હવે રીટા રિપોર્ટરનો અસીત મોદી પર ગંભીર આરોપ, કહ્યું- મને માખીની જેમ કાઢીને...

હાલ ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. અસિત મોદીનો આ શો તમામ ખોટાં કારણોને પગલે ચર્ચામાં છે. તેની શરૂઆત શોમાં મીસીસ સોઢીનો રોલ પ્લે કરનારી જેનિફર મિસ્ત્રી બંસીવાલથી થઈ હતી. તેણે મેકર્સ પર શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે કથિતરીતે મેકર્સ વિરુદ્ધ મામલો પણ દાખલ કરાવ્યો છે. બાદમાં શોમાં બાવરીનો રોલ પ્લે કરનારી મોનિકા ભદોરિયાએ પણ દાવો કર્યો હતો કે, અસિત મોદીએ તેનું કરિયર બરબાદ કરવાની ધમકી આપી હતી. હવે શોમાં રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરનારી પ્રિયા આહૂજાએ આ અંગે વાત કરી છે.

ઈ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પ્રિયાએ કહ્યું કે, ડાયરેક્ટર માલવ રાજદાની સાથે લગ્નના બંધનમાં બંધાયા બાદ અસિત મોદી અને ટીમનો વ્યવહાર તેના માટે બદલાઈ ગયો હતો. તેણે દાવો કર્યો કે, તેની સાથે અનુચિત વ્યવહાર કરવામાં આવ્યો અને તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોએ માનસિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો. પ્રિયાએ આગળ કહ્યું કે, માલવ સાથે લગ્ન કર્યા બાદ શોમાં તેનો ટ્રેક ઓછો થઈ ગયો હતો અને તેના શો છોડ્યા બાદ તે પોતાના ટ્રેક વિશે કંઈ જાણતી નહોતી. પ્રિયાએ શોમાં પોતાના ટ્રેક વિશે પૂછવા ઘણીવાર અસિત મોદીને મેસેજ કર્યો પરંતુ, કોઈ રિસ્પોન્સ ના મળ્યો. એક્ટ્રેસે કહ્યું કે, પોતાના રોલની ક્લિયારિટી લેવા માટે તેણે સોહિલ રમાણીને પણ મેસેજ કર્યો પરંતુ, પ્રયત્ન વ્યર્થ ગયો.

એક્ટ્રેસે આગળ કહ્યું કે, મને તમે 9 મહિનાથી શો પર નથી બોલાવી કારણ કે, માલવ સાથે તમારો સંબંધ પૂરો થઈ ગયો અને તમે ત્યારબાદ મને માખીની જેમ કાઢીને ફેંકી દીધી. પ્રિયાએ દાવો કર્યો કે, તેને એવુ સાંભળવા મળ્યું છે કે, માલવ કમાઈ રહ્યો છે તો તેણે કામ શા માટે કરવું પડી રહ્યું છે. પ્રિયા આહૂજાએ અપમાનિત થવાનો અનુભવ કર્યો કારણ કે, 14 વર્ષ સુધી શોમાં કામ કરવા છતા તેને પોતાના ટ્રેક વિશે કોઈપણ મેકર્સ પાસેથી કોઈ રિસ્પોન્સ નહોતો મળ્યો.

જેનિફર મિસ્ત્રી બંસીવાલે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટને પુરુષવાદી કહ્યો હતો. તે અંગે પ્રિયાએ પણ હાં પાડી. તેણે કહ્યું કે, 100 ટકા સેટ પર પુરુષવાદી વલણ હોય છે. મંદાર ચંદવારકરના સ્ટેટમેન્ટ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો સેટ પુરુષવાદી નથી પરંતુ, એક ખુશહાલ જગ્યા છે પર કમેન્ટ આપતા પ્રિયાએ કહ્યું કે, તે તેમના નિવેદનથી આશ્ચર્ય અનુભવી રહી છે કારણ કે, તેઓ જેનિફરના ખૂબ જ સારા મિત્ર છે.

પ્રિયા આહૂજાએ જેનિફર મિસ્ત્રી બંસીવાલ વિશે વાત કરતા કહ્યું કે, જેનિફર એબ્યૂઝિવ નહીં પરંતુ, એક ડિસિપ્લિન્ડ વ્યક્તિ છે. જેનિફર એક સારી અને આધ્યાત્મિક વ્યક્તિ છે. જોકે, પ્રિયાએ જેનિફરના યૌન ઉત્પીડનના દાવાઓ વિશે કહ્યું કે, તેને તે અંગે કોઈ જાણકારી નથી.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.