આજના યુવાનો ગાજર-મૂળા જેવા, સેક્સ કરવામાં પણ... કંગના રણૌતે આવું કેમ કહ્યું?

PC: twitter.com

બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત તેની સ્પષ્ટવક્તા શૈલીના કારણે ફરી ચર્ચામાં છે. આ વખતે અભિનેત્રીએ યુવાનો પર નિશાન સાધ્યું છે. કંગના રણૌતે કહ્યું કે જનરેશન ઝેડ એટલે કે આજના યુવાનો ઘર ખરીદવા સક્ષમ નથી. તેઓ પ્રતિબદ્ધતાને ધિક્કારે છે અને ત્યાં સુધી કે, સેક્સ કરવા માટે પણ આળસુ છે. અભિનેત્રીએ આ પેઢીના લોકોની સરખામણી 'ગાજર મુળી' સાથે કરી હતી.

કંગના રણૌતે શુક્રવારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું: જનરેશન ઝેડ.. હા હા, તેમના પગ લાકડીઓ જેવા પાતળા છે, તેઓ વાત કરવા, જોવા અથવા વાંચવા કરતાં તેમનો મોટાભાગનો સમય ફોન પર વિતાવે છે. તેઓ પ્રતિબદ્ધતા માટે અસમર્થ છે અને માને છે કે તેમને બોસનું સ્થાન મળવું જોઈએ, જેનો તેઓ આદર કરતા નથી. તેમના બોસ શિસ્ત અને સખત મહેનતમાં માને છે, પરંતુ જનરેશન- Z માત્ર ઝડપી સફળતાને મહત્વ આપે છે.

કંગનાએ આગળ ઉમેર્યું કે, જનરેશન- Z સ્ટારબક્સ અને એવોકાડો ટોસ્ટને પસંદ કરે છે, પરંતુ ઘર ખરીદવાનું જોખમ ઉઠાવવા તૈયાર નથી. તેઓ કોઈને પ્રભાવિત કરવા માટે બ્રાન્ડેડ કપડાં ભાડેથી લઇ શકે છે, પરંતુ પ્રતિબદ્ધતા દર્શાવવાનું અથવા લગ્ન કરવા માટે નફરત કરે છે. અભ્યાસમાં ત્યાં સુધી પણ જાણવા મળ્યું છે કે તેઓ સેક્સ કરવામાં પણ આળસ અનુભવે છે, તેઓ ખરેખર જોવા જઈએ તો, 'ગાજર મૂળા' જેવા હોય છે.

તેમના માટે મોટી મોટી આંખો અને વિચિત્ર હાવભાવ, બ્રેઈનવોશ કરવું ખૂબ જ સરળ હોય છે... લખો એવા સારા હોય છે, જેના પર આપણે શાસન કરીએ છીએ!

કંગના રણૌતના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે હાલમાં ચંદ્રમુખી 2નું શૂટિંગ કરી રહી છે. P. વાસુ દ્વારા નિર્દેશિત, તે રજનીકાંત અને જ્યોતિકા અભિનીત તમિલ હોરર કોમેડી ફિલ્મ ચંદ્રમુખીની સિક્વલ છે.

કંગના રણૌતનો વિવાદાસ્પદ રિયાલિટી શો લોકઅપ 2 તેના લોન્ચિંગ પહેલા જ લોક ચર્ચામાં આવી ગયો છે. આ રિયાલિટી શોને ખાસ બનાવવા માટે એકતા કપૂર કોઈ કસર નથી છોડી રહી. અહેવાલ છે કે, બિગ બોસ 16ના સ્પર્ધકોથી લઈને TVના ઘણા મોટા સ્ટાર્સનો આ શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, આ શૉમાં હવે પછી કયા કયા સિતારાઓના ભોગ લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp