આ અઠવાડિયે OTT પર રીલિઝ થશે આ ફિલ્મ અને વેબ સીરિઝ, જુઓ આખુ લિસ્ટ

PC: theenvoyweb.com

શાહરૂખ ખાન અને દીપિકા પદુકોણની ફિલ્મ પઠાણ સિનેમાઘરોમાં રીલિઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ આવતા સપ્તાહમાં રીલિઝ થશે. આ જાન્યુઆરી, 2023ના ત્રીજ સપ્તાહમાં સિનેમાઘરોમાં કોઇ નવી ફિલ્મ જોવા ન મળશે, પણ OTT પર રસપ્રદ રીલિઝ જોવા મળશે. તેમાં ફિલ્મો અને વેબ સીરીઝ બન્ને શામેલ છે. આ સપ્તાહમાં વીકેન્ડ પર જોવા માટે એમેઝોન પ્રાઇમ વીડિયો, નેટફ્લિક્સ, ZEE5 OTT પર રીલિઝ થનારી ફિલ્મો અને વેબ સીરીઝનું લિસ્ટ આપવામાં આવ્યું છે.

નેટફ્લિક્સ પર મિશન મંજુ

મિશન મંજુ સિનેમાઘરોમાં રીલિઝ ન થશે અને તેનું પ્રીમિયર 20મી જાન્યુઆરી, 2023ના રોજ નેટફ્લિક્સ પર થશે. મિશન મંજુ એક સ્પાઇ થ્રિલર છે. ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકાઓમાં છે. મિશન મંજુ 1971 બાદની સ્ત્ય ઘટનાઓ આધારિત છે. તે ભારતના ગુપ્ત ઓપરેશનની એક કાલ્પનિક સ્ટોરી છે જે 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પહેલા અને તે દરમિયાન થયું હતું. શાંતનુ બાગચી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં સિદ્ધાર્થ એક રો એજન્ટની ભૂમિકામાં છે.

નેટફ્લિક્સ પર ફૌદા સીઝન 4

ફોદા નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થનારી એક એક્શન ડ્રામા સીરીઝ છે. નવી સીઝન 20મી જાન્યુઆરી, 2023ના રોજ નેટફ્લિક્સ પર રીલિઝ માટે તૈયાર છે. ત્રણ સીઝન બાદ આ શો પોતાની ચોથી સીઝન સાથે આવી ગયો છે. ફૌદામાં ઇઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધ જોવા મળે છે.

એમેઝોન પ્રાઇમ વીડિયો પર સિનેમા મરતે દમ તક

સિનેમા મરતે દમ તક એક ડોક્યુમેન્ટ્રી છે જે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થઇ રહી છે. સિનેમા મરતે દમ તકનું પ્રીમિયર 20મી જાન્યારીના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થશે. છ એપિસોડની આ સીરિઝ દર્શકોને 90ના દાયકામાં લઇ જશે અને હિંદી સિનેમાની પલ્પ ફિલ્મો પર ચર્ચા થશે. અર્જુન કપૂર, રાખી સાવંત અને હરીશ પટેલ વાસન બાલાની ડોક્યુમેન્ટ્રી સીરીઝમાં નજરે પડશે.

ZEE5 પર છત્રીવાલી

રકુલ પ્રીત સિંહ અભિનિત પિલ્મ છત્રીવાલી ZEE5 પર 20મી જાન્યુઆરી, 2023ના રોજ રીલિઝ થશે. તેજસ દેઓકર દ્વારા નિર્દેશિત ફિલ્મ છત્રીવાલી એક રોમેન્ટિક કોમેડી છે. ફિલ્મ સુરક્ષિત સેક્સની ગંભીરતા પર વાત કરે છે અને ગર્ભ નિરોધકોના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. રકુલની સાથે ફિલ્મમાં સુમીત વ્યાસ અને સતીશ કૌશિક પણ છે. છત્રીવાલી રોની સ્ક્રૂવાલા દ્વારા નિર્મિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp