ઓસ્કારની રેસમાં સામેલ થઈ ચૂકેલી ભારતીય ફિલ્મોની લિસ્ટ થઈ જાહેર, RRR બીજા નંબરે

PC: collider.com

થોડા જ દિવસ બાદ 95મા અકાદમી પુરસ્કારોનું આયોજન થવાનું છે. તેના આખી દુનિયામાંથી સિલેક્ટ કરવામાં આવેલી ફિલ્મોને એવોર્ડ આપવામાં આવશે. આ દરમિયાન IMDBએ કેટલીક ટોપ રેટેડ ફિલ્મોની એક લિસ્ટ શેર કરી છે જે ઓસ્કાર એવોર્ડ્સની વિભિન્ન શ્રેણીઓમાં નામિત થઈ ચૂકી છે. વર્ષ 1957માં ‘મધર ઈન્ડિયા’ સાથે શરૂઆત કરતા ઘણી ફિલ્મોએ ઓસ્કાર એવોર્ડ્સની રેસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. જો કે, પુરસ્કાર જીતવામાં સફળ રહેનારી થોડી જ ફિલ્મો રહી છે.

આ વર્ષે ઓસ્કારની રેસમાં ભારત ‘RRR’થી ‘નાટૂ નાટૂ’ને સર્વશ્રેષ્ઠ મૂળ ગીત માટે, ‘ઓલ ધેટ બ્રિથ્સ’ને સર્વશ્રેષ્ઠ વૃત્તચિત્ર ફીચર ફિલ્મ માટે અને ‘ધ એલિફંટ વ્હીસ્પર્સ’ને સર્વશ્રેષ્ઠ વૃત્તચિત્ર લઘુ ફિલ્મ માટે નામાંકિત કરવામાં આવી છે. આ પ્રકારે આ વખત ભારતની ઉપસ્થિતિ ઘણી છે. પરંતુ જો આપણે IMDBની ટોપ રેટેડ લિસ્ટ પર નજર નાખીએ તો તેના સિક્કો આમીર ખાનનો ચાલતો નજરે પડી રહ્યો છે. તેની ‘લગાન’ ટોપ રેટિંગ સાથે ટોપ પર રહી છે. ત્યારબાદ નંબર આવે છે ‘RRR’નો.

IMDBની ઓસ્કારમાં નોમિનેટ ટોપ રેટેડ ફિલ્મ્સ:

લગાન: 8.1

RRR: 7.9

સલામ બોમ્બે: 7.9

મધર ઈન્ડિયા: 7.8

પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ: 7.4

ધ એલિફન્ટ વ્હિસ્પર્સ: 7.3

રાઇટિંગ વિથ ફાયર: 7.3

ઓલ થેટ બ્રીદ્સ: 7.0

 
 
 
View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone)

કાંસ 2022માં જૂરીની ભૂમિકામાં પહોંચીને ભારતનું માથું ઊંચું કરનારી દીપિકા પાદુકોણ ઓસ્કાર 2023ના પ્રેઝન્ટર્સમાંથી એક બની ગઈ છે. એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલમ પર આ સમાચાર શેર કર્યા હતા. જે લોકો વચ્ચે ઓસ્કારસ માટે ઉત્સુકતા હજુ વધારી રહી છે. દીપિકા પાદુકોણે ગુરુવારે જણાવ્યું હતું કે, તે 95માં ઓસ્કાર એવોર્ડમાં હોસ્ટ કરનારી હસ્તીઓમાં સામેલ છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બધા પ્રેઝન્ટર્સના નામ સાથે એક પોસ્ટ શેર કરી છે.

દીપિકા પાદુકોણ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં એમિલી બ્લન્ટ, સેમ્યુઅલ એલ. જેક્સન, ડ્વેન જોનસન, માઇકલ બી. જૉર્ડન, જેનેલ મોને, જો સલદાના, જેનિફર કોનેલી, રિજ અહમદ અને મેલીસા મેક્કાર્થી જેવા તમામ કલાકાર સામેલ છે. ઉલ્લેખનીય છે કે 95મો ઓસ્કાર એવોર્ડ 12 માર્ચ 2023ના રોજ (ભારતમાં 13 માર્ચે) લોસ એન્જિલ્સમાં થશે. દીપિકા પાદુકોણ ઓસ્કાર પહેલા પણ ઘણી વખત ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં હિસ્સો બનીને ભારતનું માન વધારી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp