હાથીનો વિડિયો બતાવવામાં આવે છે.'
કઈ પણ કહો તમે, પણ આ વીડિયોને પહેલી નજરમાં જોઈને અદાના ફોલોઅર્સને મોટો આંચકો તો જરૂર લાગ્યો હતો. અદાના જૂના વિડિયોમાં એ પણ જોવા મળે છે કે તે એક સારી પ્રાણીપ્રેમી છે.
ધ કેરળ સ્ટોરી ફિલ્મની તુલના સતત ધ કાશ્મીર ફાઇલ્સ સાથે કરવામાં આવી રહી છે. પરંતુ, ડેટા મુજબ, અદા શર્માની ફિલ્મ હજી પણ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી પાછળ છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ 12 દિવસમાં દેશમાં લગભગ 179.85 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે કેરળ સ્ટોરી માત્ર 150 કરોડની કમાણી કરી શકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp