બોલિવુડની આ એક્ટ્રેસ છે પ્રોફેશનલ પાયલટ, ફોર્મ્યુલા રેસમાં પણ લઈ ચૂકી છે ભાગ

બોલિવુડ એક્ટ્રેસ ગુલ પનાગ એવા પસંદગીના કલાકારોમાંની એક છે જેને ફિલ્મ સિવાય બાઈક ચલાવવા અને એરોપ્લન ઉડાવવાનો પણ શોખ છે. અભિનય ક્ષેત્રમાં પોતાની અદાકારીનો દમ બતાવનારી ગુલ પનાગ મિસ ઈન્ડિયા પણ રહી ચૂકી છે. ગુલ પનાગ 3 જાન્યુઆરીના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો જોઈ લઈએ તેના જન્મ દિવસે તેના વિશેની કેટલીક અજાણી વાતો.
ગુલ પનાગનો જન્મ ચંદીગઢમાં 3 જાન્યુઆરી 1979ના રોજ થયો હતો. તે એક આર્મી બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે. જે ગુલના ફિલ્મી કરિયર સિવાય તેની બાકીની લાઈફમાં જોવા મળે છે. તેને સ્પોર્ટ્સમાં પણ ઘણી દિલચસ્પી છે. ફિલ્મોમાં આવવા પહેલા ગુલ પનાગ બ્યૂટી પેજન્ટમાં પણ ભાગ લઈ ચૂકી છે. તેણે 1999માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.
તે મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં પણ ભાગ લઈ ચૂકી છે. ગુલ પનાગ એક સર્ટિફાઈડ પાયલોટ છે. આ વાત એક્ટ્રેસે ઘણી વખત તેના ફોટા અને વીડિયો શેર કરીને બતાવી છે. જણાવી દઈએ કે ગુલ પનાગ પાસે કમર્શિયલ પાયલોટનું લાયસન્સ પણ છે. તે હાફ મેરાથોન રનર અને બાઈક રાઈડર પણ છે. બાઈક ચલાવવા સિવાય તે ફોર્મ્યુલા-Eના પ્રોફેશનલ પ્લેટફોર્મ પર ટ્રેનિંગ પણ મેળવી છે.
તેણે સ્પેનમાં આયોજિત મહિન્દ્રા રેસિંગ Mahindra Racing’s all new M4Electroમાં ડેબ્યુ કર્યું હતું. 1999માં મિસ ઈન્ડિયા બન્યા પછી તેણે 2003માં ધૂપ ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે પછી તે જૂર્મ, ડોર, મનોરમા સિક્સ ફીટ અંડર, સમર 2007, હૈલો, અનુભવ, અબ તક છપ્પન 2, અંબરસરિયા સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
ફિલ્મો સિવાય ગુલ પનાગ વેબ સીરિઝ અને ટીવી સિરિયલોમાં પણ અભિનય કરી ચૂકી છે. તેણે કશ્મીર, ખુબસૂરત, ધ ફેમિલી મેન, રંગબાજ ફિર સે, પાતાલ લોક, પવન એન્ડ પૂજા જેવી ઓટીટી પ્લેટફોર્મ પર પોતાના એક્ટીંગનો જલવો દેખાડ્યો છે. ગુલ પનાગ પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખે છે. લોકોને ત્યારે નવાઈ લાગી જ્યારે તેણે 2018માં એક મહિનાના છોકરાની માતા હોવાનો ખુલાસો કર્યો હતો.
ગુલે કહ્યું કે તે 39 વર્ષની ઉંમરે માતા બની છે. ગુલ પનાગના પતિ એરલાઈન્સ પાયલોટ ઋષિ અટારી છે, તેની સાથે 13 માર્ચ 2011ના રોજ ચંદીગઢમાં પંજાબી રીત રિવાજથી ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. ગુલ પનાગ રાજનીતિમાં પણ પોતાનો હાથ અજમાવી ચૂકી છે. તે 2014માં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ હતી. તેણે ચંદીગઢથી જનરલ ઈલેક્શન લડ્યું હતું અને તેમાં તે એક્ટ્રેસ કિરણ રાવ સામે હારી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp