આસારામ સામે કેસ લડવામાં કેટલા વકીલ હતા? બાજપાયીની ફિલ્મમાં 1 હી બંદા..
બોલિવુડ અભિનેતા અને પોતાના ધારદાર અભિનય માટે જાણીતા મનોજ બાજપેયીની એક ફિલ્મ આવી રહી છે જે અત્યારે ભારે ચર્ચામાં છે. 23 મેના રોજ રીલિઝ થનારી બાજપેયી અભીનીત ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ'માં આસારામ વિરુદ્ધ કેસ લડનાર વકીલનો અભિનય મનોજ બાજપેયી કરી રહ્યા છે, પરંતુ આસારામ સામે 2 વકીલો કેસ લડ્યા હતા. બીજા વકીલની સ્ટોરી આ ફિલ્મમાં દર્શાવાવમાં આવી નથી.
દેશભરમાં ચર્ચામાં રહેલા આસારામ બળાત્કાર કેસમાં પીડિતા માટે કોર્ટમાં લડાઇ લડનાર વકીલ પી. સી. સોલંકી પર આ ફિલ્મ બની છે. ‘સિર્ફ એક બંદા કાફી હૈ'માં મનોજ બાજપેયી પી. સી. સોલંકીની ભૂમિકા કરી રહ્યા છે. આસારામની દિગ્ગજ વકીલોની મોટી ફોજ સામે એક વકીલ કેવી રીતે ટકકર આપે છે તે વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. એક વકીલે કેસ લડ્યો, પીડિતાને ન્યાય અપાવ્યો અને આસારામને આજીવન કેદની સજા મળી. પરંતુ હકિકતમા પીડિતાને ન્યાય અપાવનાર એક નહી,પરંતુ બે વકીલો હતા.
વકીલ પી.સી. સોલંકી અને મનીષ વ્યાસ
જાણવા મળેલી વિગત મુજબ આસારામની સામે FIR દાખલ થઇ તે પહેલા અને ચાર્જશીટ રજૂ થઇ ત્યાં સુધી પીડિતાનો કેસ એડવોકેટ મનીષ વ્યાસે લડ્યો હતો, જેમની વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી નથી. આસારામના વકીલોની ફૌજમાં રામ જેઠમલાની જેવા નામાંકિત વકીલો હતો, પરંતુ તેમની તમામ દલીલ વકીલ મનીષ વ્યાસે નિષ્ફળ બનાવી દીધી હતી. આસારામ પર ચાર્જ ફ્રેમ થયો ત્યાં સુધી 4 મહિના સુધી વકીલ મનીષ વ્યાસે મજબુતીથી કેસ લડ્યો હતો. એ પછી પી.સી. સોલંકીએ 6 વર્ષ સુધી પીડિતા વતી કેસ લડ્યો હતો.
સિર્ફ એક બંદા કાફી હૈ'માં મનોજ બાજપેયી પી. સી. સોલંકીની ભૂમિકા ભજવી રહ્યા છે અને ફિલ્મ કોર્ટ રૂમમાં થયેલી દલીલો પર આધારિત છે. આ ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પી સી વકીલે આસારામની દિગ્ગજ વકીલો સામે દલીલ કરીને ટકકર આપી.
આસરામ કેસની વાત કરીએ તો જોધપુરના મનઇ આશ્રમમાં વર્ષ 2013ના ઓગસ્ટ મહિનામાં આસારામે એક સગીર પર બળાત્કાર કર્યો હતો. દિલ્હીમાં પીડિતાએ FIR દાખલ કરી હતી અને પોલીસે નવેમ્બર 2013માં 1021 પાનની ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસને લૂલો કરવા માટે અનેક પ્રયાસો થયા હતા, અનેક લોકો સાક્ષીઓને હટી જવા માટે ધમકી આપતા હતી, પરંતુ પીડિતાના વકીલ પી,સી. સોલંકીએ મજબુતાઇથી કેસ લડ્યો અને આસારામને આજીવન કેદની સજા અપાવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp