રામાયણના સેટ પર અરુણ ગોવિલની ગેરહાજરીમાં આ મુસ્લિમ એક્ટર બનતા હતા ભગવાન શ્રીરામ

રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામની ભૂમિકા ભજવનાર એક્ટર અરુણ ગોવિલની કોઈને ઓળખાણ આપવાની જરૂરિયાત નથી. 80ના દશકમાં પ્રસારિત ‘રામાયણ’માં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવીને તેઓ દેશ જ નહીં, પરંતુ વિદેશોમાં પણ પ્રસિદ્ધ થઈ ગયા હતા, પરંતુ શું તમને ખબર છે કે જ્યારે જ્યારે રામાયણના સેટ પર અરુણ ગોવિલ હાજર રહેતા નહોતા, ત્યારે એક મુસ્લિમ એક્ટર ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવતા હતા? જવાબ ના છે તો આવો આપણે આ આર્ટિકલમાં એ એક્ટર બાબતે જાણીએ.
અરુણ ગોવિલની ગેરહાજરીમાં ભગવાન શ્રીરામ બનનારા આ એક્ટરનું નામ અસલમ ખાન છે. અસલમ ખાને રામાનંદ સાગરના રામાયણમાં ઋષિથી લઈને રાક્ષસ સુધી 11 ભૂમિકા ભજવી હતી, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે તેમણે રામાયણમાં ડુપ્લિકેટ રામની પણ ભૂમિકા ભજવી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતે અસલમ ખાને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રામયણની શૂટિંગના સમયે જ્યારે અરુણ ગોવિલ કોઈ કારણસર આવી શકતા નહોતા, તો તેમને ભગવાન રામના ગેટઅપમાં તૈયાર કરવામાં આવતા હતા.
એક્ટરે આગળ જણાવ્યું હતું કે, જ્યારે હું ભગવાન રામની ભૂમિકા ભજવતો હતો, ત્યારે મોટા ભાગના લોંગ શૉટ ફિલ્માવવામાં આવતા હતા, જેથી મારો ચહેરો નજરે ન પડે. નોંધનીય છે કે જ્યારે અમે બધા સેટ પર પરિવારની જેમ કામ કરતા હતા એટલે એક-બીજાની મદદ કરવા અને સીરિયલનું શૂટિંગ ટાઇમ પર કરવાના ઉદ્દેશ્યથી એમ કર્યા કરતા હતા. અસલમ ખાનના પુત્રએ સોશિયા મીડિયા પર પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેના પિતાએ ઘણા મોટા સપોર્ટિંગ રોલ્સ નિભાવ્યા. ત્યારબાદ અસલમ ચર્ચામાં આવ્યા હતા.
રામાયણમાં 11 ભૂમિકા ભજવવા છતા અસલમ ખાનને નાના પરદાથી કામ મળવાના બંધ થઈ ગયા હતા. ઘણા સમય સુધી સ્ટ્રગલ કર્યા બાદ તેમણે વર્ષ 2002 બાદ એક્ટિંગ છોડી દીધી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક્ટિંગ છોડ્યા બાદ અસલમ ખાન ઝાંસીની એક માર્કેટિંગ કંપનીમાં કામ કરવા લાગ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp