આ દેશમાં ધ કેરળ સ્ટોરીની સ્ક્રીનિંગ પર સંકટ,ISISની થિયેટરને ઉડાવવાની ધમકી

PC: livemint.com

‘ધ કેરળ સ્ટોરી’ હાલના દિવસોમાં એક એવી ફિલ્મ બની ચૂકી છે જે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની જેમ યાદ રાખવામાં આવશે. અદા શર્મા અભિનીત અને સુદીપ્તો ગુપ્તા દ્વારા ડિરેક્ટ થયેલી ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને દરેકના પોતાના વિચાર છે. કોઈ તેને પ્રોપગેન્ડા કહી રહ્યું છે કે જે ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે, તો કોઇ હકીકત કહે છે. લોકોને આ ફિલ્મ ખૂબબ પસંદ આવી છે અને તેના માટે મેકર્સની ખૂબ વાહવાહી પણ થઈ છે, પરંતુ હવે મોરીશસથી ‘ધ કેરળ સ્ટોરી’ને લઈને એક એવા સમાચાર સામે આવ્યા છે જે ચિંતાનો વિષય છે.

વિપુલ અમૃતલાલ શાહની હાલમાં જ રીલિઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને દુનિયામાં ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે અને દર્શકોના દિલ પણ જીત્યા છે. હાલમાં જ મોરીશસમાં ફિલ્મની સ્ક્રિનિંગને લઈને એક એવી ઘટના થઈ જેણે બધાને હચમચાવી દીધા છે. મોરીશસના એક થિયેટર ફ્રેન્ચાઇઝીએ વિપુલ અમૃતલાલ શાહને એક ચિઠ્ઠી મોકલી છે જેમાં કંઈક એવું લખ્યું છે જે લોકોને ડરાવી શકે છે. આ ચિઠ્ઠી થિયેટર ફ્રેન્ચાઇઝીને આતંકવાદી સંગઠન ISIS સમર્થકોએ મોકલી છે.

આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, ‘સર/મેડમ, ધ મેકિંગ (થિયેટરનું નામ) કાલે ખતમ થઈ જશે કેમ કે અમે તમારા આ થિયેટરમાં બોમ્બ લગાવવા જઈ રહ્યા છીએ. તમે સિનેમા જોવા માગો છો, કાલે તમને ખૂબ શાનદાર સિનેમા જોવા મળશે. મારા શબ્દો પર ધ્યાન આપો. શુક્રવારના દિવસે ‘ધ કેરળ સ્ટોરી’ માટે અમે મેકિંમ બોમ્બ લગાવી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, ‘ધ કેરળ સ્ટોરી’એ પહેલા દિવસથી દર્શકોને ખુરશીની પેટી સાથે બાંધી રાખ્યા છે. આ ફિલ્મ દર્શકોના દિલો પર છાપ છોડી ચૂકી છે.

‘ધ કેરળ સ્ટોરી’ બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કરી રહી છે. અદા શર્મા અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડ કરતા વધુનું કલેક્શન કરી લીધું છે. દેશ સિવાય ફિલ્મ વિદેશોમાં પણ પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મની કહાની કેરળની 4 છોકરીઓના ધર્માંતરણ પર આધારિત છે, જેના કારણે ઘણા લોકો તેને રીલિઝ કરવાના વિરોધમાં હતા, પરંતુ અંતે ફિલ્મ સિનેમાઘરો સુધી પહોંચી ગઈ છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઇડનાની અને સોનિયા બલાની તેમજ અન્ય લોકો સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp