
ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ પર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મને લઇને દરરોજ નવા-નવા વિવાદ સામે આવી રહ્યા છે. મધ્ય પ્રદેશ બાદ તેને યુપીમાં ટેક્સ ફ્રી કરવામાં આવી ચુકી છે. તેમજ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સરકારે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે તામિલનાડુમાં પણ ફિલ્મને થિયેટર્સમાં બેન કરી દેવામાં આવી છે. હવે NCP નેતા અને પૂર્વ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે આ ફિલ્મને લઇને વિવાદિત નિવેદન આપ્યું છે. NCP નેતાએ કહ્યું કે, ‘ધ કેરળ સ્ટોરી’ના નામથી એક રાજ્ય અને તેની મહિલાઓને બદનામ કરવામાં આવી. 32 હજારનો ખોટો આંકડો આપવામાં આવ્યો. આ કાલ્પનિક ફિલ્મને બનાવનારાને સાર્વજનિક રૂપથી ફાંસી આપવામાં આવવી જોઈએ.
NCP નેતાએ કહ્યું કે, કેરળના નામ પર રીલિઝ થયેલી ફિલ્મ જુઠાણાની પરાકાષ્ઠા છે. કેરળમાં હકીકત કંઈક અલગ જ છે. વિદેશોમાંથી ભારતમાં જે પૈસા આવે છે, તેના 36 ટકા કેરળના લોકો મોકલે છે. કેરળના લોકોએ વિદેશોમાંથી ગત વર્ષે 2.36 લાખ કરોડ રૂપિયા મોકલ્યા હતા. કેરળનો સાક્ષરતા દર 96 ટકા છે, જ્યારે ભારતમાં 76 ટકા છે. કેરળમાં ગરીબી રેખાથી નીચે રહેનારા લોકો 0.76 ટકા છે, જ્યારે તે દેશમાં 22 ટકા છે. કેરળમાં શિશુ મૃત્યુ દર 6 ટકા છે. જ્યારે, આસામમાં 42 ટકા અને ઉત્તર પ્રદેશમાં 46 ટકા છે. કેરળની પ્રતિ વ્યક્તિ આવક ભારતની સરખામણીમાં સાત ટકા વધુ છે.
તેમણે આગળ કહ્યું, ફિલ્મમાં 32 હજાર મહિલાઓની સ્ટોરી વિશે ફિલ્મના નિર્માતાનું પોતે એવુ કહેવુ છે કે, સ્ટોરી માત્ર 3 મહિલાઓની જ છે. ફિલ્મને ચલાવવા માટે 32 હજાર મહિલાઓની સ્ટોરીનો દાવો કરવામાં આવ્યો હતો. શું તમે પોતાની મહિલા બહેનોને બદનામ કરવા માંગો છો?
‘ધ કેરળ સ્ટોરી’ ફિલ્મમાં એવુ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, અમારી મહિલા બહેનો મૂર્ખ છે અને તેમને કોઈ જ જાણકારી નથી. પુરુષ પ્રધાન સંસ્કૃતિમાં મહિલાઓને તેમના કરતા ઓછી આંકવામાં આવી છે. આ છે કેરળ પર આધારિત ફિલ્મનું અસલી સત્ય. આવી ફિલ્મો જુઠાણાના આધાર પર હિંસા, નફરત પેદા કરવા અને તેના જ દમ પર ચૂંટણી જીતવા માટે બનાવવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp