72 હૂરેં: સેન્સર બોર્ડનો સર્ટિફિકેટ આપવાનો ઇનકાર, ડિજિટલ રીલિઝ કર્યું ટ્રેલર

PC: amarujala.com

સેન્સર બોર્ડ (CBFC) એ ફિલ્મ ‘72 હૂરેં’ના ટ્રેલરને આપત્તિજનક માનીને રિજેક્ટ કરી દીધુ હતું. ત્યારબાદ પણ મેકર્સ પાછળ ના હટ્યા અને તેમણે તેને ડિજિટલ પ્લેટફોર્મ પર રીલિઝ કરી દીધુ છે. ફિલ્મનું ટ્રેલર આતંકવાદની કાળી દુનિયાના સત્યને ઉજાગર કરતું દેખાશે. ટ્રેલર અનુસાર, આતંકવાદી પહેલા લોકોનું બ્રેનવોશ કરે છે. ત્યારબાદ તેઓ તેમને માસૂમ લોકોનો જીવ લેવા પર મજબૂર કરે છે. આતંકવાદીઓનું માનવુ છે કે, જે વ્યક્તિ પોતાનો જીવ કુર્બાન કરીને લોકોનું જીવન તબાહ કરે છે, ખુદા તેમને જન્નતમાં પનાહ આપે છે.

CBFC અનુસાર, તેઓ દર્શકોની સંવેદનાઓનું ધ્યાન રાખે છે. આથી, ટ્રેલરને ગ્રીન સિગ્નલ ના આપી શકે. તેમજ, અશોક પંડિતે CBFCને લઇને પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા તેના પર આરોપ લગાવ્યા. મીડિયા પ્રેસ કોન્ફ્રેન્સમાં અશોક પંડિતે કહ્યું, એક બાબત સમજવી ખૂબ જ જરૂરી છે. ફિલ્મનું સેન્સર અલગ હોય છે અને ટ્રેલરનું સેન્સર અલગ હોય છે. એ તો મારે ટેક્નિશિયનને પૂછવુ પડશે. ફિલ્મનું સેન્સર તો મારી પાસે છે. ત્યારે જઇને અમને આ એવોર્ડ્સ મળ્યા છે. હવે ટ્રેલર જે તમે જોયુ, તેમા એક પગનો શૉટ છે, જે ટ્રેલરમાંથી કાઢવામાં આવ્યો છે. તેમણે તે કાઢવા માટે કહ્યું. જે લાસ્ટનું સિક્વન્સ છે. પરંતુ, વિડંબણા જુઓ, તે શૉટ ફિલ્મમાં પણ છે. જે ફિલ્મમાં ઓકે છે. તમે તેને સેન્સર સર્ટિફિકેટ આપી ચુક્યા છો. પરંતુ, ટ્રેલરમાંથી કાઢવાનું છે. આ ખોટી ધારણા છે, તે અમે સવાલ કરી રહ્યા છીએ.

બીજુ તેમણે કહ્યું કુરાનનો એક શબ્દ છે, તેને કાઢો. તે ફિલ્મમાં પણ છે. તે એક આખો ડાયલોગ છે, સાંભળી લો. હું આજે વધુ એક ખૂબ જ જરૂરી બાબત કહેવા માંગુ છું. તે એ કે, આ ફિલ્મ પણ રિલિઝન, કોઇપણ ધર્મ, કોઇપણ માણસાઇ વિરુદ્ધ નથી. આ ફિલ્મ સામાન્યવાદ સામે ઝઝૂમી રહી છે. લાસ્ટ મુમેન્ટ પર અમે પોતાનું ટ્રેલર લોન્ચ કરી રહ્યા છીએ. તો જે સીન્સ, જે ડાયલોગ્સ તમને ફિલ્મમાં મંજૂર છે, તે ટ્રેલરમાં શા માટે નથી. આજે જ્યારે અમે તેને રીલિઝ કરવા જઈ રહ્યા છીએ, તો તમને આપત્તિ થઈ રહી છે.

ફિલ્મ મેકર્સનું કહેવુ છે કે, તે મામલામાં હાયર ઓથોરિટીઝ પાસે મદદ માંગશે. અશોક પંડિતે કહ્યું કે, હું IB મિનિસ્ટર અનુરાગ ઠાકુરને નિવેદન કરવા માંગુ છું કે, તેઓ તેની તપાસ કરે. શું કારણ છે કે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મના ટ્રેલરને સર્ટિફિકેટ નથી આપવામાં આવી રહ્યું. કોણ છે એ લોકો જે સેન્સર બોર્ડને બદનામ કરી રહ્યા છે. મને આશા છે કે, અમને ન્યાય મળશે. ટ્રેલર પહેલા ફિલ્મનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું હતું, જેમા હાફિઝ સઈદ, ઓસામા બિન લાદેન, મસૂદ અઝહર અને યાકૂબ મેનન જેવા આતંકવાદીઓના બેકગ્રાઉન્ડ વોઇસનો યુઝ કરવામાં આવ્યો હતો, જેમા જોવા મળ્યું હતું કે આથંકી યૂથને 72 હૂરોંની લાલચ આપીને તેમને જેહાદ કરવા પર મજબૂર કરે છે.

ફિલ્મની સ્ટોરી રિયલ ઘટનાઓ પર આધારિત છે. કેટલાક રિપોર્ટ્સમાં એ પણ દાવો કરવામાં આવ્યો કે, ફિલ્મ ઘણી હદ સુધી ‘ધ કેરલા સ્ટોરી’ જેવી છે. ફિલ્મ એ યુવાનોની સ્ટોરી છે, જેમનું બ્રેનવોશ કરીને તેમને સુસાઇડ બોમ્બર બનાવવામાં આવે છે. ‘72 હૂરેં’માં પવન મલ્હોત્રા, આમિર બશીર, રાશિદ નાઝ, અશોક પાઠક લીડ રોલમાં છે. ફિલ્મ 7 જુલાઈએ થિયેટર્સમાં રીલિઝ થશે. ફિલ્મનું નિર્દેશન બેવાર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પૂરન સિંહ ચૌહાણે કર્યું છે. ફિલ્મનું નિર્માણ ગુલાબ સિંહ તંવરે કર્યું છે. તેમજ, સહ-નિર્માતા અનિરુદ્ધ તંવર, કિરણ ડાગર અને અશોક પંડિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp