250 કરતા વધુ ફિલ્મો કરનાર એક્ટર ટિકૂ તલસાનિયા અત્યારે બેરોજગાર

PC: ibc24.in

ટિકૂ તલસાનિયા, શાનદાર એક્ટર છે. 250 કરતા વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 90ની પોતાની પસંદગીની ફિલ્મ યાદ કરો, ચાંસ છે ટિકૂ તલસાનિયા તેનો હિસ્સો રહ્યા હોય. ‘અંદાજ આપના આપના’, ‘કભી હા કભી ના’, ‘આતિશ’, ‘સુહાગ’, ‘કુલી નંબર-1’, ‘રાજા’, ખિલાડીઓ કે ખિલાડી’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘જુડવા’, ‘હીરો નંબર 1’ અને ‘ઈશ્ક’ તેમની જ કેટલીક પ્રખ્યાત ફિલ્મોના નામ છે. હિન્દી સિનેમામાં એટલું સારું કામ કરવા છતા તેમની પાસે કોઈ કામ નથી. તેમણે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ બેરોજગાર છે.

ટિકૂ તલસાનિયાએ તેની પાછળનું કારણ જણાવ્યું કે, ‘ફોર્મ્યુલા ફિલ્મોનો સમય જતો રહ્યો, જ્યાં કેબરે ડાન્સ થતો, બે પ્રેમવાળા ગીત રહેતા હતા અને પછી કોમેડિયન આવીને પોતાનું કામ કરીને જતા રહેતા. એ બધુ હવે બદલાઈ ચૂક્યું છે. હવે કહાનીને મહત્ત્વ આપવામાં આવે છે. જ્યાં સુધી તમે કહાનીનો હિસ્સો બનતા નથી, કે એવી કોઈ ભૂમિકા ભજવતા નથી, જેની કહાની મુખ્ય કહાની સાથે વણાયેલી હોય. હું અત્યારે થોડો બેરોજગાર છું. હું કામ કરવા માગું છું, પરંતુ યોગ્ય રોલ મારા તરફ આવી રહ્યા નથી.

તેમણે આગળ કહ્યું કે, હું રોજ કામની શોધ કરી રહ્યો છું. મારી પાસે પોતાનો એજન્ટ છે, એક ટીમ છે જે કહાનીઓ અને નાટક શોધતી રહે છે. તેઓ જાણકારી મેળવીને મને કહી દે છે અને જો ઓડિશનની જરૂરિયાત હોય છે તો હું જઈને ઓડિશન પણ આપું છું. સમય સાથે વસ્તુ બદલાઈ ગઇ છે, પરંતુ તમારે ધૈર્યા રાખવું પડશે. કોરોના બાદ કામનો હિસાબ બગડી ગયો છે. હવે લોકો પ્રોગ્રેસિવ થઈ ગયા છે. બધુ સુંદર થઈ ગયું છે. મને સારું લાગે છે કે કયા પ્રકારે આપણે કામને અપ્રોચ કરવા લાગ્યા છીએ. હું લોકોની રાહ જોઈ રહ્યો છું કે એ તેઓ મને કોલ કરશે. હું ફિલર્સ પણ મોકલી રહ્યો છું કે હું એક એક્ટર છું, જેને કામ જોઈએ છે. જો તમારી પાસે યોગ્ય રોલ હોય તો હું જરૂર કરવા માગીશ.

ટિકૂ તલસાનિયાએ જણાવ્યું કે, તેઓ વચ્ચે વચ્ચે કોઈ ફિલ્મ કરી લે છે. એ સિવાય તેઓ પોતાની બીજી એનર્જી અને સમય નાટકના હવાલે કરી દે છે. તેઓ લાંબા સમયથી ગુજરાતી થિયેટર કરતા રહ્યા છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત ત્યાંથી જ કરી હતી. તેમની ગુજરાતી વેબ સીરિઝ What the Fafda અત્યારે ચાલી રહી છે. Shemaroomeની યુટ્યુબ ચેનલ પર તેના એપિસોડ રીલિઝ થતા રહેશે. ટિકૂ તલસાનિયા સિવાય પ્રતિક ગાંધી, ભામિની ઓઝા ગાંધી, વિરાજ ઘેલાની અને પ્રેમ ગઢવી જેવા એક્ટર્સે પણ આ સીરિઝમાં કામ કર્યું છે.

ટિકૂ તલસાનિયા સીનિયર આર્ટિસ્ટ છે. 69 વર્ષની ઉંમરમાં 250 કરતા વધુ ફિલ્મો કર્યા બાદ તેમને કામ માગવું પડી રહ્યું છે. એમ કરનાર તેઓ પહેલા એક્ટર નથી. નીના ગુપ્તાએ વર્ષ 2017માં સોશિયલ મીડિયા પર લખ્યું કે તે એક સારી એક્ટર છે જે મજબૂત રોલ્સની શોધમાં છે. ત્યારબાદ આવેલી ‘બધાઈ હો’ જે તેને ગેમમાં પરત લઈ આવી. લીડમાં રહેલા આયુષ્યમાન ખુરાના અને સાન્ય મલ્હોત્રાથી વધારે નીના ગુપ્તા અને ગજરાજ રાવની કેમેસ્ટ્રીની વાત થઈ. ‘બધાઈ હો’માં જે કસર બાકી રહી તે ‘પંચાયત’એ પૂરી કરી નાખી. આશા છે કે ટિકૂ તલસાનિયાના કેસમાં પણ એવું જ થાય. તેમને કોનેડીથી વિરૂદ્વવાળા રોલ્સમાં પણ ઉપયોગ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp