26th January selfie contest

‘ધ કેરળ સ્ટોરી’ની રીલિઝ પર રોક લગાવવાનો HCએ કર્યો ઇનકાર, ટીઝર હટાવવામાં આવશે

PC: jansatta.com

સુદીપ્તો સેનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ ચર્ચામાં છે. ફિલ્મનું ટીઝર આવ્યા બાદ જ તેના પર વિવાદ શરૂ થઈ ગયો હતો. હવે ફિલ્મના પ્રોડ્યુસર વિપુલ શાહે કેરળ હાઇકોર્ટને કહ્યું છે કે, તેઓ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પરથી હટાવી દેશે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, સાઉથની 32 હજાર મહિલાઓનું ધર્માંતરણ કરીને તેમને ઈસ્લામિક સ્ટેટ (ISIS)માં ભરતી કરાવવામાં આવી હતી. વિવાદ બાદ ફિલ્મના ટ્રેલરથી મહિલાઓની સંખ્યા પહેલા જ હટાવવામાં આવી ચૂકી છે.

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ વિવાદોમાં છે. ફિલ્મની રીલિઝ પર રોકને લઈને ઘણી જગ્યા પર માગ ઉઠી રહી છે. કેરળના ઘણા જિલ્લામાં ફિલ્મની સ્ક્રિનિંગ પર પણ રોક લાગી છે. ફિલમની રીલિઝ પર રોક લગાવવા માટે કેરળ હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે અરજીમાં કરવામાં આવેલી માગ નકારી દીધી છે. હાઇ કોર્ટનું કહેવું છે કે, ફિલ્મ પર રોક નહીં લગાવી શકાય, કેમ કે તેની સાથે માત્ર એટલું લખ્યું છે કે આ સાચી ઘટનાઓથી પ્રેરિત છે. જસ્ટિસ એન. નાગરેશ અને જસ્ટિસ સોફી થોમસની ડિવિઝન બેન્ચે કહ્યું કે, ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશન તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે.

બેન્ચે સુનાવણી અગાઉ ફિલ્મનું ટ્રેલર પણ જોયું અને કહ્યું કે, તેમ કોઈ ખાસ કમ્યુનિટી માટે કંઈ પણ ઓફેનસીવ નથી. બેન્ચે એ વાતને પણ હાઇલાઇટ કરી કે અરજી કરનારાઓમાંથી કોઈએ પણ ફિલ્મ જોઈ નહોતી. સાથે જ પ્રોડ્યુસરે એ પણ ડિક્લેમર આપ્યું કે આ ફિલ્મ કાલ્પનિક વર્ઝન છે. લાઈવ લૉના રિપોર્ટ મુજબ, જસ્ટિસ નાગરેશે કહ્યું કે, ફ્રીડમ ઓફ સ્પીચ નામની પણ કોઈ વસ્તુ હોય છે. તેમની કેટલીક આર્ટિસ્ટિક કેટલીક ફ્રીડમ હોય છે, આપણે તેને પણ બેલેન્સ કરવાની હોય છે.

ઉલ્લેખનીય છે કે, ‘ધ કેરળ સ્ટોરી’ આખા દેશમાં આજે રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મમાં એ છોકરીઓની કહાની છે જે નર્સ બનવા માગતી હતી, પરંતુ ISISની આતંકી બની ગઈ. આ ફિલ્મને લઈને વિવાદ પણ થઈ રહ્યો છે. કેટલાક લોકો ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની પણ માગ કરી રહ્યા છે. તેના માટે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તેની સુનાવણી કરવાની ના પાડી દીધી હતી. કોર્ટે અરજીકર્તાઓને હાઇકોર્ટ જવા કહ્યું હતું. ત્યારબાદ હાઇકોર્ટમાં 5 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. એક અરજી ઇન્ડિયન મુસ્લિમ યુનિયન મુસ્લિમ લીગ દ્વારા પણ દાખલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp