આસારામ સામે કેસ લડવામાં કેટલા વકીલ હતા? બાજપાયીની ફિલ્મમાં 1 હી બંદા..

બોલિવુડ અભિનેતા અને પોતાના ધારદાર અભિનય માટે જાણીતા મનોજ બાજપેયીની એક ફિલ્મ આવી રહી છે જે અત્યારે ભારે ચર્ચામાં છે. 23 મેના રોજ રીલિઝ થનારી બાજપેયી અભીનીત ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ'માં આસારામ વિરુદ્ધ કેસ લડનાર વકીલનો અભિનય મનોજ બાજપેયી કરી રહ્યા છે, પરંતુ આસારામ સામે 2 વકીલો કેસ લડ્યા હતા. બીજા વકીલની સ્ટોરી આ ફિલ્મમાં દર્શાવાવમાં આવી નથી.

દેશભરમાં ચર્ચામાં રહેલા આસારામ બળાત્કાર કેસમાં પીડિતા માટે કોર્ટમાં લડાઇ લડનાર વકીલ પી. સી. સોલંકી પર આ ફિલ્મ બની છે. ‘સિર્ફ એક બંદા કાફી હૈ'માં મનોજ બાજપેયી પી. સી. સોલંકીની ભૂમિકા કરી રહ્યા છે. આસારામની  દિગ્ગજ વકીલોની મોટી ફોજ સામે એક વકીલ કેવી રીતે ટકકર આપે છે તે વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. એક વકીલે કેસ લડ્યો, પીડિતાને ન્યાય અપાવ્યો અને આસારામને આજીવન કેદની સજા મળી. પરંતુ હકિકતમા પીડિતાને ન્યાય અપાવનાર એક નહી,પરંતુ બે વકીલો હતા.

વકીલ પી.સી. સોલંકી અને મનીષ વ્યાસ

જાણવા મળેલી વિગત મુજબ આસારામની સામે FIR દાખલ થઇ તે પહેલા અને ચાર્જશીટ રજૂ થઇ ત્યાં સુધી પીડિતાનો કેસ એડવોકેટ મનીષ વ્યાસે લડ્યો હતો, જેમની વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી નથી. આસારામના વકીલોની ફૌજમાં રામ જેઠમલાની જેવા નામાંકિત વકીલો હતો, પરંતુ તેમની તમામ દલીલ વકીલ મનીષ વ્યાસે નિષ્ફળ બનાવી દીધી હતી. આસારામ પર ચાર્જ ફ્રેમ થયો ત્યાં સુધી 4 મહિના સુધી વકીલ મનીષ વ્યાસે મજબુતીથી કેસ લડ્યો હતો. એ પછી પી.સી. સોલંકીએ 6 વર્ષ સુધી પીડિતા વતી કેસ લડ્યો હતો.

સિર્ફ એક બંદા કાફી હૈ'માં મનોજ બાજપેયી પી. સી. સોલંકીની ભૂમિકા ભજવી રહ્યા છે અને ફિલ્મ કોર્ટ રૂમમાં થયેલી દલીલો પર આધારિત છે. આ ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પી સી વકીલે આસારામની દિગ્ગજ વકીલો સામે દલીલ કરીને ટકકર આપી.

આસરામ કેસની વાત કરીએ તો જોધપુરના મનઇ આશ્રમમાં વર્ષ 2013ના ઓગસ્ટ મહિનામાં આસારામે એક સગીર પર બળાત્કાર કર્યો હતો. દિલ્હીમાં પીડિતાએ FIR દાખલ કરી હતી અને પોલીસે નવેમ્બર 2013માં 1021 પાનની ચાર્જશીટ દાખલ કરી હતી.

આ કેસને લૂલો કરવા માટે અનેક પ્રયાસો થયા હતા, અનેક લોકો સાક્ષીઓને હટી જવા માટે ધમકી આપતા હતી, પરંતુ પીડિતાના વકીલ પી,સી. સોલંકીએ મજબુતાઇથી કેસ લડ્યો અને આસારામને આજીવન કેદની સજા અપાવી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.