શીઝાન ખાનને પોલીસ ચપ્પલ વગર ઘસડીને લઈ ગઈ, વીડિયો વાયરલ

PC: instagram.com/manav.manglani

તુનિશા શર્માના સુસાઈડ કરવામાં તેના એક્સ બોયફ્રેન્ડ શીઝાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. તુનિશાની ફેમિલીએ એક્ટ્રેસની મોત માટે શીઝાન ખાનને જવાબદાર ઠેરવ્યો છે. શીઝાન હાલ પોલીસની કસ્ટડીમાં છે. તેની પોલીસ સતત પૂછપરછ કરી રહી છે. શીઝાનને ગઈકાલે કોર્ટ સમક્ષ લઈ જવામાં આવ્યો હતો. પોલીસે શીઝાનને જે રીતે કોર્ટમાં ઘસડીને લઈ જઈ રહેલી દેખાય છે, તે વીડિયો જોઈને લોકો પોલીસ પર ગુસ્સે જોવા મળી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

શીઝાન ખાન 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં હતો. ગઈકાલે તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે તેની રિમાન્ડ વધારવાનો નિર્ણય કર્યો છે. શીઝાનને કોર્ટમાં લઈ જતી વખતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શીઝાન વીડિયોમાં બ્લૂ કલરની હુડી અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. શીઝાને પગમાં કંઈ પહેર્યું નથી. તેવામાં પોલીસની વાન કોર્ટની બહાર ઊભી રહ્યા પછી પોલીસ શીઝાનને કારમાંથી ઘસડીને કોર્ટમાં ખુલ્લા પગે લઈ જતી જોવા મળી રહી છે.

અસલમાં, પાપારાઝી અને લોકોની ઘણી ભીડ ત્યાં જમા થઈ ગઈ હોવાના લીધે પોલીસે તેમનાથી શીઝાનને બચાવવા માટે તેને ખેંચીને લઈ જતી જોવા મળી રહી છે. પરંતુ લોકોને પોલીસની આ રીત પસંદ આવી નથી. પોલીસ શીઝાનને જે રીતે ચપ્પલ વગર રસ્તા પરથી ઘસડીને લઈ જઈ રહી છે તેના પર લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એક યુઝરે આ વાયરલ વીડિયો પર લખ્યું છે- આ ઘણું ખરાબ છે. શું તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે અથવા તેના વિરુદ્ધ કોઈ સબૂત મળ્યા છે. પોલીસ તેને ઘણી ખરાબ રીતે ટ્રીટ કરી રહી છે.

તો અન્ય એક યુઝરે લખ્યું છે- તેણે મર્ડર કર્યું હોતે તો તે ખોટું હોતે. આમ તો કોઈ પણ બ્રેક અપ કરી લે અને છોકરી સુસાઈડ કરી લે, તો શુ દરેક છોકરાને ઉઠાવી લેતે, આ ક્યાંનો ન્યાય છે. આ સિવાય પણ યુઝર્સ શીઝાન સાથેના પોલીસના વર્તનને ખોટો જણાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તુનિશા શર્મા અને શીઝાન ખાન એકબીજા સાથે રિલેશશીપમાં હતા.

પરંતુ પછી શીઝાને તુનિશા સાથે બ્રેકઅપ કરી લીધું હતું. બ્રેકઅપના કારણે તુનિશા સ્ટ્રેસમાં હતી. જ્યારે તુનિશાના પરિવારે શીઝાન પર ગંભીર આરોપો લગાવ્યા છે. તુનિશાની માતાનું કહેવું છે કે તે તુનિશાને દગો આપી રહ્યો હતો. તે બીજી છોકરીઓ સાથે પણ સંબંધમાં હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp