'ધ કેરળ સ્ટોરી'એ રવિવારે 23 કરોડની કમાણી કરી, 10 દિવસની કમાણી જાણી ચોંકી જશો

PC: livemint.com

'ધ કેરળ સ્ટોરી' ફિલ્મે રીલિઝ થવાના દસમા દિવસે જ 23.75 કરોડનું કલેક્શન કર્યું છે. આ રીતે ફિલ્મનું કુલ કલેક્શન 136.74 કરોડ રૂપિયા રહી ગયું છે. 'ધ કેરળ સ્ટોરી', પઠાન પછી 2023ની બીજા નંબરની સૌથી મોટી ફિલ્મ બનવા જઇ રહી છે. તેની આગળ હાલ રણબીર કપુરની તુ જુઠી મેં મક્કાર છે. 'ધ કેરળ સ્ટોરી'એ કાલે 14મી મેના રોજ સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનના કલેક્શનનો પાછળ છોડી દીધું છે.

લગભગ 30થી 35 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મના આંકડા ચોંકાવનારા છે. ધીમે ધીમે કરીને તેણે વર્ષની દરેક મેગાબજેટ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. મોટી સ્ટારકાસ્ટ અને મોટા બજેટની ફિલ્મોને આટલી સરળતાથી પછાડી દેવું 'ધ કેરળ સ્ટોરી'ની ઉપલબ્ધિને દર્શાવે છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું કે, ફિલ્મે એક દિવસમાં 23.75 કરોડ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે. રીલિઝ પછી આ પહેલો મોકો છે, કે જ્યારે, ફિલ્મે એક દિવસમાં જ આટલી મોટી કમાણી કરી છે. પહેલા સપ્તાહમાં ફિલ્મની કુલ કમાણી 81.14 કરોડ રૂપિયા થઇ ગઇ હતી.

બીજા સપ્તાહની શરૂઆતમાં જ ત્રણ દિવસની વાત કરીએ તો ફિલ્મે 55.60 કરોડ રૂપિયાનું બોક્સઓફિસ કલેક્શન કર્યું હતું. આ હિસાબે આ સપ્તાહ 'ધ કેરળ સ્ટોરી' માટે વધારે મોટું થવા જઇ રહ્યું છે.

આજે એટલે કે, સોમવારે ફિલ્મ રણબીર કપૂરની તુ જુઠી મેં મક્કારને પાછળ છોડીને બીજી સૌથી મોટી ફિલ્મ બની જશે. આ વર્ષે ફક્ત ચાર જ હિંદી ફિલ્મો છે, જેણે 100 કરોડ રૂપિયાથી વધારેનું કલેક્શન કર્યું છે. શાહરૂખ ખાનની પઠાને તો ઇતિહાસ રચતા 500 કરોડ રૂપિયાથી વધારેનું કલેક્શન કર્યું છે. સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાન 109.29 કરોડ રૂપિયાની સાથે ચોથા નંબર પર છે.

સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાન 180 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી. આ ફિલ્મ જ્યાં 5 હજાર સ્ક્રીન્સ પર રીલિઝ થઇ હતી. જ્યારે કેરળ સ્ટોરી ફક્ત 1300 સ્ક્રીન્સ પર જ રીલિઝ થઇ હતી. તેમ છતાં ફિલ્મના આંકડા સલમાનની મેગાબજેટ ફિલ્મથી સારા છે.

ફિલ્મની બ્લોકબસ્ટર કમાણી પર તેની લીડ એક્ટ્રેસ અદા શર્માનું રીએક્શન આવ્યું છે. તેણે ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે, અમારી ઇમાનદારીની મઝાક બનાવાઇ. અમને ધમકી આપવામાં આવી, ફિલ્મના ટીઝરને રીલિઝ થતા જ બેન કરી દેવામાં આવ્યું હતું. અમારા વિરૂદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું. પણ તમે તેને ફીમેલ લીડ વાળી સૌથી મોટી ફિલ્મ બનાવી દીધી. આ જીત દર્શકોની છે. હવે અમારી ફિલ્મ ઓવરસીઝમાં પણ રીલિઝ થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp