
બોલિવુડના ફેવરિટ કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલની લવસ્ટોરીની ચર્ચાઓ દરરોજ થતી રહેતી હોય છે. આ જોડીને ચાહકો તરફથી પણ અપાર પ્રેમ મળે છે. બંને લગ્નના બંધનમાં પણ બંધાઈ ગયા છે. આ દિવસોમાં કેટરીના કૈફની પ્રેગ્નન્સીના સમાચાર દરેક જગ્યાએ ચર્ચાઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને સ્ટાર્સ આખરે કેવી રીતે અને ક્યારે મળ્યા. આ સવાલ પરથી પડદો ઉઠાવતા વિકી કૌશલે ખુલ્લેઆમ પોતાની અને કેટરીનાની પહેલી મુલાકાતનું રહસ્ય બધાની સામે જાહેર કર્યું છે.
આ અઠવાડિયે ડિઝની પ્લસ હોટ સ્ટાર શો કોફી વિથ કરણ સીઝન 7 માં વિકી કૌશલ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. જ્યાં કરણ જોહર ખુલ્લેઆમ વિકીને તેના લગ્ન અને લવ લાઈફ વિશે સવાલ કરતા જોવા મળશે. શો દરમિયાન વિકી કૌશલે કહ્યું, 'છેલ્લી સિઝનમાં કાઉચ પર મારી ક્ષણને જાણવાની આ મારી રીત હતી કે કેટરીના કૈફ મારા વિશે જાણે છે કે નહીં.'
સવાલોના જવાબમાં વિક્કી કૌશલે ખુલાસો કર્યો કે કાઉચ પર બધુ સાફ થયા બાદ અમે બંને અમારા જીવનમાં પહેલીવાર ઝોયા અખ્તરના ઘરે મળ્યા હતા. આ સિવાય વિકી કૌશલે પોતાના લગ્ન દરમિયાનની વાતો શેર કરતા કહ્યું કે લગ્ન દરમિયાન મીમ્સ અને ફની ટ્વિટ્સ પર પણ તેનું પૂરુ ધ્યાન હતું. લગ્નથી જોડાયેલી વાતો પર પણ તેમની નજર હતી.
અભિનેતાએ કહ્યું કે - 'જ્યારે આ બધા રેંડમ સમાચારો હેડલાઇન્સમાં હતા, ત્યારે હું પંડિતજીને કહેતો હતો, મહેરવાની કરીને આ બધું જલ્દી પૂરું કરો. એક કલાકથી વધુ નહીં. એ તો બધા જાણે જ છે કે બંને સ્ટાર્સે તેમના લગ્નને ખૂબ જ પ્રાઈવેટ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ થઈ શક્યું નહીં. પછી લગ્નના ફોટો શેર કરતા વિક્કીએ પોતાના અને કેટરીનાના લગ્નની જાહેરાત કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp