એક્ટ્રેસ ઉર્ફીનો ચહેરોને શું થયું? સોજી ગયા હોઠ, ઓળખવી મુશ્કેલ

PC: twitter.com

ગ્લેમરસ ગર્લ ઉર્ફી જાવેદને આ શું થઈ ગયું? તમે પણ એક્ટ્રેસની તસવીર જોઈને તો હેરાન રહી જશો. ઉર્ફી જાવેદે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીર શેર કરી છે. જેમાં તેનાઆ હોઠ પૂરી રીતે સોજી ગયેલા નજરે પડી રહ્યા છે. એક્ટ્રેસે ઇમેજ શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘આ થાય છે જ્યારે હું બીમાર થાઉ છું. મારા લિપ્સ બતકની જેમ સોજી જાય છે. કોરોના છે કે વાયરલ આજે ખબર પડશે.’ તસવીરમાં ઉર્ફીનો આખો ચહેરો નહીં બસ હોઠ નજરે પડી રહ્યા છે.

તેના ચહેરાની એવી હાલત જોઈને ફેન્સ પરેશાન થઈ ગયા છે. તેઓ ઉર્ફી જાવેદ જલદી સ્વસ્થ થાય તેવી દુવા કરી રહ્યા છે. આમ આ પહેલી વખત નથી, જ્યારે ઉર્ફી જાવેદના ચહેરાની એવી હાલત થઈ હોય. સોજી ગયેલા હોઠોની તસવીર તે પહેલા પણ શેર કરી ચૂકી છે. એક્ટ્રેસ વિયર્ડ ફેશન સેન્સના કરણે ચર્ચામાં રહે છે. આ અતરંગી ફેશનના કારણે હવે તેને મોટા ડિઝાયનરની ઓફર પણ મળવા લાગી છે. તેની શરૂઆત અબૂ જાની અને સંદીપ ખોસલાએ કરી. એક્ટ્રેસે તેના માટે ફોટોશૂટ કરાવ્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

રવિવારે ઉર્ફી જાવેદે ખુલાસો કર્યો હતો કેમ તેને ધમકી ભરેલો કોલ આવી રહ્યા છે. કોઈ વ્યક્તિએ તેને મારવાની ધમકી આપી છે. ઉર્ફી જાવેદે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોલીસ સ્ટેશનમાં બેઠી નજરે પડી રહી છે. વીડિયોમાં ઉર્ફી જાવેદ બતાવી રહી છે તેને ડિરેક્ટર નીરજ પાંડેની ઓફિસથી ફોન આવ્યો હતો. વ્યક્તિએ તેને પ્રોજેક્ટ બાબતે વાત કરવા માટે પોતાની ઓફિસ બોલાવી હતી. વીડિયો બાદ ઉર્ફી જાવેદે એક પોસ્ટ શેર કરીને વિગત બતાવી. તેણે લખ્યું કે, તો કોઈએ મને નીરજ પાંડેની ઓફિસથી ફોન કર્યો હતો.

વ્યક્તિએ મને કહ્યું કે, તે ડિરેક્ટરનો આસિસ્ટન્ટ છે અને સર મને મળવા માગે છે. તો મેં કહ્યું કે, મળવા પહેલા પ્રોજેક્ટની બધી ડિટેલ્સ જોઈએ. તેના પર એ વ્યક્તિ ગુસ્સે થઈ ગયો. તેણે મને કહ્યું કે, તારી નીરજ પાંડેનું અપમાન કરવાની હિંમત કેવી રીતે થઈ? એ વ્યક્તિએ મને કહ્યું કે, હું તારી ગાડીનો નંબર જાણું છે. તારી બાબતે બધુ જાણું છે. તને મારી મારીને મારો જીવ લઈ લેવો જોઈએ. તેના લાયક જ છું તું કેમ કે તું ખરાબ કપડાં પહેરે છે. આ બધુ એ વ્યક્તિએ મને માત્ર એટલે કહ્યું કેમ કે મેં તેને આખી જાણકારી વિના મળવાની ના પાડી દીધી હતી. ડિરેક્ટર નીરજ પાંડેએ અત્યાર સુધી આ બાબતે કોઈ રીએક્શન આપ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp