હવે, તારક મહેતા...ની બાવરીનો અસિત મોદી પર આરોપ, કહ્યું- શો પર કૂતરાઓ જેવો...

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં ઘણા દિવસોથી વિવાદમાં ઘેરાયો છે. થોડાં દિવસો અગાઉ મિસીસ રોશન સિંહ સોઢીનું કેરેક્ટર પ્લે કરનારી જેનિફર મિસ્ત્રી બંસીવાલે પ્રોડ્યૂસર અસિત કુમાર મોદી અને અન્ય બે લોકો પર શોષણનો આરોપ લગાવ્યો હતો. જેનિફરના આ ખુલાસાથી સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયુ છે. જેનિફર બાદ શોમાં બાવરીનું કેરેક્ટર પ્લે કરનારી એક્ટ્રેસ મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર નવા ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. આરોપ લગાવ્યા બાદ મોનિકાએ એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો અને દિશા વાકાણીના શો છોડવા અંગે પણ વાત કરી.

મોનિકાએ જણાવ્યું કે, શો પર એક્ટર્સ સાથે કૂતરાઓ જેવો વ્યવહાર કરવામાં આવે છે. મોનિકાએ 2019માં શો છોડી દીધો હતો. તેના જણાવ્યા અનુસાર, શો છોડ્યા બાદ મેકર્સે તેની ત્રણ મહિનાની ફી અટકાવી દીધી હતી અને તેણે પોતાની ફી ક્લિયર કરાવવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડી હતી. તેણે જણાવ્યું કે, શો પર કામ કરવું નર્ક સમાન હતું. તેની મમ્મીની કેન્સરની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી અને શોના મેકર્સ તરફથી તેને સમર્થન નહોતું મળ્યું. હું આખી રાત હોસ્પિટલમાં વીતાવતી અને સવારે જલ્દી મને શૂટ પર બોલાવી લેવામાં આવતી. હું કેહતી કે હું સારી માનસિક અવસ્થામાં નથી છતા મને બોલાવવામાં આવતી. સૌથી ખરાબ વાત એ હતી કે સેટ પર પહોંચ્યા બાદ હું માત્ર રાહ જોયા કરતી. મારું કામ પણ નહોતું થતું.

મોનિકાએ જણાવ્યું કે, તેની મમ્મીની ડેથ બાદ અસિત મોદીએ તેને સાંત્વના આપવા માટે ફોન પણ નહોતો કર્યો. તેને સાત દિવસ બાદ સેટ પર આવવા માટે કહ્યું, મોનિકાએ જણાવ્યું, જ્યારે મેં કહ્યું કે, હું કામ કરવાની હાલતમાં નથી તો તેમની ટીમે મને કહ્યું, અમે તને પૈસા આપીએ છીએ. અમે જ્યારે ઇચ્છીએ ત્યારે તારે આવવુ પડશે. ભલે તારી મમ્મી એડમિટ હોય કે પછી બીજું કોઈ. મોનિકાએ કહ્યું, હું જ્યારે સેટ પર જતી ત્યારે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો. આથી મેં શોથી દૂર થવાનો નિર્ણય કર્યો. હું આવી જગ્યાએ કામ ના કરી શકું. મોનિકાને 30000 પ્રતિ મહિનાની ફી પર સાઇન કરવામાં આવી હતી અને મેકર્સે તેને વાયદો કર્યો હતો કે છ મહિના બાદ તેની ફી વધારી દેવામાં આવશે. પરંતુ, તેની ફી ક્યારેય ના વધી. તેણે કહ્યું કે, શો પર કૂતરાઓ જેવું વર્તન કરવામાં આવતું.

દિશા વાકાણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયા જેઠાલાલ ગડાનું કેરેક્ટર પ્લે કરી રહી હતી. તેણે વર્ષ 2017માં મેટરનિટી લીવ લીધી અને બાદમાં શોને છોડી દીધો. મોનિકા ભદોરિયાએ જણાવ્યું કે, દિશા શોમાં પાછી આવવા નથી માંગતી. તેણે કહ્યું, મને નથી લાગતું કે કોઈપણ આ શોમાં પાછું આવવા માંગે છે. દિશા પણ પાછી આવવા નથી માંગતી, મને એવુ લાગે છે.

મોનિકા ભદોરિયાએ આગળ કહ્યું, દિશા વાકાણી પાછી શોમાં નથી આવી રહી. તે શોની લીડ હતી. તે આટલા દિવસોથી ગૂમ છે. શું તમને નથી લાગતું કે અસિત કુમાર મોદીએ દિશાને પાછી બોલાવવા માટે ઘણી મહેનત કરી હશે? પરંતુ, તે પાછી આવવા નથી માંગતી. મોનિકાએ આગળ દાવો કર્યો કે, અસિત કુમાર મોદીએ દિશાની સાથે પણ દુર્વ્યવહાર કર્યો હશે. મોનિકાએ આગળ કહ્યું, અસિત કુમાર મોદી તમામ લોકો સાથે એક જેવો જ વ્યવહાર કરે છે. તેણે દિશા વાકાણી સાથે પણ ખોટો વ્યવહાર કર્યો હશે. પરંતુ, તે તેને ક્યારેય ગંભીરતાથી લેતી નહોતી. તે બધુ જતુ કરતી હતી. છોડો કોઈ વાત નહીં, જવા દો.

મોનિકાએ કહ્યું કે, હાલ શોમાં કામ કરનારા લોકો અસિત કુમાર મોદી વિરુદ્ધ નથી બોલી રહ્યા કારણ કે, તે શોથી તેમનું ઘર ચાલે છે. પહેલાના જેટલા કલાકારો હતા, તેમાંથી અડધા કરતા વધુ લોકો છોડીને જઈ ચુક્યા છે અને બાકીના પણ જલ્દી ચાલ્યા જશે. તેણે કહ્યું, તેઓ આ શો દ્વારા પૈસા કમાઇ રહ્યા છે. તેઓ આ શો વિશે કશુ પણ કઈ રીતે બોલી શકે છે? જે લોકો હાલ શોનો હિસ્સો છે તેઓ ક્યારેય નહીં બોલશે. પરંતુ, એક દિવસ, તેઓ પણ શો છોડી દેશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.