શીજાને બ્રેકઅપના દિવસે તુનિષાને મારી હતી થપ્પડ,બુરખો પહેરવા માટે કરતો હતો દબાણ

જે ઉંમરમાં લોકોના સપનાઓ ઉડાન ભરે છે, TV અભિનેત્રી તુનીષા શર્માએ તે ઉંમરે પોતાનો જીવ આપી દીધો. તુનીશાએ 24 ડિસેમ્બરના રોજ સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનીશા આત્મહત્યા કેસમાં તેના કો એક્ટર શીજાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. તુનીષાની માતા શીજાન પર સતત ગંભીર આરોપો લગાવી રહી છે. શુક્રવારના રોજ અભિનેત્રીની માતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને શીજાન પર આરોપ લગાવ્યા. તેમજ શીજાનને કડકમાં કડક સજા આપવાની માંગ કરી.

તુનિષાની માતાએ શું કહ્યું?

અભિનેત્રીની માતાએ કહ્યું, સેટ પર છેલ્લી ક્ષણે મેં શીજાનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શીજને મારી વાત નહીં માની. આ વાત ઘટના બન્યાના એક દિવસ પહેલાની છે. તુનિષાએ કહ્યું કે, હું ક્રિસમસની ઉજવણી કરવા ચંદીગઢ જવાનું વિચારી રહી છું. બની શકે છે કે તે હત્યા છે. કારણ કે, દરવાજો ખૂલ્યા પછી 15 મિનિટ સુધી કોઈ કાર પણ નહીં હતી.

શીજાન બુરખો પહેરવા માટે દબાણ કરતો હતો. તુનિષાના વ્યવહારમાં ઘણો બદલાવ આવી ગયો હતો, લગ્નનું વચન આપ્યું જેના કારણે તુનિષા મુસ્લિમની જેમ રહેવા લાગી હતી. તેની માતાને અમ્મા કહેતી હતી. દરગાહમાં જવા લાગી હતી. શીજાનના પરિવારને મળ્યા બાદ તે મારાથી પણ દૂર રહેવા લાગી હતી. તે શીજાનના પરિવારને પોતાના પરિવારની જેમ માનવા લાગી હતી.

તુનિષાએ જણાવ્યું હતું કે, શીજાન સેટ પર ડ્રગ્સ લેતો હતો. મેં મારી દીકરી તમામ ઈચ્છાઓ તેના માંગ્યા પહેલા પૂરી કરી હતી. જ્યાં સુધી તુનિષાને ન્યાય નહીં મળી જાય, હું શીજાનને છોડવાની નથી. એકવાર શીજાનનો ફોન તુનીષાએ ચેક કર્યો હતો જેમાં તે કોઈ બીજી છોકરી સાથે વાત કરી રહ્યો હતો. જે બાબતે બંને વચ્ચે ઝઘડા પણ થયા હતા. જેના કારણે બંનેનું બ્રેકઅપ થયું હતું. તેણે શીજાનના રૂમમાં આત્મહત્યા કરી છે. બની શકે છે કે, રૂમનો દરવાજો તોડયા બાદ તુનીશા જીવતી હોય. અને શીજાને તેને છોડી દીધી હોય મરવા માટે. શીજાને બ્રેકઅપના દિવસે તુનીષાને થપ્પડ મારી હતી. તે રડતી રડતી મને જણાવી રહી હતી કે, શિજાને મારો ઉપયોગ કર્યો છે.

કેવી રીતે થયું તુનિશાનું મોત?

20 વર્ષની તુનિષા શર્મા સીરિયલ અલીબાબામાં તેના કો સ્ટાર શીજાન ખાનને ડેટ કરી રહી હતી. તેમનો સંબંધ 6 મહિનાથી ચાલી રહ્યો હતો. આ દરમિયાન તુનીષાને ખબર પડી કે શીજાન ચીટ કરી રહ્યો છે. તેણે શીજાન ખાનના મોબાઈલમાં એક છોકરી સાથેનું ચેટ વાંચી લીધુ હતું. આ વિશે જ્યારે શીજાનને સવાલ કરવામાં આવ્યો તો ત્યારે તેણે તુનિષા સાથેનો સંબંધ તોડવાની વાત કરી. બ્રેકઅપના દર્દ અને વિશ્વાસઘાતના આઘાતે તુનીશાને તોડી નાખી હતી. તે તણાવમાં રહેવા લાગી હતી. આ ડિપ્રેશને તુનીશાનો જીવ લઈ લીધો.

24 ડિસેમ્બરના રોજ શીજાન ખાન સાથે લંચ કર્યા બાદ તુનીશાએ પોતાની જિંદગીને કાયમ માટે પૂરી કરી દીધી. તુનીષાએ શીઝાન ખાનના મેકઅપ રૂમમાં આત્મહત્યા કરી. તુનિષાના મૃત્યુએ તેની માતાને ખરાબ રીતે તોડી નાખ્યા છે. તુનીશાની માતાની હાલત ખૂબ જ ખરાબ છે. આ મુશ્કેલ સમયમાં તુનિષાની માતાની સાથે તેનો આખો પરિવાર ઉભો છે.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.