સારાભાઈ વર્સીસ સારાભાઈની અભિનેત્રીનું મોત, કાર 50 ફૂટ ઊંડી ખીણમાં કેવી રીતે પડી?

PC: aajtak.in

આજે સવારની શરૂઆત એક દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સાથે થઈ.  લોકપ્રિય શો 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' ફેઇમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય હવે આ દુનિયામાં નથી. અભિનેત્રીએ કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. 

વૈભવી છેલ્લા કેટલાક સમયથી હિમાચલ પ્રદેશમાં હતી. સોમવારે તે તેના મંગેતર જય સુરેશ ગાંધી સાથે ફરવા નીકળી હતી. મળતી માહિતી મુજબ, વૈભવી તેના મંગેતર સાથે તેની ફોર્ચ્યુનર કારમાં હતી. બંને તીર્થધામ બંજરની ખીણમાં ફરવા જઈ રહ્યા હતા. તે જ સમયે બંજર નજીક સિધવા ખાતે તેમની કારે અચાનક કાબૂ ગુમાવ્યો અને કાર રસ્તાથી લગભગ 50 ફૂટ નીચે ઊંડી ખીણમાં જઈને પડી.

અભિનેત્રીના અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ પોલીસને પણ આ અંગે જાણ કરી હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે વૈભવીને કારમાં જોઈ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જોકે, અભિનેત્રીના મંગેતરનો જીવ બચી ગયો હતો. તેને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થાનિક લોકોએ જય સુરેશ ગાંધીને કારમાંથી બહાર કાઢ્યા હતા. તેને સારવાર માટે બંજાર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

DSP બંજર શેર સિંહે જણાવ્યું કે, બંને બંજરની તીર્થન ઘાટીની મુલાકાત લેવા આવી રહ્યા હતા. ત્યારે તેની સાથે આ અકસ્માત થયો હતો. વૈભવીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિજનોને સોંપવામાં આવ્યું છે. આ સિવાય બંજર પોલીસની ટીમ હવે અકસ્માતનું કારણ શોધવામાં લાગેલી છે. વૈભવીના અંતિમ સંસ્કાર આજે બપોરે ભાભાઈ હિન્દુ સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

વૈભવી ઉપાધ્યાય TV ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. તેણે ઘણા TV શોમાં કામ કર્યું. અભિનેત્રી 'ક્યા કસૂર હૈ અમલા કા'માં પણ જોવા મળી હતી. તે વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી, પરંતુ એક્ટ્રેસને સિરિયલ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ'થી મોટી ઓળખ મળી હતી. આ શોમાં તેના પાત્રનું નામ જાસ્મીન હતું. અભિનેત્રીની ભૂમિકા અને અભિનયને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. TV શો ઉપરાંત વૈભવીએ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકમાં પણ કામ કર્યું હતું.

અભિનેત્રીના નિધન પર સમગ્ર TV ઈન્ડસ્ટ્રીમાં મૌન છવાઈ ગયું છે. ફેન્સ અને સેલેબ્સ એ વાત પર વિશ્વાસ કરી શકતા નથી કે, વૈભવી હવે આપણી વચ્ચે નથી. દરેક વ્યક્તિ તેને ભીની આંખે યાદ કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp