ટીવી એક્ટ્રેસ છોડવા માગે છે સોશિયલ મીડિયા, બોલી- ટ્રોલ....

ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક દાયકાથી કામ કરી રહેલી અભિનેત્રી નીતિ ટેલરે ટ્રોલ્સને હેન્ડલ કરવાનું શીખી લીધું છે. ઘણીવાર સેલેબ્સને સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, એક્ટર્સ તેમને હંમેશા નજરઅંદાજ કરતા હોય છે. પરંતુ કેટલીકવાર ટ્રોલ્સ મર્યાદા ઓળંગી જાય છે. હવે અભિનેત્રી નીતિ ટેલરે કહ્યું છે કે ટ્રોલ્સે તેના વિશે ખરાબ પોસ્ટ શેર કરવાની સાથે તેના પરિવાર પર પણ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે.

28 વર્ષીય નીતિ ટેલરે ઇન્સ્ટાગ્રામ પર ટ્રોલ્સ પર પલટવાર કરતા જવાબ આપ્યો. ટ્રોલ્સે નીતિના માતા-પિતા તેમજ તેના સાસરિયાઓ અને તેની એક વર્ષની ભત્રીજી પર હુમલો કર્યો હતો. હિંદુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા અભિનેત્રીએ કહ્યું, '2014માં મારો શો કૈસી યે યારિયાં આવ્યો હતો, ત્યારથી મને ટ્રોલ કરવામાં આવી રહી છે. હું હંમેશા તેને નજરઅંદાજ કરું છું, પરંતુ તેમ છતાં આ ટ્રોલ્સ ખરાબ રીતે મારી પાછળ પડ્યા છે.

નીતિ ટેલર કહે છે કે વાત એટલી આગળ વધી ગઈ હતી કે ટ્રોલ્સે તેના પરિવારને તેના એડિટ કરેલા ફોટોમાં ટેગ કરવાનું શરૂ કર્યું. આ સિવાય તેના વિશે અભદ્ર ભાષા અને અપશબ્દોનો ઉપયોગ પણ ટ્રોલ કરવા લાગ્યા. અભિનેત્રી કહે છે, 'હું ટ્રોલ્સને જવાબ નથી આપતી, પરંતુ તેઓએ મારા પરિવારને એવી વસ્તુઓ મોકલવાનું શરૂ કર્યું, જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તેઓ મારો એડિટ કરેલો ફોટો શેર કરતી વખતે મને દુઃખી અને નાસુંદર કહે છે. આ એક મહિનાથી થઈ રહ્યું છે અને આ પાગલ કરી દે તેવું છે. આ લોકો ખૂબ જ ગંદી ભાષા વાપરે છે.

પોતાના એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નીતિ ટેલરે આ વિશે વાત કરી હતી. તેણે લખ્યું હતુ, 'જો તમે લોકો મારા વિશે કમેન્ટ કરો છો, તો કરો, પરંતુ મારા માતા-પિતાને છોડી દો, આ તમારી ખરાબ કામ છે કે તમે મને ટેગ કરતા રહો છો. તમને મારી સાથે સમસ્યા છે. તમે મને નફરત કરો છો. તો મારા સુધી રહો, મારા પરિવારને આમાં ન લાવો.

નીતિ ટેલરે ઈન્ટરવ્યુમાં કહ્યું કે સોશિયલ મીડિયા પર તેના માટે ફેલાયેલી નફરતની ખરાબ અસર તેના પડી છે. તેણે કહ્યું કે આ કારણે તેણે સોશિયલ મીડિયા છોડવાનો પણ વિચાર કર્યો હતો. તે કહે છે, 'હું મારી જાતને કહું છું કે આ ફક્ત કેટલાક લોકો છે જે સ્ક્રીનની પાછળ છુપાઈને બોલે છે. તેઓ માત્ર નેગેટિવિટી ફેલાવવા માગે છે. પરંતુ ક્યારેક હું વિચારું છું છે કે કાશ હું સોશિયલ મીડિયા છોડી શકતી. તેના વગર જીવન જીવી શકતી. પરંતુ હવે તે મારા કામનો એક ભાગ બની ગયો છે. હવે તમારે સોશિયલ મીડિયા પર રહેવું જરૂરી છે, કારણ કે તમારા સોશિયલ મીડિયા ફોલોઅર્સને જોઈને તમને કામ આપવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.