ફરી 25 વર્ષની મોડલના પ્રેમમાં પડ્યો ટાઇટેનિક અભિનેતા

હોલિવૂડની ક્લાસિક ફિલ્મ 'ટાઈટેનિક'ના એક્ટર લિયોનાર્ડો ડી કેપ્રિયો પોતાની લવ લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર 48 વર્ષના એક્ટરનું નામ 25 વર્ષની ઈટાલિયન મોડલ સાથે જોડાઈ રહ્યું છે. આ મોડલનું નામ છે વિટોરિયા સેરેટી. એવું માનવામાં આવે છે કે લિયોનાર્ડોને તેનો સાચો પ્રેમ વિટ્ટોરિયામાં મળી ગયો છે.

લિયોનાર્ડો ડી કેપ્રિયો 25 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરની છોકરીઓને ડેટ કરવા માટે જાણીતો છે. આ માટે તેને ઘણી વખત ટ્રોલ કરવામાં આવી રહ્યો છે અને તેની ટીકા પણ થઈ રહી છે. જોકે, ફરી એકવાર અભિનેતાનું નામ 25 વર્ષની મોડલ સાથે જોડાયું છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, લિયોનાર્ડો વિટ્ટોરિયા સેરેટી સાથે સ્થાયી થવાની યોજના બનાવી રહ્યો છે. બંનેની ઉંમરમાં 23 વર્ષનો તફાવત છે. તેઓ ઘણીવાર સાથે ફરતા જોવા મળે છે. કપલની વાયરલ તસવીરોમાં લિયોનાર્ડો સ્પષ્ટપણે મોડેલના પ્રેમમાં ખોવાયેલો જોવા મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, વિટ્ટોરિયા સેરેટ્ટીને હવે લિયોનાર્ડો ડી કેપ્રિયોની ગર્લફ્રેન્ડ પણ કહેવામાં આવી રહી છે. ગયા મહિને, કપલ સાન્તા બાર્બરામાં આઈસ્ડ કોફી પીતા જોવા મળ્યા હતા. બંને વ્હાઇટ આઉટફિટમાં ફરતા જોવા મળી રહ્યા હતા. શેરીઓમાં ફરતી વખતે તેની ઘણી તસવીરો લેવામાં આવી હતી. ત્યાર પછી લિયોનાર્ડો અને વિટ્ટોરિયા સ્પેનના ઇબિઝામાં એક પબમાં લિપ-લૉક કરતા જોવા મળ્યા હતા.

વિટ્ટોરિયા સેરેટી ઈટાલિયન મોડલ છે. તે વિશ્વભરમાં વોગ મેગેઝીનની આવૃત્તિઓના કવર પર જોવા મળી છે. Vogue Italia અનુસાર, વિટ્ટોરિયા સેરેટી 2018ની સૌથી વધુ સર્ચ કરાયેલી મોડલ હતી. વર્ષ 2020માં, તેણે પ્રખ્યાત ઇટાલિયન DJ માટ્ટેઓ મિલર સાથે લગ્ન કર્યા. જો કે, વર્ષના અંત સુધીમાં તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ. તેણે એક વિચિત્ર પોસ્ટ શેર કરીને તેના પતિથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં, માટ્ટેઓ અને વિટોરિયા તેમના લગ્નની વીંટી વગર જોવા મળ્યા હતા. તેણે તેની વૈવાહિક સ્થિતિ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયોની વાત કરીએ તો, છેલ્લા વર્ષોમાં તેનું નામ ઘણી મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાયું છે. તેણે વર્ષ 2022માં અભિનેત્રી કેમિલા મોરોન સાથે બ્રેકઅપ કર્યું હતું. આ પછી તે સુપર મોડલ ગીગી હદીદ સાથે સમય વિતાવતો જોવા મળ્યો હતો. લિયોનાર્ડો ભારતીય મૂળની બ્રિટિશ મોડલ નીલમ ગિલ સાથે પણ જોવા મળ્યો હતો. ફિલ્મોની વાત કરીએ તો, અભિનેતા ટૂંક સમયમાં ડિરેક્ટર માર્ટિન સ્કોર્સીસની પિરિયડ ફિલ્મ 'કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન'માં જોવા મળશે. આ ફિલ્મ 20 ઓક્ટોબરે રિલીઝ થશે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.