ઓળખી બતાવો બોલિવુડના આ બે ભાઈઓને! સુપરસ્ટાર અભિનેતાના છે સંતાન

સોશિયલ મીડિયા પર કોઈપણ બોલિવુડ સ્ટારની નાનપણની તસવીરો જોવા મળી જાય છે. તમે પણ અત્યાર સુધીમાં ઘણા સેલિબ્રિટીઝની નાનપણની તસવીરો જોઈ હશે. આ કળીમાં વધુ એક તસવીર લઈને આવ્યા છે. સોશિયલ મીડિયા પર બે બોલિવુડના ભાઈઓની એક તસવીર વાયરલ થઇ રહી છે. જેને તમે પણ ઓળખી શકો એમ નથી. બ્લેક એન્ડ વ્હાઈટ આ તસવીરમાં આ બંને ભાઈઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાના દીકરા છે. શું તમે ઓળખી શક્યા?
તસવીરમાં દેખાઈ રહેલા આ બંને ભાઈઓ સુપરસ્ટાર વિનોદ ખન્નાના દીકરા છે. મોટો દીકરો અક્ષય ખન્ના અને નાનો રાહુલ ખન્ના. અક્ષય ખન્નાએ પોતાની ઓળખ એક ટેલેન્ટેડ હીરો તરીકે સ્થાપિત કરી છે. પણ તેને હજુ સુધી એ સ્થાન નથી મળ્યું જેનો તે હકદાર છે. અક્ષય ખન્ના તાલ, હંગામા, દિલ ચાહતા હૈ, દૃશ્યમ 2, હલચલ, સેક્શન 375, દિલ ચાહતા હૈ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. તો રાહુલ ખન્ના બોલિવુડ-હોલિવુડ અને દિલ કબડ્ડી જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. જોકે રાહુલ ખન્નાનું ફિલ્મી કરિયર સફળ રહ્યું નથી. પણ ફોટોશૂટ અને મોડલિંગને લઇ રાહુલ ખન્નાએ ઘણું નામ બનાવ્યું છે.
રાહુલ ખન્ના સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરોને લઇ જાણીતો છે. બોલિવુડની યુવા અદાકારાઓ રાહુલને સોશિયલ મીડિયા પર ફોલો પણ કરે છે. જેમાં સારા અલી ખાન અને જહ્વાનવી કપૂરનો સમાવેશ થાય છે.
અક્ષય ખન્ના ત્રણ વાર પ્રેમમાં પડ્યો, છતાં આજે તે એકલો છે. અક્ષયનું દિલ સૌથી પહેલા તારા શર્મા પર આવ્યું હતું. ત્યાર પછી તે રિયા સેનને દિલ આપી બેઠો. એટલું જ નહીં કરિશ્મા કપૂર સાથે પણ સંબંધમાં રહ્યો પણ તે સમયે કરિશ્માનું કરિયર પીક પર હતું અને તેની માતા બબીતા નહોતી ઈચ્છતી કે કરિશ્મા તે સમયે લગ્ન કરી લે. આ કારણે કરિશ્મા જોડે પણ તેનો સંબંધ તૂટ્યો હતો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp