કેરળ સ્ટોરી આ ભાજપશાસિત રાજ્યમાં ટેક્સ ફ્રી નહીં રહેશે, સરકારે લીધો નિર્ણય

PC: onmanorama.com

મઘ્ય પ્રદેશ સરકારે The Kerala Story પર ફરીથી ટેક્સ લગાવી દીધો છે. આ ફિલ્મનું ટેક્સ ફ્રી સ્ટેટસ પાછું ખેંચી લીધું છે. 6ઠ્ઠી મેના રોજ રાજ્ય સરકારે વાણિજ્યિક કર વિભાગે આદેશ જારી કરીને ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી હતી. હવે 10મી મેના રોજ એક નવો આદેશ જારી કર્યો છે, જેમાં જૂના આદેશને નિરસ્ત કરી દેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, નવા આદેશને વાણિજ્યિક કર વિભાગમાં ઉપ સચિવ આરપી શ્રીવાસ્તવે જારી કર્યો છે. તેમાં કહેવાયું છે કે, ફિલ્મને ટેક્સ ફ્રી કરવાના 6ઠ્ઠી મેના આદેશને રાજ્ય શાસન 10મી મે, 2023ના રોજ નિરસ્ત કરે છે. જોકે, નિર્ણય પાછો ખેંચવા પાછળનું કારણ હજુ સુધી ખબર નથી પડી. પણ સૂત્રો અનુસાર, આ નિર્ણય પાછળનું કારણ ફિલ્મને મળેલું એ સર્ટિફિકેટ છે. જેના કારણે તેને ટેક્સમાં છૂટ ન મળી શકે.

6ઠ્ઠી મેના રોજ મધ્ય પ્રદેશમાં The Kerala Story ફિલ્મને ટેક્સ ફ્રી કર્યા પછી રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ફિલ્મ જેહાદ, ધર્માંતરણ અને આતંકવાદના ગંદા ષડ્યંત્રને ઉજાગર કરે છે. તેમના અનુસાર ભાવુકતામાં જે દિકરીઓ લવ જેહાદની જાળમાં ફસાય છે, તેમની સાથએ કેવું વર્તન થાય છે અને અંતતઃ તેમનું જીવન કઇ રીતે બરબાદ થાય છે, એ સત્યને આ ફિલ્મ ઉજાગર કરે છે.

મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં પહેલા જ અમે ધર્માંતરણ વિરૂદ્ધ કાયદો બનાવી રાખ્યો છે. આ ફિલ્મ જાગરૂકતા પૈદા કરે છે, તેથી મારી અપીલ છે કે, દરેક લોકોએ આ ફિલ્મ જોવી જોઇએ. અભિભાવક પણ જુએ. દિકરીઓ પણ જુએ, તેથી અમે આ ફિલ્મને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દીધી છે.

ફિલ્મને લઇને ઉભા થઇ રહેલા વિવાદ પર મુખ્યમંત્રી શિવરાજ સિંહે કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે, કોંગ્રેસના વિચારો હંમેશા વિચાર સરણી રહી છે કે, આતંકવાદીઓ મહિમામંડન કરો અને ખોટા કામને સપોર્ટ કરો. તુષ્ટીકરણ કરો. અમે કોઇના વિરૂદ્ધ નથી, પણ જો ખોટું થઇ રહ્યું હોય તો સત્ય સામે આવવું જ જોઇએ.

The Kerala Story ફિલ્મને લઇને રાજકારણ પણ ગરમાઇ રહ્યું છે. અમુક રાજ્યોમાં તેને બેન કરવામાં આવી રહી છે તો અમુક રાજ્યમાં ટેક્સ ફ્રી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે, 8મી મેના રોજ કહ્યું કે, નફરત અને હિંસાની કોઇપણ ઘટનાથી બચવા માટે રાજ્યમાં The Kerala Storyના પ્રદર્શન પર તત્કાલ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. તેની સાથે જ પશ્ચિમ બંગાળ ફિલ્મ પર પ્રતિબંધ લગાવનારા રાજ્ય બની ગયા છે. બીજી બાજુ બંગાળમાં બેનના આગલા દિવસે ઉત્તર પ્રદેશમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે ટ્વીટ કરીને ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની વાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp