- Entertainment
- લાંબી દાઢી, ઘટાદાર વાળમાં ધનુષ, લોકોએ કહ્યું, પુષ્પાની નકલ કરે છે, પણ વાત અલગ છે
લાંબી દાઢી, ઘટાદાર વાળમાં ધનુષ, લોકોએ કહ્યું, પુષ્પાની નકલ કરે છે, પણ વાત અલગ છે
સાઉથનો સુપરસ્ટાર ધનુષ અવારનવાર પોતાના લુકનો બદલાવ કરતો રહેતો હોય છે. હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર લાંબી દાઢી અને ઘટાદાર લાંબા વાળ સાથે જોવા મળ્યો હતો. ધનુષને આ અવતારમાં જોઈને કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, તેણે 'પુષ્પા'ની નકલ કરી છે.
ધનુષ સાઉથ અને બોલિવૂડનો પણ જાણીતો એક્ટર છે. તેણે 'અસુરન', 'વાથી', 'વેલૈઈલ્લા પટ્ટાધર', અને 'થિરુચિત્રમ્બલમ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને ચાર વખત નેશનલ એવોર્ડ પણ જીતી ચુક્યો છે. આજે આ અભિનેતા મુંબઈ એરપોર્ટ પર ક્લિક થયો હતો અને તેના લાંબી દાઢીવાળા અવતારમાં જોવા મળ્યો હતો. તેણે લાંબા વાળ અને દાઢીમાં પોતાના નવા લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, ધનુષ 'પુષ્પા'ના લુકની નકલ કરી રહ્યો છે.

ધનુષ સોમવારે સવારે મુંબઈ એરપોર્ટ પર ક્લિક થયો હતો. તે સંપૂર્ણ વધારેલી દાઢી અને લાંબા વાળમાં જોવા મળ્યો હતો. જ્યારે તે પાપારાઝીથી ઘેરાયેલા એરપોર્ટમાંથી બહાર નીકળ્યો ત્યારે તે હવામાં તેના વાળ લહેરાવી રહ્યો હતો. અભિનેતાએ ગુલાબી સ્વેટશર્ટ અને બ્લેક ટ્રેક પેન્ટ પહેર્યું હતું. વાથી અભિનેતાએ કાળા સનગ્લાસની જોડી સાથે તેના કડક દેખાવને પ્રગટ કર્યો હતો.

ધનુષે ચોક્કસપણે પોતાના આવા લુકથી બધાને ચોંકાવી દીધા હતા. આ તેની આગામી ફિલ્મ માટે તેનો નવો લુક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેની આગામી ફિલ્મ 'કેપ્ટન મિલર'ના તાજેતરના પોસ્ટરમાં પણ તે બન અને દાઢી રાખતો જોવા મળ્યો હતો.
ધનુષ હાલમાં તેની તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ 'વાથી'ની સફળતાથી ખુશ છે. ધનુષ હવે અરુણ મથેશ્વરનની એક્શન ફિલ્મ 'કેપ્ટન મિલર'માં જોવા મળશે. આ ફિલ્મમાં કન્નડ સુપરસ્ટાર શિવા રાજકુમાર અને સુદીપ કિશન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં પ્રિયંકા અરુલ મોહન અભિનેત્રી છે. 'કેપ્ટન મિલર'નું ફર્સ્ટ લૂક પોસ્ટર જૂનમાં રિલીઝ થશે અને ટીઝર પણ જુલાઈમાં રિલીઝ થશે.

અભિનેતા પાસે તેલુગુ દિગ્દર્શક શેખર કમ્મુલા સાથે પણ એક ફિલ્મ છે. તેણે ક્લાસિક 'કર્ણન' પછી મારી સેલ્વરાજ સાથે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી. તે વેત્રીમારન દ્વારા દિગ્દર્શિત થનારી 'વડા ચેન્નાઈ' સિક્વલના બીજા ભાગ માટે પણ તૈયારી કરી રહ્યો હોવાના અહેવાલ છે.

