દુનિયાના એ પોર્ન સ્ટાર્સ, જેમણે કર્યું બોલિવુડમાં પણ કામ

PC: prokerala.com

હોલિવુડના જાણીતા ડિરેક્ટર સ્પીલબર્ગની 23 વર્ષીય અડોપ્ટેડ દીકરી મિકાયરાએ જાહેરાત કરી છે કે, તે પૈસા કમાવવા માટે પોર્ન ફિલ્મોમાં કામ કરી રહી છે. બોલિવુડમાં પણ ઘણા એવા સ્ટાર્સે કામ કર્યું છે, જે એક જમાનામાં પોર્ન સ્ટાર્સ રહી ચુક્યા છે. તો તમે પણ જાણી લો આ સ્ટાર્સ વિશે.

સની લિયોન

સની લિયોન બોલિવુડના સૌથી લોકપ્રિય ચહેરાઓમાં સામેલ છે. તે બોલિવુડમાં આવતા પહેલા ફેમસ પોર્ન સ્ટાર પણ રહી ચુકી છે. તે બિગ બોસ 5માં દેખાઈ હતી. ત્યારબાદ તેને મહેશ ભટ્ટના પ્રોડક્શનમાં બનેલી 'જિસ્મ 2'માં કામ કરવાની તક મળી હતી. ત્યારબાદ તે ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

મિયા માલ્કોવા

મિયા માલ્કોવા અમેરિકાની ફેમસ પોર્નસ્ટાર છે. 2018માં રીલિઝ થયેલી રામ ગોપાલ વર્માની શોર્ટ ડોક્યૂમેન્ટરી 'ગોડ, સેક્સ એન્ડ ટ્રૂથ'માં તેણે કામ કર્યું હતું.

જેકી ચેન

જેકી ચેન હોંગકોંગનો લોકપ્રિય માર્શલ આર્ટિસ્ટ, એક્ટર, ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યૂસર, સ્ટંટમેન અને સિંગર છે. ફિલ્મોમાં આવતા પહેલા તે રિક્શા ચલાવતો હતો. આ ઉપરાંત, 70ના દાયકામાં તે ક્લાસિક પોર્ન ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યો છે. ફિલ્મ 'કુંગ ફુ યોગા'માં તે દિશા પટની, અમાયરા દસ્તૂર જેવા સ્ટાર્સ સાથે કામ કરી ચુક્યો છે. તેણે મલ્લિકા શેરાવત સાથે પણ કામ કર્યું છે.

સિલ્વેસ્ટર સ્ટેલોન

હોલિવુડના જાણીતા એક્ટર સિલ્વેસ્ટર સ્ટેલોને અક્ષય કુમાર અને કરીના કપૂરની સાથે ફિલ્મ 'કમ્બખ્ત ઈશ્ક'માં કામ કર્યું હતું. હોલિવુડમાં સ્ટ્રગલ કરતા પહેલા તે એક પોર્ન સ્ટાર રહી ચુક્યો છે.

સહારા નાઈટ

સહારા નાઈટ ભારતીય મૂળની પોર્નસ્ટાર છે, જેણે હજુ સુધી કોઈ બોલિવુડ ફિલ્મમાં કામ નથી કર્યું. જોકે માનવામાં આવી રહ્યું છે કે તે ટૂંક સમયમાં જ બોલિવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી શકે છે. તે દુનિયાની સૌથી જાણીતી વિબસીરિઝ ગેમ ઓફ થ્રોન્સમાં મહત્ત્વનો રોલ પ્લે કરી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp