'તારક મહેતા...' ટોપ 10ની યાદીમાંથી બહાર, TRP ઘટી, જાણો કોણ છે ટોપ પર
TV શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સતત વિવાદોમાં રહે છે. તેની સીધી અસર આ અઠવાડિયે શોની TRP પર પડી છે. સતત વિવાદોને કારણે શોના નિર્માતાઓને મોટો ઝટકો લાગ્યો છે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', જે હંમેશા TRP લિસ્ટમાં ટોચ પર રહે છે, તે પણ આ અઠવાડિયે ટોપ 10 ની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસોમાં જે રીતે શોના મેકર્સ વિવાદોમાં ફસાયા છે, તેનાથી શોની લોકપ્રિયતા અને ગ્રાફમાં ઘટાડો થઈ રહ્યો છે.
હકીકતમાં, બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ દર અઠવાડિયે TV ઉદ્યોગમાં દરરોજની સિરિયલનું પ્રદર્શનની યાદી બહાર પાડે છે. તેના દ્વારા કયો શો કયા નંબર પર રહ્યો છે અને તેની લોકપ્રિયતાની પણ માહિતી મળી રહે છે. અસિત મોદીનો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી TRP લિસ્ટમાં ટોચ પર રહ્યો છે, પરંતુ આ વખતે એવું બન્યું નહીં.
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, દર વખતની જેમ આ અઠવાડિયે પણ અનુપમા નંબર 1 પર રહી છે. અનુપમા અને અનુજના અલગ થવાનો ટ્વિસ્ટ ચાહકોને પસંદ આવી રહ્યો છે. TV શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' આ અઠવાડિયે બીજા નંબર પર છે. 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' ત્રીજા નંબર પર, 'ફાલતુ' ચોથા નંબર પર અને 'ઇમલી' પાંચમા નંબર પર છે. બીજી તરફ, 'તારક મહેતા..' આ અઠવાડિયે 11માં નંબર પર પહોંચી ગયો છે.
ટીવી સિરિયલોની રેન્કિંગ આ પ્રમાણે હતીઃ 1-અનુપમા, 2-યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, 3-ગુમ હૈ કિસી કે પ્યાર મેં, 4-ફાલતુ, 5-ઈમલી, 6-યે હૈ ચાહતેં, 7-ભાગ્યલક્ષ્મી, 8- પંડ્યા સ્ટોર, 9-પ્યાર કા નામ રાધા-મોહન, 10-તેરી મેરી ડોરિયા, 11-તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.
રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીએ શુક્રવારે જણાવ્યું કે, તે મુંબઈ પરત આવી ગઈ છે અને પવઈ પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, જ્યાં સ્ટેશન પર લગભગ 6 કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું.
મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં જેનિફર મિસ્ત્રીએ કહ્યું હતું, 'મારે મુંબઈ આવવું પડ્યું કારણ કે મને પોલીસ દ્વારા બોલાવવામાં આવી હતી. હું પોલીસ સ્ટેશન ગઈ અને મારું નિવેદન નોંધ્યું. હું બપોરે 12 વાગ્યે ગઈ હતી અને 6:15 વાગ્યે બહાર નીકળી છું. મેં તેના વિશે બધું જ કહ્યું છે. હું લગભગ 6 કલાક સુધી ત્યાં હતી. હવે કાયદો પોતાનું કામ કરશે.' જેનિફરે આગળ કહ્યું, 'તેમણે મને કહ્યું છે કે, તેઓ મને કહેશે કે કોઈ જરૂર છે કે, મારે જવું પડશે કે નહીં. હાલ પૂરતું, મેં મારું નિવેદન નોંધ્યું છે. ચાલો જોઈએ, આગળ શું થાય છે.
શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવનાર પ્રિયા આહુજા, અભિનેત્રી મોનિકા ભદોરિયા અને પૂર્વ નિર્દેશક માલવ રાજદાએ જેનિફર પર લાગેલા આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું કે જેનિફર હંમેશા સેટ પર બધા સાથે સારું વર્તન કરે છે. તે ખૂબ જ ખુશમિજાજ મહિલા છે અને સેટ પર ક્યારેય મોડી આવતી નથી. મોનિકા ભદોરિયા અને રીટા બંનેએ સેટ પર માનસિક સતામણી વિશે વાત કરી હતી. જોકે, બંનેએ હેરાનગતિ અંગે કંઈ કહ્યું ન હતું.
જેનિફર ઉપરાંત ભૂતકાળમાં અભિનેતા શૈલેષ લોઢાએ પણ નિર્માતાઓ પર તેના બાકી પૈસા પરત ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં તેણે પ્રોડક્શન કંપની સામે ફરિયાદ પણ નોંધાવી હતી. આ સિવાય અંજલિની ભાભીનો રોલ કરનાર નેહાએ મેકર્સ પર તેના પૈસા પરત ન કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે, જેનિફર પછી, અભિનેત્રી મોનિકા ભદોરિયા અને પ્રિયા આહુજાએ પણ શોના ખરાબ વાતાવરણ વિશે વાત કરી. એટલું જ નહીં, બંને એ વાત પર પણ સહમત થયા કે શોના કલાકારોને સેટ પર માનસિક ત્રાસ આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp